આવતી કાલે 25મી માર્ચે લોન્ચ થશે Vivoના આ શાનદાર ફોન, જાણો કિંમત અને ફિચર્સ

ફાઈલ તસવીર

5 માર્ચે 2021 Vivo તેની લેટેસ્ટ સિરીઝ Vivo X60 series લોન્ચ કરશે. જેમાં Vivo X60, X60 Pro અને X60 Pro+ સ્માર્ટ ફોનનો સમાવેશ થાય છે. જોકે, લોન્ચ થાય તે પહેલા જ આ ત્રણેય સ્માર્ટફોન્સની કિંમત લીક થઇ ગઈ છે.

  • Share this:
નવી દિલ્હીઃ આવતીકાલે એટલે કે 25 માર્ચે 2021 Vivo તેની લેટેસ્ટ સિરીઝ Vivo X60 series લોન્ચ કરશે. જેમાં Vivo X60, X60 Pro અને X60 Pro+ સ્માર્ટ ફોનનો સમાવેશ થાય છે. જોકીએ, લોન્ચ થાય તે પહેલા જ આ ત્રણેય સ્માર્ટફોન્સની (smart phone) કિંમત લીક થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપની આ ત્રણેય ફોન્સને ચીનમાં લોન્ચ કરી ચુકી છે. સાથે જ મલેશિયામાં (Malaysia) પણ સોમવારે Vivo X60, X60 Pro લોન્ચ કરાયા છે.

જાણો આ ત્રણેય સ્માર્ટફોન્સની કિંમત
Vivo X60: આ સ્માર્ટફોનના બેસના 8GB + 128GB વેરિયન્ટની કિંમત 39,990 રૂપિયા અને ટોપ 8GB+256GB વેરિયન્ટની કિંમત 43,990 રૂપિયા રાખવામાં આવી છે.
Vivo X60 Pro: આ મોબાઈલના 12GB + 256GB વેરિયેન્ટની કિંમત 49,000 રૂપિયા હોઈ શકે છે.
Vivo X60 Pro+: વીવોના આ ફોનના 12GB + 256GB વેરિયન્ટની કિંમત 69,990 રૂપિયા હોઈ શકે છે.

જોકે, કંપનીએ અધિકારીક રીતે તેની જાહેરાત નથી કરી. જેથી વધુ માહિતી માટે તમારે તેના લોન્ચ થવાની રાહ જોવી રહી. ઉલ્લેખનીય છે કે, કંપની આ ત્રણેય સ્માર્ટફોન્સને 25 માર્ચે લોન્ચ કરશે.

આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

આ હોઈ શકે છે ફીચર્સ
Vivo X60 અને X60 પ્રો એન્ડ્રોઇડ 11 પર બેસ્ડ ફનટચ ઓએસ 11.1 સાથે આવી શકે છે. આ ફોનના ગ્લોબલ વેરિયંટમાં 19.8: 9 ઓસ્પેકટ રેશિયો અને 120Hz રિફ્રેશ દર સાથે 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ (1,080x2,376 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે.કેમેરો
Vivo X60 અને X60 પ્રોમાં ટ્રિપલ રિયર કેમેરો સામેલ છે. જેમાં f/1.48 લેન્સ સાથે 48MP પ્રાઈમરી સેન્સર, 13MP સેકન્ડરી સેન્સર અને 13MP સેન્સર સામેલ છે. સેલ્ફી અને વિડીયો ચેટ માટે બંને ફોનમાં f/2.45 સાથે 32MPનું પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે.
First published: