Vivo Y33e 5Gમાં ટિયરડ્રોપ નોચ ડિઝાઇન સાથે 6.51 ઇંચની LCD ડિસ્પ્લે છે.
Vivo Y33e 5G એ Android 12 આધારિત ફોન છે જે OriginOS સાથે Ocean UI પર રન કરે છે. તેમાં MediaTek ડાયમેન્સિટી 700 પ્રોસેસર છે જેને 4GB RAM અને 128GB સ્ટોરેજ સાથે પેઅર કરવામાં આવ્યું છે.
Vivo Y33e 5G: વીવોનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Vivo Y33e 5G ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ માર્ચમાં Vivo Y33s રજૂ કર્યો હતો અને હવે Vivo Y33e 5G લૉન્ચ કર્યો છે. કંપનીનો આ લેટેસ્ટ લૉન્ચ Vivo Y33s નું જ નવું વેરિઅન્ટ છે. ફોનમાં 6.51 ઇંચની એલસીડી સ્ક્રીન છે જેમાં ટિયરડ્રોપ નોચ ડિઝાઇન આપવામાં આવી છે. રિફ્રેશ રેટ 60Hz છે અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. તે HD+ 720 x 1600 પિક્સલ રેઝોલ્યુશન સાથે આવે છે અને તેમાં 88.99 ટકા સ્ક્રીન સ્પેસ આપવામાં આવી છે. ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે.
Vivo Y33e 5G price and availability
Vivo Y33e 5Gની સેલ જૂનમાં શરૂ થશે. ફોનને સિંગલ 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત કંપનીએ 1,299 યુઆન (લગભગ 15 હજાર રૂપિયા) જણાવી છે. ફોન ફ્લોરાઇટ બ્લેક અને મેજિક બ્લુ કલરમાં ખરીદી શકાય છે.
Vivo Y33e 5G એ Android 12 આધારિત ફોન છે જે OriginOS સાથે Ocean UI પર રન કરે છે. તેમાં MediaTek ડાયમેન્સિટી 700 પ્રોસેસર છે જેને 4GB RAM અને 128GB સ્ટોરેજ સાથે પેઅર કરવામાં આવ્યું છે. સ્ટોરેજને વધારવા માટે ફોન માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સાથે આવે છે. ફોનમાં ટિયરડ્રોપ નોચ ડિઝાઇન સાથે 6.51 ઇંચની LCD ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 60Hz છે અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. તે એચડી પ્લસ 720 x 1600 પિક્સલ રેઝોલ્યુશન સાથે આવે છે.
કેમેરા ડિપાર્ટમેન્ટ પર નજર કરીએ તો, ફોનમાં 13 મેગાપિક્સલનો મેઇન કેમેરા છે અને તેની સાથે 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં પોર્ટ્રેટ મોડ, નાઈટ સીન અને ટાઈમ લેપ્સ જેવા ફોટોગ્રાફી ફીચર્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે તે 8 મેગાપિક્સલ કેમેરાને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh ની બેટરી છે. આ સિવાય ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે.
કનેક્ટિવિટી ઓપ્શન્સમાં Wi-Fi 802.11ac, Bluetooth 5.1, GPS, USB-C પોર્ટ અને 3.5mm હેડફોન જેક માટે સપોર્ટનો સમાવેશ થાય છે. ભારતમાં તેના લૉન્ચ વિશે કંપની દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર