આ ચાર્જરથી માત્ર 13 મિનિટમાં 4000mAh બેટરી થઇ જશે ફૂલ

વીવોના દાવા અનુસાર આ 120 વોટનું ચાર્જર સૌથી ફાસ્ટ માત્ર પાંચ મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થાય છે.

વીવોના દાવા અનુસાર આ 120 વોટનું ચાર્જર સૌથી ફાસ્ટ માત્ર પાંચ મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થાય છે.

 • Share this:
  ચીનની સ્માર્ટફોન ઉત્પાદક વિવોએ વિશ્વનું સૌથી ઝડપી ચાર્જરની જાહેરાત કરી છે. Vivoએ 120 વોટનું ચાર્જર લોન્ચ કર્યુ છે. જેને લઇને કંપનીએ દાવો કર્યો છે કે 4000 એમએએચની બેટરી માત્ર 13 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે, આ પહેલા શિયોમીએ 100 વોટની સુપર ચાર્જ ટર્બો ટેકનોલોજી લોન્ચ કરી છે કે જેની મદદથી 4000એમએએચની બેટરની 17 મિનિટમાં ફુલ ચાર્જનો દાવો કરી શકાય છે.

  વીવોના દાવા અનુસાર આ 120 વોટનું ચાર્જર સૌથી ફાસ્ટ માત્ર પાંચ મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થાય છે. આ દુનિયાનું સૌથી ચાર્જર કહેવાશે. કંપનીએ તેને લઇને એક વીડિયો પણ રજૂ કર્યો છે. તેમા વીવોનું આ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમા ટેકનીક વિશે જાણકારી આપી નથી. આ સુપર ફાસ્ટ ચાર્જર સાથે વીવોનો પહેલો ફોન આ વર્ષના અંત સુધી લોન્ચ કરવામાં આવી શકે છે.  એવી પણ અપેક્ષા છે કે કંપની આ ચાર્જરને શાંઘાઇમાં આગામી અઠવાડિયામાં યોજાનારા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 માં લોન્ચ કરી શકે છે, કેમ કે કંપની આ ઇવેન્ટમાં તેનો પહેલો 5 જી સ્માર્ટફોન લોન્ચ કરશે.

  વિવોએ આ વર્ષે એપ્રિલમાં તેનો ગેમિંગ ફોન આઇક્યુઓ લોન્ચ કર્યો છે. જેમા ઝડપી ચાર્જિંગ સપોર્ટ છે. કંપની દાવો કરે છે કે આઇક્યુઓ ફોનની બેટરી માત્ર 45 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જાય છે. IQOO માં 4000 એમએએચ બેટરી આપવામાં આવી છે.
  Published by:Bhoomi Koyani
  First published: