Home /News /tech /Vivo X Fold: બે સ્ક્રીન સાથે લોન્ચ થયો Vivoનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન, Vivo X Note પણ છે ખાસ
Vivo X Fold: બે સ્ક્રીન સાથે લોન્ચ થયો Vivoનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન, Vivo X Note પણ છે ખાસ
વીવોએ પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન Vivo X Fold રજૂ કર્યો છે.
Vivo X Fold and Vivo X Note Launched: વીવોએ પોતાના પહેલા ફોલ્ડેબલ ફોન Vivo X Fold સાથે પ્રીમિયમ ફોન Vivo X Note અને વીવો પેડ (Vivo Pad) પણ લોન્ચ કર્યા છે. Vivo X Fold ક્વોડ-રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે.
Vivo X Fold and Vivo X Note Launched: પોપ્યુલર ફોન નિર્માતા કંપની Vivoએ ઘણા ડિવાઇસ લોન્ચ કર્યા છે, અને તેની સાથે કંપનીએ ચીન (China)માં પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન Vivo X Fold પણ રજૂ કર્યો છે. આ ઉપરાંત, કંપનીએ પ્રીમિયમ ફોન Vivo X Note અને વીવો પેડ (Vivo Pad) પણ લોન્ચ કર્યા છે. Vivo X Fold બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે- 12GB + 256GB મોડલની કિંમત CNY 8,999 છે જે આશરે 1,07,200 રૂપિયા છે અને 12GB + 512GB વેરિઅન્ટની કિંમત CNY 9,999 છે જે લગભગ 1,19,100 રૂપિયા છે.
વીવો પેડને બે સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે - 8GB + 128GB ની કિંમત CNY 2499 છે જે આશરે 29,800 રૂપિયા છે અને 8GB + 256GBની કિંમત CNY 2999 છે જે લગભગ 35,700 રૂપિયા છે.
બ્રાન્ડનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 8.03 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 4:3.5 આસ્પેક્ટ રેશિયો અને 2K રેઝોલ્યુશન છે. આ ડિવાઇસમાં 21:9 આસ્પેક્ટ રેશિયો સાથે 6.53 ઇંચની AMOLED ડિસ્પ્લે પણ છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen1 ચિપસેટ સાથે આવશે.
Vivo X Fold ક્વોડ-રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર f/1.75 લેન્સ સાથે, તો 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. ફોનમાં 12 મેગાપિક્સલનો પોર્ટ્રેટ કેમેરા (47mm ફોકલ લેન્થ) અને 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા 5X ઓપ્ટિકલ ઝૂમ અને 60x ડિજિટલ ઝૂમ સુધી છે.
આ ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, અને પાવર માટે સ્માર્ટફોનમાં 4600mAh બેટરી આપવામાં આવી છે જે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Vivo X Note સ્પેસિફિકેશન્સ
Vivo X Noteને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટવાળા 7 ઇંચ 2K AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 Gen1 ચિપસેટથી સજ્જ છે. ડિવાઇસમાં 5000mAhની બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ડિવાઇસના રિયરમાં એક ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં 50 મેગાપિક્સલનો મેઇન કેમેરા, 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા, 2x ઝૂમ સાથે 12 મેગાપિક્સલનો પોર્ટ્રેટ કેમેરાઅને 5x ઝૂમ સપોર્ટ સાથે 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર