જો તમે સંયુક્ત આરબ અમીરાત (UAE) જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL), જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા છે, એ જાહેરાત કરી છે કે BHIM UPI હવે સમગ્ર UAEમાં Neopay ટર્મિનલ્સ પર લાઇવ છે. ભારતીય પ્રવાસીઓ હવે Neopay સક્ષમ દુકાનો અને વેપારી સ્ટોર્સ પર BHIM UPI દ્વારા ચૂકવણી કરી શકે છે.
શું છે UPI?
યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) એ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. UPI તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિજિટલ પેમેન્ટ મોડ તરીકે ઉભરી આવ્યું છે. ખાસ વાત એ છે કે તમે UPI દ્વારા ગમે ત્યારે, રાત કે દિવસે પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
આ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે, આ માટે તમારે તમારા મોબાઈલમાં Paytm, PhonePe, Googlepay, BHIM વગેરે જેવી કોઈપણ UPI એપ ડાઉનલોડ કરવી પડશે. તમે તમારા બેંક એકાઉન્ટને UPI એપ સાથે લિંક કરીને આ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. UPI દ્વારા, તમે એક બેંક એકાઉન્ટને બહુવિધ UPI એપ્સ સાથે લિંક કરી શકો છો. એક UPI એપ દ્વારા બહુવિધ બેંક ખાતાઓ ઓપરેટ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તમારી પાસે સ્કેનર, મોબાઈલ નંબર, UPI આઈડી જેવી માત્ર એક જ માહિતી હોય તો પણ UPI તમને પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.
હજારો ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં લાવવા માટે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં UPI 123Pay નામનું UPI નું નવું સંસ્કરણ રજૂ કર્યું છે. UPI 123Pay સાથે હવે એવા યુઝર્સ જેઓની પાસે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન નથી તેઓ પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. RBI અનુસાર, ફીચર ફોન યુઝર્સ 4 ટેક્નિકલ વિકલ્પોની મદદથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ વિકલ્પો છે - ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ (IVR), એપ આધારિત ચુકવણી, મિસ્ડ કૉલ અને પ્રોક્સિમિટી સાઉન્ડ આધારિત ચુકવણી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર