Home /News /tech /

Latest Smartphones: આ અઠવાડિયે આવી રહ્યા છે એકથી એક જોરદાર સ્માર્ટફોન્સ, ઓછા બજેટમાં મળશે અડ્વાન્સડ ફીચર્સ

Latest Smartphones: આ અઠવાડિયે આવી રહ્યા છે એકથી એક જોરદાર સ્માર્ટફોન્સ, ઓછા બજેટમાં મળશે અડ્વાન્સડ ફીચર્સ

મેના પહેલા સપ્તાહમાં Vivo અને iQOOના ઘણાં ફોન ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. (પ્રતીકાત્મક ફોટો- Shutterstock)

Latest Smartphones Price List: અહીં અમે એ ફોન વિશે વિસ્તારથી જણાવશું જે મે ના પ્રથમ સપ્તાહમાં લોન્ચ (Upcoming Smartphones in May) થવા જઈ રહ્યા છે. નવા ફોનની લોન્ચિંગ ઉપરાંત તમને એ ફોન વિશે પણ જાણવા મળશે, જેનું વેચાણ શરુ થઈ રહ્યું છે.

વધુ જુઓ ...
    Latest Smartphones Price List: આજથી મે મહિનો શરુ થઈ રહ્યો છે અને આ મહિનો મોબાઇલ અને ગેજેટ્સની દુનિયામાં ધમાકેદાર રહેશે. મહિનાની શરૂઆતમાં જ્યાં ઘણાં નવા ફોન લોન્ચ (Upcoming Smartphones in May) થવાના છે, ત્યાં કેટલાક ફોનની સેલ પણ શરુ થશે. મેના પહેલા સપ્તાહમાં Vivo અને iQOOના ઘણાં ફોન ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન કેટલાક ધાંસુ સ્માર્ટ ટીવી અને ગેજેટ્સ પણ લોન્ચ થવાના છે.

    અહીં અમે એ ફોન વિશે વિસ્તારથી જણાવશું જે આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે. નવા ફોનની લોન્ચિંગ ઉપરાંત તમને એ ફોન વિશે પણ જાણવા મળશે, જેનું વેચાણ શરુ થઈ રહ્યું છે.

    Vivo T1 સિરીઝના બે નવા સ્માર્ટફોન

    વીવો પોતાની T1 સિરીઝના બે નવા સ્માર્ટફોન Vivo T1 Pro અને Vivo T1 44 Wને 4 મેના દિવસે લોન્ચ કરી રહ્યું છે. આ ફોનની સેલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટના માધ્યમથી કરવામાં આવશે. આ ફોન 66W વાળી ટર્બો ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીની મદદથી આ ફોન ફક્ત 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ જશે.

    આ પણ વાંચો: આવી રહ્યો છે Samsung Galaxy A04s, ઓછા બજેટમાં મળશે શાનદાર ફોન, સ્પેસિફિકેશન્સ થયા લીક

    વીવો ટી1 પ્રો 5જી વિશે પણ અમુક માહિતી સામે આવી છે. આ ફોનમાં Qualcomm Snapdragon 778G 5G મળશે. આ ફોનમાં 8 જીબીની રેમ અને 128 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 64 મેગાપિક્સલનો મેઇન કેમેરા આપવામાં આવશે.

    વીવો ટી1 44W Snapdragon 680 પ્રોસેસર આપવામાં આવે તેવી શક્યતા છે. ફોન 5,000mAhની બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવશે.

    iQOO Neo 6 SE સ્માર્ટફોન

    ચીનની પ્રમુખ ફોન નિર્માતા કંપની iQOO શુક્રવાર, 6 મેના એક લોન્ચ ઇવેન્ટ આયોજિત કરી રહી છે. આ ઇવેન્ટમાં કંપની તેના ઘણાં બધા ડિવાઇસ લોન્ચ કરશે. ઇવેન્ટમાં ખાસ કરીને iQOO Neo 6 SE સ્માર્ટફોન પર ફોકસ રહેશે. કહેવાઈ રહ્યું છે કે આ ફોનમાં 6.62 ઇંચની ફુલ એચડી પ્લસ OLED ડિસ્પ્લે, ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 ચિપસેટ અને Andorid 12 સિસ્ટમ આપવામાં આવશે. ફોનમાં 4,700 mAh ક્ષમતાની બેટરી હશે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

    આ પણ વાંચો: આતુરતાનો અંત! વનપ્લસનો ધાંસુ 5G ફોન થયો લોન્ચ; જાણો Price, Features

    4 મે થી થશે આ ફોનની સેલ

    ટેક્નોનો નવો Tecno Phantom X સ્માર્ટફોન 4 મે થી સેલ માટે ઉપલબ્ધ થશે. 25,999 રૂપિયાની કિંમતના આ ફોનનું વેચાણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર કરવામાં આવશે. આ સ્માર્ટફોનના બેકમાં ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MPનો મેઈન કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને 13MPનો પોર્ટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે.

    રિયલમીનો નવો સ્માર્ટફોન રિયલમી જીટી નિયો 3 (Realme GT Neo 3)ની સેલિંગ 4 મે થી ફ્લિપકાર્ટ પર કરવામાં આવશે. 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે બેઝ વેરિયન્ટની કિંમત 29,999 રૂપિયા અને ટોપ વેરિયન્ટની કિંમત 31,999 રૂપિયા છે.

    POCO M4 5G ફોનને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર 5 મે થી સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનના બેઝ વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે અને ટોપ વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જો તમે એસબીઆઈ કાર્ડથી ફોનનું શોપિંગ કરો છો તો તમને 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Budget smartphone, Gujarati tech news, Mobile and Technology, Poco, Smartphones, Vivo

    આગામી સમાચાર