Home /News /tech /ડિસ્પલેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ

ડિસ્પલેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ

    ચીની સ્માર્ટફોન મેકર વીવોએ દુનિયાનો પહેલો અંડર ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ પહેલા એપલ અને સેમસંગ વચ્ચે હરિફાઈ થઈ રહી હતી કે, સૌથી પહેલા આવો સ્માર્ટફોન કોણ લાવશે. પરંતુ એપલ અને સેમસંગને પાછળ છોડતા વીવોએ X20 Plus UD લોન્ચ કર્યો છે.

    વીવોએ આના માટે અમેરિકન સેન્સર કંપની સિનેપ્ટિક સાથે પાર્ટનરશિપ કરી છે. આ સ્માર્ટફોન Android 7.1 પર ચાલે છે. આમાં કંપનીનું કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ડિસ્પલેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવાથી ઘણા બધા ફાયદા છે, જેવા કે, ડિસ્પલે મોટી આપી શકાસે અને ફોનને સ્લીમ પણ બનાવી શકાશે. આ સ્માર્ટફોન બેજલ લેસ ડિસ્પલે માટે ટ્રેંડ સેટ કરી શકે છે.

    આ સ્માર્ટફોનમાં 6.3 ઈંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પલે સાથે 2.2GHzનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિસ્પલેનું એસ્પેક્ટ રેશ્યો 18:9નો છે. આમાં 4GB રેમ છે અને આની ઈન્ટરનલ મેમોરી 128GBની છે. જેને માઈક્રોએસડી કાર્ડની મદદ દ્વારા વધારી શકાય છે. આમાં હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સ્લોટ આપવામાં આવ્યું છે.

    ફોટોગ્રાફી માટે આમાં બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. એક 12 એમપી છે જ્યારે બીજો 5 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે આમાં 12 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં ફેસ વેક જેવા એક્સટ્રા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

    ક્નેક્ટિવિટી માટે આમાં 4G LTE સહિત વાઈફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, માઈક્રો યૂએસબી પોર્ટ અને હેડફોન જેક આપવામાં આવ્યા છે. આની બેટરી 3,900mAhની છે.

    આ સ્માર્ટફોનમાં સિનેપ્ટિકની ઈન ડિસ્પલે ફિંગરપિન્ટ સ્કેનર લગાવવામાં આવ્યું છે, જેને ID 9500 કહેવામાં આવે છે. આ સ્માર્ટફોન ચીનમાં 1 ફેબ્રુઆરીથી સેલ માટે ઉપલબ્ધ થશે અને આની શરૂઆતી કિંમત CNY 3,598 (લગભઘ 36,100 રૂપિયા) છે. આ સ્માર્ટફોન માત્ર એક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે અને તે બ્લેક છે જેમાં ગોલ્ડન ફ્રેમ આપવામાં આવી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Vivo

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन