Home /News /tech /

Vivo launches V-series: વિવોએ ભારતમાં લૉંચ કર્યાં બે દમદાર સ્માર્ટફોન, મળશે 108MP કેમેરો, જાણો કિંમત અને ફીચર્સ

Vivo launches V-series: વિવોએ ભારતમાં લૉંચ કર્યાં બે દમદાર સ્માર્ટફોન, મળશે 108MP કેમેરો, જાણો કિંમત અને ફીચર્સ

વિવો વી23 સિરીઝ

Vivo 23 series: વિવોના વિ-23 સિરીઝના સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર વેચાણ માટે મૂકવામાં આવશે. Vivo V23 ફ્લિપકાર્ટ પર 13મી જાન્યુઆરીથી ઉપલબ્ધ બનશે, જ્યારે V23 19મી જાન્યુઆરીથી મળશે.

    નવી દિલ્હી: ચીનની મોબાઇલ નિર્માતા કંપની વિવોએ આજે ભારતમાં સ્માર્ટફોનની વી-સિરીઝ (Vivo V-Series) લોંચ કરી છે. કંપનીએ આને Vivo V23 સિરીઝ નામ આપ્યું છે. આ સિરીઝ હેઠળ બે નવા સ્માર્ટફોન લૉંચ કરવામાં આવ્યા છે. જેમાં Vivo V23 અને Vivo V23 Pro સામેલ છે. આ બંને 5G સ્માર્ટફોન છે, જેમાં સેલ્ફી માટે 50 મેગા પિક્સલનો કેમેરો હશે. આ ફોનમાં ટ્રિપલ રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઇમરી કેમેરો 108 મેગા પિક્સલનો છે. અન્ય બે કેમેરામાં માઇક્રો અને અલ્ટ્રા-વાઇડ સેન્સર સામેલ છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 1200 SoC પ્રોસેસર છે.

    અહીંથી ખરીદી શકશો ફોન

    વિવોના વિ-23 સિરીઝના સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર વેચાણ માટે મૂકવામાં આવશે. Vivo V23 ફ્લિપકાર્ટ પર 13મી જાન્યુઆરીથી ઉપલબ્ધ બનશે, જ્યારે V23 19મી જાન્યુઆરીથી મળશે.

    ફોનના ફીચર્સ

    Vivo V23 અને V23 Pro બંને બે કલર વિકલ્પ સાથે આવશે. જેમાં Sunshine Gold અને Stardust Black કલર સામેલ છે. V23 Pro અને V23 ફોન ક્રમશ: 6.56 ઇંચ અને 6.44 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવશે.

    V23 Pro કિંમત

    8GB+128GB વેરિઅન્ટ : ₹38,990
    12GB+256GB વેરિઅન્ટ : ₹43,990

    V23 કિંમત

    8GB+128GB વેરિઅન્ટ : ₹29,990
    12GB+256GB વેરિઅન્ટ : ₹34,990

    વી23 પ્રો કેમેરો

    વિવો વી23 પ્રો સ્માર્ટફોનમાં પ્રાઇમરી કેમેરો 108 મેગા પિક્સલનો આપવામાં આવ્યો છે. અન્ય કેમેરામાં 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગા પિક્સલનો માઇક્રો સેન્સર સામેલ છે. આ ફોનમાં સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે, જ્યારે 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે.

    બેટરી

    વિવો વી23 પ્રો ફોનમાં 4,300mAH ની બેટરી આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 12 આધારિત Funtouch OS 12 પર કામ કરશે. વિવો વી23 પ્રો સ્માર્ટફોનમાં 4,200mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 920 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો:  ચાઇનીઝ સ્માર્ટફોનના બદલામાં ફ્રીમાં મેળવો દેશનો પ્રથમ 5G સ્માર્ટફોન

    Vivo V23 કેમેરો

    વિવો વી23 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 65 મેગા પિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેંસ અને બે મેગા પિક્સલનો માઇક્રો લેન્સ આપવામાં આવ્યો છે. આ ફોનમાં પણ સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે, જ્યારે 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gadget, Vivo, ચીન, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર