98% બોડી ટૂ સ્ક્રિન રેશિયો સાથે Vivoએ રજૂ કર્યો Apex Full View સ્માર્ટફોન

News18 Gujarati
Updated: February 26, 2018, 10:08 PM IST
98% બોડી ટૂ સ્ક્રિન રેશિયો સાથે Vivoએ રજૂ કર્યો Apex Full View સ્માર્ટફોન

  • Share this:
ચીની સ્માર્ટફોન મેકર વીવીએ એક નવો સ્માર્ટફોન Apex FullView કોન્સેપ્ટના રૂપમાં રજૂ કર્યો છે. વીવો દુનિયાની પહેલી સ્માર્ટફોન કંપની છે, જેને હાલમાં જ અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્માર્ટફોનવાળો સ્માર્ટફોન રજૂ કર્યો છે. પરંતુ હવે જ્યારે બેજલ લેસ ડિસ્પલેનો ટ્રેંડ થોડો જૂનો થઈ ચૂક્યો છે ત્યારે કંપનીએ બેજલ લેસ ડિસ્પલેવાળો સ્માર્ટફોનનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે.

Apex Fullview સ્માર્ટફોનમાં ત્રણ ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે, જેને કંપનીએ હાઈલાઈટ કર્યા છે. પહેલા ફિચર્સની વાત કરીએ તો આમાં હાફ સ્ક્રિન ઈન ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ ટેકનોલોજી આપવામાં આવી છે. એટલે સ્ક્રિનની બોટમમાં આ ડિસ્પલે ફિંગરપ્રિન્ટ માટે વધારે સ્પેસ આપવામાં આવી છે.

બીજી ખાસિયત આમાં આપવામાં આવેલો સેલ્ફી કેમેરો છે, જે ટોપથી પોપ કરે છે. જરૂરત ના હોવા પર આને અંદર કરી શકાય છે. ત્રીજી ખાસિયતના રૂપમાં કંપનીએ કહ્યું છે કે, Redux સ્પીકર આપવામાં આવ્યા છે અને તે પણ ડિસ્પલેની અંદર છે. આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં તમને ડિસ્પલે ઉપરાંત બીજું કંઈ જ જોવા મળશે નહી.મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન વીવોએ આ સ્મરા્ટફોન કોન્સેપ્ટ રજૂ કર્યો છે. જેનો સ્ક્રિન ટૂ બોડી રેશિયો 98 ટકા છે. આ સ્માર્ટફોનની ડિસપ્લે માટે વીવોએ ઓલેડ પેનલનો ઉપયોગ કર્યો છે. સ્પીકરને ફ્રન્ટથી હટાવીને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે, સ્ક્રિન જ સ્પીકરનું કામ કરશે. તે માટે કંપનીએ સાઉન્ડ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

આ સ્માર્ટફોનની કેટલીક ખાસિયતો ખરેખર ગ્રાઉન્ડ બ્રેકિંગ છે. પરંતુ જ્યારે આ યૂઝર્સ માટે લોન્ચ થશે ત્યારે કદાચ આના કેટલાક ફિચર્સ વધારવા અથવા ઘટાડવામાં આવી શકે છે. જોકે, હાલમાં આના હાર્ડવેર સ્પેસિફિકેશન કિંમત અને ઉપલબ્ધતા વિશે કંપનીએ કંઈ પણ જણાવ્યું નથી.
First published: February 26, 2018, 10:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading