Home /News /tech /

Valentine’s Day પર તમારા પાર્ટનરને ખુશ કરી દેશે આ આ દમદાર ગિફ્ટ, 5000 રૂપિયાથી પણ ઓછી છે કિંમત

Valentine’s Day પર તમારા પાર્ટનરને ખુશ કરી દેશે આ આ દમદાર ગિફ્ટ, 5000 રૂપિયાથી પણ ઓછી છે કિંમત

Valentine’s Day ગિફ્ટ ઓપ્શન્સ

Valentine’s Day 2022: વેલેન્ટાઈન ડેના અવસરે જો તમે પણ કન્ફ્યુઝ્ડ છો કે પોતાના પાર્ટનરને શું ગિફ્ટ આપવી, તો તમારા માટે કેટલાક બેસ્ટ ઓપ્શન છે. હાલમાં સ્માર્ટ વોચ, ફિટબેન્ડ, ફાયર ટીવી સ્ટિક, એરપોડ્સ, ઇયરબડ્સ જેવી ગેજેટ એસેસરીઝનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે.

વધુ જુઓ ...
    Valentine’s Day 2022: વેલેન્ટાઈન ડે પર દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને ખુશ કરવા માગતી હોય છે. એવામાં આપણે ઘણાં કન્ફ્યુઝ્ડ રહીએ છીએ કે તેમને શું ગિફ્ટ (Gift Options) આપવામાં આવે. જો તમે પણ કન્ફ્યુઝ્ડ છો કે પોતાના પાર્ટનરને શું ગિફ્ટ આપવી, તો તમારા માટે કેટલાક બેસ્ટ ઓપ્શન અહીં આપવામાં આવ્યા છે. હાલમાં સ્માર્ટ વોચ, ફિટબેન્ડ, ફાયર ટીવી સ્ટિક, એરપોડ્સ, ઇયરબડ્સ જેવી ગેજેટ એસેસરીઝનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. જો તમે પણ આવી ગિફ્ટ આપવા માગતા હો તો અમે તમને જણાવી રહ્યા છીએ 5,000 રૂપિયાથી ઓછા બજેટમાં બેસ્ટ ગેજેટ ઓપ્શન વિશે.

    OnePlus Smart Band

    વનપ્લસ સ્માર્ટ બેન્ડ એક સસ્તું ગિફ્ટ ઓપ્શન છે. તે ડ્યુઅલ કલર સ્ટ્રેપ સાથે આવે છે, જેને તમે સરળતાથી સ્વિચ કરી શકો છો. તે સ્લીપ મોનિટર કરી શકે છે, તેમજ તે બ્લડ ઓક્સિજન લેવલ પણ બતાવી શકે છે. એમેઝોન પર તે 1,699 રૂપિયામાં મળી રહ્યું છે.

    આ પણ વાંચો: લોન્ચ પહેલા Samsung Galaxy S22 Ultraનો વીડિયો થયો લીક, જુઓ કંપનીનો સૌથી પાવરફુલ ફોન

    Mi Smart Band 6

    Mi સ્માર્ટ બેન્ડ 6 Xiaomi ના ફિટનેસ બેન્ડ સેગમેન્ટમાં લેટેસ્ટ ડિવાઈસ છે. તે 1.56-ઇંચ AMOLED ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે. ફિટનેસ બેન્ડ સાથે યુઝર્સ તેમના બ્લડ ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટને ટ્રેક કરી શકે છે. તેની 5ATM વોટર રેઝિસ્ટન્ટ રેટિંગને ધ્યાનમાં રાખતાં તમે તેને સ્વિમિંગ માટે પણ લઈ જઈ શકો છો. તે એમેઝોન પર 3,499 રૂપિયામાં મળી રહ્યું છે.

    SilverX M5 Smart Band

    સિલ્વરએક્સ M5 ફિટનેસ બેન્ડ 1.1-ઇંચ AMOLED ટચ ડિસ્પ્લે સાથે આવે છે અને 5ATM વોટર રેઝિસ્ટન્સ આપે છે, જે તેને સ્વિમિંગ માટે યુઝેબલ બનાવે છે. તે સ્ટ્રેસ મોનિટર કરવામાં અને સ્ટ્રેસ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. યુઝર્સ આ બેન્ડનો ઉપયોગ કરીને પોતાના ફોન, કેમેરા શટર અને કૉલ પરના ઓડિયો ટ્રેકને કન્ટ્રોલ કરી શકે છે. એમેઝોન પર તે રૂ. 749માં મળી રહ્યું છે.

    આ પણ વાંચો: ડિજિટલ દુનિયામાં રહો સુરક્ષિત, ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 6 ઉપાયો

    boAt Xtend Smartwatch

    તમારામાંથી જેઓ બજેટની અંદર સ્માર્ટવોચ ગિફ્ટ કરવા માગે છે, તો એમના માટે boAtનો આ ઓપ્શન સારો સાબિત થઈ શકે છે. તે બિલ્ટ-ઇન એલેક્સા વોઇસ અસિસ્ટન્ટ સાથે આવે છે. તેમાં 1.69-ઇંચનું મોટું LCD ડિસ્પ્લે છે જે તમારા સ્વાસ્થ્યને સારું બનાવવા માટે તમારા હૃદયની ગતિ અને SPO2 પર નજર રાખે છે. Amazon પર તે 2,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

    Noise ColorFit Pulse Smartwatch

    યુઝર્સ જ્યારે પણ તેમની ફિઝિકલ એક્ટિવિટી માટે બહાર જાય ત્યારે તેઓ 8 ગેમ મોડમાંથી પસંદ કરી શકશે. તે તમારા હેલ્થ મેટ્રિકને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે હૃદયના ધબકારા અને SpO2 મોનિટરનો ટ્રેક રાખે છે. એમેઝોન પર તે 2,499 રૂપિયામાં મળી રહી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Best gift ideas, Gujarati tech news, Mobile and Technology, Smartwatch, Valentine day 2022, Valentine Day Special

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन