આવતા મહિને લૉન્ચ થશે આ પાંચ જબરદસ્ત સ્માર્ટફોન

News18 Gujarati
Updated: November 29, 2019, 4:38 PM IST
આવતા મહિને લૉન્ચ થશે આ પાંચ જબરદસ્ત સ્માર્ટફોન
સેમસંગ, નોકિયા, શિયોમી અને મોટોરોલાના ફોન થશે લૉન્ચ

  • Share this:
ડિસેમ્બર મહિનો ગેજેટ પ્રેમીઓ માટે ઘણા વિકલ્પો લાવશે, કારણ કે આવતા મહિને સ્માર્ટફોન નિર્માતાઓ જેવા કે સંમસંગ, નોકિયા, મોટોરોલા અને શિયો તેમના શાનદાર સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહ્યા છે. આ તમામ સ્માર્ટફોન ખાસ છે, કારણ કે કેટલાકમાં 5 જી મળશે, તો કેટલાકમાં તમે પંચ હોલ સેલ્ફી કૅમેરાની સુવિધા જોશો. ચાલો એક નજર કરીએ ડિસેમ્બરમાં લૉન્ચ થઈ રહેલા પાંચ સ્માર્ટફોન પર ...

Samsung Galaxy A51: આ સેમસંગ ફોન ઘણા સમયથી ચર્ચામાં છે અને તેના વિશે ઘણી નવી માહિતી પણ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગેલેક્સી A51 માં 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ કૅમેરો આપી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 5 મેગાપિક્સલનો મેક્રો કૅમેરો ફોનના પાછળના ભાગમાં ક્વાડ કૅમેરા સેટઅપનો ભાગ બની શકે છે.

આ પણ વાંચો: 1 ડિસેમ્બરથી મોબાઇલ પર વાત કરવી પડી શકે છે મોંઘી, જાણો શા માટે
Motorola One Hyper: કંપની આ ફોનને 3 ડિસેમ્બરે બ્રાઝિલમાં લૉન્ચ કરશે. આ પોપ-અપ સેલ્ફી કૅમેરા ફોન હશે, જે કંપની દ્વારા જાહરે કરાયેલા ટીઝરમાં જોઇ શકાય છે. મોટોરોલા વન હાયપરમાં તમે જબરદસ્ત બેટરી બેકઅપ પણ મેળવી શકો છો, કેમ કે કંપની આ ફોનને 4,000 એમએએચની બેટરીથી લૉન્ચ કરી શકે છે.Huawei Nova 6: સ્માર્ટફોન કંપની તેની નોવા (Nova) શ્રેણીને વધુ વિસ્તૃત કરવા જઈ રહી છે. તેણે ચીનમાં નોવા સિરીઝ અંતર્ગત પોતાનો નવો સ્માર્ટફોન હ્યુવેઇ નોવા 5z લૉન્ચ કર્યો છે. ટૂંક સમયમાં નોવા સિરીઝનો બીજો સ્માર્ટફોન નોવા 6 લૉન્ચ કરશે. આ ફોન 4 જી અને 5 જી વેરિએન્ટમાં લૉન્ચ કરી શકાય છે. તે મિડ રેન્જ સ્માર્ટફોન હોઈ શકે છે.

Nokia 8.2: સ્માર્ટફોન માર્કેટમાં તેની પકડ મજબૂત કરવા માટે, નોકિયા એક નવો ફોન લાવશે. કંપનીએ તેના ટ્વિટર હેન્ડલ પર પણ આ નવા ફોન વિશે માહિતી આપી છે. નોકિયાના ટ્વિટ મુજબ આ ફોનમાં 5 ડિસેમ્બરે ઇવેન્ટની ઑફર કરવામાં આવશે. નોકિયાએ હજી સુધી આ ફોનના નામની જાહેરાત કરી નથી. પરંતુ કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નોકિયા 8.2 હોઈ શકે છે.


Redmi K30 Series: ચીનની સ્માર્ટફોન કંપની શિયોમી રેડમી કે 30, 10 ડિસેમ્બરે સ્માર્ટફોન સિરીઝનું અનાવરણ કરવા જઈ રહી છે. આ સિરીઝ ફોનમાં તમને 5 જી સપોર્ટ સાથે ડ્યુઅલ મોડ નેટવર્ક સપૉર્ટ મળશે. આ ઉપરાંત આ નવી સિરીઝના સ્માર્ટફોનમાં પંચ હોલ કૅમેરા સેટઅપ પણ જોવા મળશે. આ સુવિધા સેમસંગ ગૅલેક્સી એ 10 માં પણ જોવા મળી છે.
First published: November 29, 2019, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading