Virus Alert: આ બેકિંગ ટ્રોજન યુઝરના એન્ડ્રોઇડ ડિવાઇસને દૂરથી જ એક્સેસ કરી શકે છે અને બેકિંગ એપ્સ (banking apps) દ્વારા પૈસા ચોરી શકે છે. તે યુઝરના લોકેશનને ટ્રેક કરી શકે છે અને ત્યાં સુધી કે ડિવાઇસ પર તેમની એક્ટિવિટીના આધારે ડેટા સુધી પહોંચી શકે છે.
Virus Alert: ખતરનાક Android માલવેર BRATA એક નવા અવતારમાં પાછું આવી ગયું છે. ગયા વર્ષે Android Malware ફેમિલી BRATAના કેટલાક નવા રૂપના ખુલાસા થયા છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્લીફીને હવે એક નવો વેરિયન્ટ મળ્યો છે જે બેંક એપ્સમાંથી પૈસા ચોરી શકે છે અને એન્ડ્રોઇડ ડિવાઇસમાંથી ડેટા કાઢી શકે છે. મહત્વની વાત એ છે કે BRATA શું છે અને તે કઈ રીતે કામ કરે છે? તેનું ઓરિજન-BRATA જેને સામાન્ય રીતે બ્રાઝિલિયન રિમોટ એક્સેસ ટૂલ Android કહેવામાં આવે છે, 2018ના અંતમાં બ્રાઝીલમાં જોવા મળ્યું હતું. ધીમે ધીમે તે બીજા એરિયામાં ફેલાઈ ગયું. અમુક BRATA-બેઝ્ડ એપ ગયા વર્ષે Google Play Store પર જોવા મળી હતી જેને બાદમાં હટાવી દેવામાં આવી હતી.
હવે નવા રિપોર્ટ મુજબ, આ બેકિંગ ટ્રોજન યૂઝરના એન્ડ્રોઇડ ડિવાઇસને દૂરથી જ એક્સેસ કરી શકે છે અને બેકિંગ એપ્સ દ્વારા તેમના પૈસા ચોરી શકે છે. સક્સેસફૂલ બાયપાસ પર આ અટેકર્સને મેલેશિયસ એક્ટિવિટી બાદ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને દૂરથી ફેક્ટરી રીસેટ કરવાની સુવિધા આપે છે.
સિક્યોરિટી ફર્મએ જીપીએસ અને કીલોગિંગને ટ્રેક કરવા માટે BRATAના નવા વેરિયન્ટને પણ નોટ કર્યું, જેનો અર્થ છે કે તે યુઝરના લોકેશનને ટ્રેક કરી શકે છે અને ત્યાં સુધી કે ડિવાઇસ ઉપર તેમની એક્ટિવિટીના આધારે ડેટા સુધી પહોંચી શકે છે. રિસર્ચ રિપોર્ટ થકી એ પણ જાણવા મળે છે કે, BRATA દ્વારા યુઝરના ડિવાઇસ ઉપર નકલી લોગિન પેજ ક્રિએટ કરે છે. પ્રોગ્રામ એપ્સને સંક્રમિત કરે છે જેથી એક્સેસિબિલિટી સર્વિસનો ખોટો ઉપયોગ કરીને ડિવાઇસને કન્ટ્રોલ કરવાની છૂટ મળે છે.
Google Play Store પર હાજર છે BRATA
જેમ કે MCAfee દ્વારા જણાવવામાં આવ્યું છે કે, BRATAને ખાસ કરીને Google Play Store ઉપર ડિલિવીર કરવામાં આવે છે. આ હેકર્સને વિક્ટિમ્સને મેલેશિયસ એપ્સને ઇન્સોટલ કરવા માટે લલચાવે છે. તે એમ દેખાડે છે કે વિક્ટિમના ડિવાઇસમાં એક સિક્યોરિટી બગ છે અને તે બગને સોલ્વ કરવા માટે એક મેલેશિયસ એપ ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં છે.
ક્લીફીના રિસર્ચર્સે પાછલા વર્ષે નવેમ્બરમાં નવા BRATA વેરિયન્ટની શોધ કરી, જેણે ઇટલી, પોલેન્ડ,યુ અને લેટિન અમેરિકાના યુઝર્સને ટાર્ગેટ કર્યા.
રિપોર્ટ મુજબ પહેલા પણ થ્રેટ એક્ટર્સ Google Playમાં ઘણી એપ પબ્લિશ કરવામાં સફળ રહ્યા, તેમાંથી મોટાભાગના એક હજારથી પાંચ હજાર ઇન્સ્ટોલ સુધી પહોંચી ગયા. આ વખતે BRATAથી પ્રભાવિત યુઝર્સની સાચી સંખ્યા સામે નથી આવી પરંતુ સિક્યોરિટી માટે મેલેશિયસ માલવેર વિરુદ્ધ, એન્ડ્રોઇડ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ સર્ટિફાઇડ સોર્સ દ્વારા એપ ડાઉનલોડ કરે અને તેનાથી થનારા જોખમથી બચવા માટે ટ્રસ્ટેડ એન્ટી-માલવેર એપ ડાઉનલોડ કરો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર