Appleના એરપોડ પ્રો 2ના કેસમાં હોઇ શકે છે સ્પીકર, કથિત તસવીરો આવી સામે

MacRumors એરપોડ્સ પ્રો 2ની તસવીર લીક

Airpods Pro 2: એક ટેક્નોલોજી વેબસાઇટ મેકરુમર્સ (MacRumors)એ હાલમાં એરપોડ્સ પ્રો 2ની અમુક તસવીરો કથિત (Viral Photos) રીતે સ્પોટ કરી હતી.

  • Share this:
મુંબઈ: ટેક દિગ્ગજ કંપની એપલે (Apple) હાલમાં જ પોતાના એરપોડ 3 (Apple Airpods 3) લોન્ચ કર્યા છે. આપને જણાવી દઇએ કે જો તેમાંથી બદલી શકાતા ઇયર ટિપ હટાવી દેવામાં આવે તો આ એરપોડ્સ જેવા જ દેખાશે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે એરપોડ્સ પ્રો 2 (Airpods Pro 2) કંપનીનો આગામી ઇયરબડ્સ પ્રોજેક્ટ છે જે 2022માં સામે આવશે. એક ટેક્નોલોજી વેબસાઇટ મેકરુમર્સ (MacRumors)એ હાલમાં એરપોડ્સ પ્રો 2ની અમુક તસવીરો કથિત (Viral Photos) રીતે સ્પોટ કરી હતી. તસવીરો મોકલનારે જણાવ્યું કે, આ તસવીરો એરપોડ્સ પ્રો 2ની છે.

જોકે, એ વાતની પુષ્ટિ થઇ શકી નથી કે તસવીરો ખરેખર ઇયરબડ્સના નવા પ્રોજેક્ટના છે કે નહીં. ફોટાઓ મોકલનાર શખ્સ Xerxesનું કહેવું છે કે આ તસવીરો કંપનીના આંતરિક સૂત્રો પાસેથી લેવામાં આવી છે. પરંતુ ત્યાર બાદ Xerxesએ કોઇ વિસ્તૃત જાણકારી કે પ્રૂફ આપ્યા નથી.

રીયલ બડ્સ સેકન્ડ-જનરેશન એરપોડ્સ પ્રો જેવા જ દેખાય રહ્યા છે, પરંતુ તેમાં ઓપ્ટિકલ સેન્સર નથી. જોકે, એપલ હાલ એરપોડ્સ 3માં સ્કિન ડિટેક્ટ સેન્સરનો ઉપયોગ કરી રહ્યું છે. તેથી સમજી શકાય છે કે ઇયરપોડ્સ પ્રો 2 લગભગ એવા જ હોઇ શકે છે જેવું જણાવાઇ રહ્યું છે.

જોકે, સૌથી મોટો બદલાવ ઇયરપોડ્સના ચાર્જિંગ કેસ પર હતો. તેની સાઇડમાં એક પ્રકારનું મેટર લૂપ છે, જે કોઇ પટ્ટી સાથે જોડાયેલું છે. આ સિવાય ચાર્જિંગ કેસની નીચેની તરફ સ્પીકર્સ જોઇ શકાય છે. સંભવતઃ આ સ્પીકર ફાઇન્ડ માય ફંક્શનની સાથે કામ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, iOS 16માં એવી સુવિધા હશે જે તમારા ખોવાયેલા બડ્સ અને કેસને અલગથી શોધી શકશે.

આ પણ વાંચો: iPhone 13 સિરીઝ, iPad, iPad mini માટે Belkinની નવી એસેસરીઝ લોન્ચ, જાણો કિંમત અને અન્ય માહિતી

આ એક નવી ડિઝાઇન છે અને તેના વિશે આંખો બંધ કરીને કોઇ પણ અફવા પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય નહીં. જો તેને સત્ય માની લેવામાં આવે તો માર્ગ ગુરમનની થીઅરી ખોટી સાબિત થશે. ગુરમને જણાવ્યું હતું કે એપલ પોતાના સેકન્ડ જનરેશન એરપોડ્સ પ્રોને કોમ્પેક્ટ બનાવશે અને તે સંપૂર્ણ સ્ટેમલેસ બડ ડિઝાઇન હશે. પરંતુ સામે આવેલી નવી તસવીરોમાં ગુરમને જણાવ્યું તેવું કંઇ જ નજરે આવી રહ્યું નથી. તેથી સ્પષ્ટ છે કે આ બંનેમાંથી કોઇ એકની જાણકારી ખોટી સાબિત થશે.

આ પણ વાંચો:  iPhone SE 3ને લઈને મોટો ખુલાસો, એપલના આ ફોન જેવો હોઈ શકે છે એપલનો થર્ડ જનરેશન SE ફોન

જો બંનેમાંથી કોઇ એક પર વિશ્વાસ કરવાનું કહેવામાં આવે તો માર્ક ગુરમન (Mark Gurman) પર વધુ ભરોસો કરી શકાય છે. તેનું કારણ છે કે ગુરમન એક જાણીતા વ્યક્તિ છે અને નવા વ્યક્તિ Xerxesને લોકો જાણતા નથી. જોકે આ સત્ય પરથી સમય જ પડદો ઉઠાવશે.
First published: