Home /News /tech /Living robot: અહો આશ્ચર્યમ્! વિશ્વનો પહેલો જીવિત રોબોટ, મેડિકલ ક્ષેત્રમાં આવશે નવી ક્રાંતિ
Living robot: અહો આશ્ચર્યમ્! વિશ્વનો પહેલો જીવિત રોબોટ, મેડિકલ ક્ષેત્રમાં આવશે નવી ક્રાંતિ
વિશ્વનો પ્રથમ જીવિત રોબોટ
First living robot of world: પ્રજનની આ રીત અલગ છે, જે પ્રાણીઓ કે વૃક્ષોમાં હજુ સુધી જોઇ જોવામાં આવી નથી. જીવિત રોબોટને ઝેનોબોટ્સ નામ આપવામાં આવ્યું છે.
મુંબઈ: વિશ્વનો પહેલો જીવિત રોબોટ (Living Robot) બનાવનાર અમેરિકન વૈજ્ઞાનિકો (American Scientists)નો દાવો છે કે, આ રોબોટ હવે પ્રજનન પણ કરી શકે છે. જોકે, આ દાવાએ વિશ્વભરના દેશોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ જીવંત રોબોટ્સને ઝેનોબોટ્સ (Xonobots) તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનની આ રીત અલગ છે, જે પ્રાણીઓ કે વૃક્ષોમાં હજુ સુધી જોઇ જોવામાં આવી નથી. જીવિત રોબોટને ઝેનોબોટ્સ નામ આપવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિકોએ આફ્રિકન દેડકા (African Frogs)ઓની સ્ટેમ કોશિકાઓનો ઉપયોગ કરીને વિશ્વનો પહેલો જીવંત, સ્વ-ઉપચાર રોબોટ બનાવ્યો હતો, જે અંગેનો ખુલાસો વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. જે આફ્રીકન દેડકા દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યા છે, તેને જેનોપસ લેવીસ (Xenopus Laevis) કહેવામાં આવે છે અને ત્યારથી આ રોબોટનું નામ ઝેનોબોટ્સ(Xenobots) પડ્યું છે.
શું છે લિવિંગ રોબોટ્સ?
ઝેનોબોટ તરીકે ઓળખાતા આ રોબોટ્સ સજીવ કાર્બનિક સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ, ડરવાની જરૂર નથી, કારણ કે તેમાંના મોટાભાગના રોબોટનો ઉપયોગ માઇક્રોપ્લાસ્ટિકને સાફ કરવા અને ચોક્કસ દવાઓ આપવા માટે કરાશે.
મેડિકલ ક્ષેત્રે નવી ક્રાંતિ!
સંશોધકોએ એમ પણ કહ્યું કે, "જો આપણે જાણતા હોઈએ કે કોષોના સંગ્રહને આપણે જે કરવા માંગીએ છીએ તે કરવા માટે કેવી રીતે કહેવું તો તે એક પુનર્જીવિત દવા છે – જે ગંભીર ઇજા, જન્મજાત ખામી, કેન્સર અને વૃદ્ધત્વનો ઉકેલ લાવી શકે છે. આ બધી સમસ્યાઓ અહીં છે કારણ કે આપણે જાણતા નથી કે કોષોના કયા જૂથો બનાવવા જઈ રહ્યા છીએ અને નિયંત્રણ કેવી રીતે કરવું. ઝેનોબોટ્સ આપણને તે શીખવવા માટેનું નવું પ્લેટફોર્મ છે.
મેડિકલ ટેક્નોલોજીની દ્રષ્ટિએ આ ઝેનોબોટ્સ આધુનિક દવા પ્રત્યે આપણો અભિગમ બદલી શકે છે. તે ઈજાગ્રસ્ત દર્દીઓ અને આવા દર્દીઓમાં ઉપચારને પણ ઝડપી બનાવી શકે છે. આ પ્રકારની ટેક્નિક એપ્લીકેશન્સ અમર્યાદિત છે.
રોબોટમાં જૈવિક પ્રજનનની નવી રીત
ઝેનોબોટ્સને જ્યારે વર્ષ 2020માં દુનિયાની સામે લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની સાઇઝ ખૂબ નાની હતી. આ રોબોટ ચાલી શકે છે, પોતાને સાજા કરી શકે છે અને સમૂહમાં કામ કરી શકે છે. તેને વર્મોટ યુનિવર્સિટી, ટફ્ટ્સ યુનિવર્સિટી અને હાવર્ડ યુનિવર્સિટીના વાઈસ ઈન્સ્ટીટ્યૂટ ફોર બાયોલોજીકલ ઈન્સ્પાયર્ડ એન્જીનીયરિંગમાં વૈજ્ઞાનિકોએ વિકસિત કર્યા હતા.
આ રોબોટ અનેક સિંગલ કોશિકાઓને જોડીને પોતાનું શરીર બનાવી શકે છે. એક્સપર્ટ અનુસાર માણસની જેમ દેડકાની કોશિકાઓ એક શરીરનું નિર્માણ કરે છે, આ એક સિસ્ટમ તરીકે કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર