યુએસ ઈન્ટેલિજન્સ એજન્સીઓની ચેતવણી- ન ખરીદો આ ચીની સ્માર્ટફોન

News18 Gujarati
Updated: February 17, 2018, 10:36 PM IST
યુએસ ઈન્ટેલિજન્સ એજન્સીઓની ચેતવણી- ન ખરીદો આ ચીની સ્માર્ટફોન

  • Share this:
અમેરિકાની 6 ઈન્ટેલિજન્સ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ પોતાને ત્યાં નાગરિકોને એક ચાઈનિઝ કંપની પ્રોડક્ટ્સ અને સેવાઓને ન લેવાની સલાહ આપી છે. અધિકારીઓએ ચીની કંપની Huawei અને ZTEના પ્રોડક્ટ્સને લઈને અમેરિકાને વોર્નિંગ આપી છે, અને આ બંને કંપનીઓની પ્રોડ્ક્ટ ના ખરીદવા માટે સલાહ આપવામાં આવી રહી છે.

CNBCની રિપોર્ટ અનુસાર, વોર્નિંગ આપનાર એજન્સીઓમાં FBI, CIA, NSA સહિત ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજેન્સના પ્રમુખોનું નામ સામેલ છે. એજન્સીઓનું કહેવું છે કે, આ કંપનીઓના ડિવાઈસ દ્વારા ચીની સરકાર અમેરિકાન નાગરિકોની જાસૂસી કરાવી શકે છે. આ કંપનીઓના ફોનને અમેરિકન લોકોની જાસૂસી  માટે ઉપયોગમાં લેવામાં આવી શકે  છે, તેવી આશંકા વ્યક્ત કરી છે.

એજેન્સીઓના પ્રમુખોએ મંગળવારે સીનેટ ઈન્ટેલિજેન્સ કમિટીએ કહ્યું કે, અમે અમેરિકન નાગરિકોને ચીની સ્માર્ટફોન મેકર કંપની Huawei અને તેની સહયોગી કંપની ZTEના પ્રોડક્ટ્સ અને સેવાઓને ન લેવાની સલાહ આપી છે. FBIના ડાયરેક્ટર ક્રિસ રેએ કહ્યું કે, અમે કોઈપણ કંપની અથવા સંસ્થાને અનુમતિ આપવાના જોખમ વિશે ખુબ જ ચિંતિત છીએ.
First published: February 17, 2018, 10:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading