તો તમે વિમાનમાં બેસીને પણ કરી શકશો મોબાઈલ પર વાતો

 • Share this:
  હવાઈ સફર દરમિયાન જ્યારે પણ આપ વિમાનમાં બેસો છો તો તમારે મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડમાં મુકી દેવાનો હોય છે. પરંતુ થોડા જ સમયમાં તમે ફ્લાઈટમાં જ બેસીને કોલ પણ કરી શકશો અને ઈન્ટરનેટ પણ વાપરી શકશો. આ વિશે ડાયરેક્ટર જનર્લ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને પ્રસ્તાવ મોકલવામાં આવશે.

  સૂત્રો પ્રમાણે ફ્લાઈટમાં સફર દરમિયાન વોઈસ કોલ અને મોબાઈલ ડેટાનો ઉપયોગ માટે ટ્રાઈએ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવને ટેલીકોમ ઓથોરિટી જલ્દી જ ડીજીસીએને મોકલશે. જો ડીજીસીએ આ પ્રસ્તાવને માની લેશે તો એ દિવસો દૂર નથી કે જ્યારે તમે ફ્લાઈટમાં જ ફોન પર વાત કરી શકશો.

  ફ્લાઈટમાં સુરક્ષાને કારણે મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડમાં રાખવાનું કહેવામાં આવે છે. મોબાઈલ ફ્લાઈટ મોડમાં આવી જાય પછી તેનાથી કોલ કરવો સંભવ નથી. ટેલિકોમ ઓથોરિટી આ પ્રશ્નનો ઉકેલ લાવવા મથી રહી છે. ટ્રાઈ સતત બધા માટે મોબાઈલનો ઉપયોગ સરળ બનાવવામાં લાગેલી હોય છે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય ઈનકમીંગ કોલના ટર્મિનેશન દરોને ઘટાડ્યા છે. ટ્રાઈએ આને 53 પૈસા પ્રતિ મિનિટ થી ઘટાડીને 30 પૈસા પ્રતિ મિનિટ કરી દીધા છે.
  Published by:Kaushal Pancholi
  First published: