નવી દિલ્હીઃ ભારત સરકારની (Indian Government) ‘આરોગ્ય સેતૂ’ (Application) એપ્લિકેશનમાં યૂઝર્સ હવે વેક્સીનેશન (vaccination) અંગે અપડેટ કરી શકે છે. જો તમે વેક્સીન (corona vaccine) લઈ લીધી છે અથવા વેક્સીન લેવાની બાકી છે, તો ત્યાં તમે અપડેટ કરી શકો છો. ગયા વર્ષે લોકડાઉનના (lockdown) સમયમાં આ એપ્લિકેશન કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે લાવવામાં આવી હતી. વેક્સીનનો બીજો ડોઝ (vaccine second dose) લીધા બાદના 14 દિવસ બાદ એપ્લિકેશનના હોમ પેજ પર ડબલ બ્લ્યૂ ટીક સાથે આરોગ્ય સેતૂના લોગો સાથે જોવા મળશે. કોવિન પોર્ટલ પરથી જાણી શકાશે કે વ્યક્તિએ વેક્સીનના બંને ડોઝ લીધા છે કે નહીં.
આરોગ્ય સેતૂ એપ્લિકેશનમાં યૂઝર્સે તેમની વેક્સીનેશનની જાણકારી અપડેટ કરવાની રહેશે. જે યૂઝરે વેક્સીનનો એક ડોઝ લીધો છે તેમને આંશિકરૂપે આ સાઈન જોવા મળશે. અપડેટ કરવામાં આવેલી માહિતી ખોટી નીકળશે તો આ અપડેટને ખોડી ગણવામાં આવશે.
કોવિન બેકએન્ડથી એટીપી આધારિત તપાસ બાદ વેક્સીનેશનની પરિસ્થિતિને અપડેટ કરવામાં આવશે. વેક્સીનેશનની સ્થિતિને અપડેટ કરવા માટે યૂઝરે કોવિન રજિસ્ટ્રેશન માટે જે નંબરનો ઉપયોગ કર્યો છે તે જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.
યૂઝર વેક્સીનેશનના સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકશે
આરોગ્ય સેતૂ એપ્લિકેશનમાં વધુ એક સેક્શન શામેલ કરવામાં આવ્યો છે. યૂઝર તેમના વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. જો તમારા વેક્સીનેશનની સ્થિતિને અપડેટ કરવામાં આવી નથી તો તમને ગ્રે બોર્ડર જોવા મળશે. જે લોકોના વેક્સીનેશનની પુષ્ટી કરવામાં આવી છે, તેમને બ્લ્યૂ બોર્ડર જોવા મળશે.
સ્ટેટસ પર ટેપ કરીને તમે સર્ટીફિકેટ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન પર એક નંબર પરથી ચાર લોકોનું રજિસ્ટ્રેશન કરી શકાય છે, તે જ નંબર પર ચાર વ્યક્તિઓની વેક્સીનેશન અપડેટ જોવા મળશે.
આ સુવિધાનો લાભ મળી શકે
કોરોના મહામારીની શરૂઆત બાદ વ્યાપક રૂપે આરોગ્ય સેતૂ એપ્લિકેશનનો ઉપયોગ યૂઝરના ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ઓળખાણ માટે કરવામાં આવે છે. યૂઝરને એપ્લિકેશનના માધ્યમથી વેક્સીનેશનની સ્થિતિ દર્શાવવાની મંજૂરી આપીને, સરકાર રાજ્ય બહાર જવા માટે સર્ટિફિકેટ લઈ જવાની આવશ્યકતાને ઓછી કરી શકે છે. સરકાર તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર