WhatsApp અને Twitter પર આવનાર દરેક વાત પર ન કરો વિશ્વાસ, થઈ શકે છે નુકસાન

News18 Gujarati
Updated: February 28, 2019, 7:45 AM IST
WhatsApp અને Twitter પર આવનાર દરેક વાત પર ન કરો વિશ્વાસ, થઈ શકે છે નુકસાન
WhatsApp અને Twitter પર આવનાર દરેક વાત પર ન કરો વિશ્વાસ, થઈ શકે છે નુકસાન

વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા સાઇટ્સ પર ફેક ન્યૂઝ શેરિંગ સતત વધી રહ્યું છે

  • Share this:
વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા સાઇટ્સ પર ફેક ન્યૂઝ શેરિંગ સતત વધી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર લોકો કશુ પણ વિચાર્યા વગર સમાચારને તપાસ કર્યા વગર શેર કરે છે. આવું જ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા પછી થયું છે. આ ઘટનાને લઈને લોકો સતત સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે.

જો તમને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીની અને આર્મી સાથે જોડાયેલી કોઈ ખબર મળે તો તેને શેર કરતા પહેલા એક વખત જરુર તપાસ કર લેજો. ખોટા સમાચાર લોકો વચ્ચે ભયાનક ટેન્શનની પરિસ્થિતિ ઉભી કરી શકે છે.

સોશિયલ મીડિયા ઉપર કશું પણ શેર કરતા રહેલા આ વાતોનું ધ્યાન રાખો

બલ્ક મેસેજને કરો ઇન્ગોર - જો તમને એક મેસેજ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કોન્ટેક્ટ્સથી મળી રહ્યા છે તો બની શકે તે ખોટા હોય. બલ્ક મેસેજનો ઉપયોગ કોઈ એક વિશેષ કામને પૂરુ કરવા કે કોઈની સામે લોકોને ભડકાવવા માટે કરવામાં આવે છે. જો તમને આ મેસેજની હકીકત જાણવામાં પરેશાની થઈ રહી હોય તો આ કામોને કરો.

આ પણ વાંચો - યુદ્ધ થાય તો ભારત સામે 6 દિવસથી વધારે ટકી ના શકે પાકિસ્તાન, આ છે કારણ

1 - અલગ-અલગ સુત્રો પાસેથી પણ જાણકારી લો. આ સિવાય કોઈ એવી વેબસાઇટ પર જાય જે સાચી જાણકારી આપતી હોય અને એ જાણવાનો પ્રયત્ન કરો કે આ ન્યૂઝ ક્યાંથી આવ્યા છે.2 - વોટ્સએપે ફેક ન્યૂઝથી બચવા માટે ફોર્વર્ડેડ મેસેજ પર Forwarded નું લેબલ લગાવી દીધું છે. જો તમારા મેસેજમાં Forwarded લેબલ વાળા મેસેજ મળે તો તે સાચી જાણકારી મેળવ્યા વગર ફોરવર્ડ ન કરે.

3- આ સિવાય સૌથી જરુરી એ છે કે કોઇપણ મેસેજ મળવા પર તેના વિશે ઓફિશિયલ સોર્સ પાસેથી જાણકારી મળ્યા સુધી તેને શેર કરવાથી બચો.

ભારત સરકાર કે ભારતીય સેના દ્વારા જાણકારી આપ્યા પછી જ કોઈ વીડિયો, મેસેજ કે ફોટો શેર કરો.
First published: February 27, 2019, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading