Google Map નથી વાપર્યું? જુઓ રસ્તો શોધવા કેવી ઉપયોગી છે આ એપ

News18 Gujarati
Updated: December 4, 2018, 12:40 PM IST
Google Map નથી વાપર્યું? જુઓ રસ્તો શોધવા કેવી ઉપયોગી છે આ એપ
પ્રતિકાત્મક તસવીર

એવા સમયે ગૂગલ એપ દ્વારા રસ્તામાં કોઈને પુછ્યા વગર તમે તમારી નક્કી કરેલી જગ્યાએ નિર્ધારિત સમય પર પહોંચી જશો.

  • Share this:
અમદાવાદ જેવા મેગાસિટીમાં અજાણ્યું એડ્રેસ શોધવા માટે ઘણી તકલીફ વેઠવી પડે છે. સામાન્ય રીતે મોટા શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનો રસ્તો ખબર ન હોય તો રાહદારીઓને પૂછવું પડે છે. ઘણીબધી વાર અજાણ્યું એડ્રેસ શોધવામાં આમથી તેમ ફરવું પડે છે. તેમાં પણ ક્યારેક જો કોઈ રાહદારી ખોટો રસ્તો બતાવી દે તો તકલીફનો પાર નહિ ! એવા સમયે ગૂગલ એપ દ્વારા રસ્તામાં કોઈને પુછ્યા વગર તમે તમારી નક્કી કરેલી જગ્યાએ નિર્ધારિત સમય પર પહોંચી જશો. ગુગલ મેપની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે કેટલીક પ્રોસેસ કરવી પડશે.

1. સૌપ્રથમ તમારા એન્ડ્રોઈડ કે આઈફોનમાં મોબાઈલ ડેટા નેટવર્ક અને જીપીએસ ઓન કરી ગુગલ મેપ ઓપન કરો. જો તમારા ફોનમાં Google Map એપ્લિકેશન ન હોય તો તમે તે Google Play Store માંથી ડાઉનલૉડ કરી શકો છો.

2.Google Map ઓપન કરતાં સ્ક્રીન પર તમે જે જગ્યાએ હશો તે જગ્યા અને આસપાસની જગ્યાઓ અને તેના નામ દેખાશે. હવે સ્ક્રિનની ઉપરનાં ભાગમાં એક સફેદ રંગનું સર્ચ ટેબ હશે તેના પર ટચ કરો.

3. ત્યારબાદ ત્યાં Search Here લખાઈને આવશે અને મોબાઈલ કીપેડ ઓપન થઈ જશે.

4. કીપેડ ઓપન થયા બાદ તમારે પહોંચવાની જગ્યાનું નામ ત્યાં ટાઈપ કરો. ટાઈપ કર્યા બાદ ગૂગલ તમને એ નામને સંબંધિત તમામ પરિણામ સ્ક્રિન પર બતાવશે. જેમાં તમે ટાઈપ કરેલ જગ્યાનું નામ પ્રથમ હશે. હવે તેનાં પર ક્લિક કરો જેથી એક લાલ રંગનું માર્ક તમારા પહોંચવાનાં મુકામ સ્થાન પર દેખાશે.

5. આ લાલ રંગનું માર્ક આવ્યા બાદ સ્ક્રિનની નીચે Directions પર ક્લિક કરો. ત્યારબાદ તમારી હાલની જગ્યાએથી તમારા મુકામ સ્થાન સુધી પહોંચાડતો રસ્તો વાદળી રંગનો થઈ જશે. અને જ્યાં સ્ક્રિન પર નીચે તમારા સ્થાનેથી તમારા મુકામ સ્થાન સુધીનું અંતર તેમજ તે અંતરને કાપવામાં લાગતો સમય દેખાશે. જેમાં રસ્તાનાં કુલ કિલોમીટર અને ટ્રાફિક સહિત લાગતો સમય દેખાશે.6. તેની નીચે વાદળી રંગની ટેબમાં START લખ્યું હશે તેના પર ક્લિક કરો. જો તમારુ મુકામ સ્થાન દૂર હશે તો ગૂગલ તમને બે કે ત્રણ અલગ-અલગ રસ્તાઓ સુચવશે. જેમાં તમને સૌથી વધુ સુવિધાજનક રસ્તા પર ટચ કરો.

7. ત્યારબાદ ગૂગલ મેપ તમને લઈ જશે તમારી મંઝિલ સુધી અને તમારે રસ્તા પર કોઈને પૂછવાની જરૂર પણ નહિં પડે. તેમજ START કર્યા બાદ તમે મોબાઈલ ડેટા નેટવર્ક ઑફ કરી દો કેમકે ગુગલ મેપ તમને તમારી મંઝિલ સુધી ઑફલાઈન પણ પહોંચાડી શકે છે.

જો ભવિષ્યમાં તમારે કોઈ અજાણ્યાં સ્થળની મુસાફરી કરવાની હોય તો ગુગલ મેપ દ્વારા તમે મુકામ સ્થળ સુધીનાં અંતર, ત્યાં પહોંચવામાં લાગતો સમય તેમજ અલગ-અલગ રસ્તાઓમાંથી સૌથી અનુકૂળ રસ્તા વિશે પહેલેથી જ પરિચિત થઈ શકો છો. આ સિવાય ગુગલ મેપ તમને બસ, ટ્રેન, કાર, બાઈક તેમજ વોકિંગ પ્રમાણે પણ પરિણામ બતાવશે. જેમાં તમારા મુકામ સ્થળ સુધી સંભવિત બસ કે ટ્રેનનાં નામ કે સમય પણ બતાવશે. બસ તો હવે ઉપયોગ કરો ગુગલ મેપની આ સુવિધાનો અને શેર કરો આ માહિતી તમારા મિત્રો અને પ્રિયજનોને જેથી તે પણ સમયસર તેમનાં અજાણ્યાં મુકામસ્થળે પહોંચી શકે.
First published: December 4, 2018
વધુ વાંચો
अगली ख़बर