Home /News /tech /

OnePlusના નવા ફોનથી લઈને 108MP કેમેરાવાળા Realme ફોન સુધી, એપ્રિલમાં આવી રહ્યા છે આ ધમાકેદાર ફોન

OnePlusના નવા ફોનથી લઈને 108MP કેમેરાવાળા Realme ફોન સુધી, એપ્રિલમાં આવી રહ્યા છે આ ધમાકેદાર ફોન

એપ્રિલ 2022માં લોન્ચ થનારા સ્માર્ટફોનની યાદી

Latest Smartphones: સેમસંગ (Samsung), રિયલમી (Realme), ઓપ્પો (Oppo), શિયોમી (Xiaomi) જેવી ઘણી કંપનીઓ એપ્રિલ 2022માં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. જાણો આ મહિને ભારતમાં કયા ફોન દસ્તક આપશે.

    Latest Smartphones: એપ્રિલ માસ શરુ થઈ ગયો છે અને સેમસંગ (Samsung), રિયલમી (Realme), ઓપ્પો (Oppo), શિયોમી (Xiaomi) જેવી ઘણી કંપનીઓ આ મહિને એટલે કે એપ્રિલ 2022માં ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. અહીં અમે કેટલાક એવા ફોનની યાદી તૈયાર કરી છે જે ભારત (India)માં ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જો તમે નવો ફોન ખરીદવા માંગો છો તો તમારે થોડી રાહ જોવી જોઈ લેવી જોઈએ. જુઓ આ મહિને ભારતમાં કયા ફોન દસ્તક આપશે.

    OnePlus Nord CE 2 Lite 5G

    ટ્વિટર ટિપસ્ટર અભિષેક યાદવ અનુસાર, OnePlus Nord CE 2 Lite ને કથિત રીતે BIS સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે. જણાવી દઈએ કે નોર્ડ સીઈ 2 5જી આ વર્ષે 17 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવ્યો હતો.

    Oppo F21 Pro

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, F21 પ્રો સિરીઝ ભારતમાં 12 એપ્રિલે લોન્ચ થશે. સિરીઝમાં બે મોડલ હશે: એક ફક્ત 4G સાથે Oppo F21 Pro અને બીજો Oppo F21 Pro 5G. 4G મોડલ સનસેટ ઓરેન્જ અને કોસ્મિક બ્લેકમાં ઉપલબ્ધ હશે જ્યારે 5G મોડલ રેઈનબો સ્પેક્ટ્રમ અને કોસ્મિક બ્લેકમાં ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો: 7 દિવસની બેટરી લાઈફ, હાર્ટ રેટ ટ્રેકર સાથે Fire-Boltt Ring 2 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો કિંમત

    Poco F4 5G

    Gizmochinaની રિપોર્ટ છે કે Poco F4 5Gની વૈશ્વિક રિલીઝ થાઈ સર્ટિફિકેશન વેબસાઈટ પર ડિવાઇસને જોયા પછી આવી શકે છે. પાછલી ગીકબેન્ચ લિસ્ટિંગ મુજબ, Poco F4 5G એક 5G-એનેબલ સ્નેપડ્રેગન SoC દ્વારા સંચાલિત હશે અને તે Android 12 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલશે.

    Realme 9 4G

    Realme એ ગયા વર્ષે 108-મેગાપિક્સલ કેમેરા સાથે તેના પ્રથમ ફોન તરીકે 8 પ્રો લોન્ચ કર્યો હતો. અફવાઓ મુજબ, Realme 9 4G 16-મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે આવશે, જે સંભવતઃ ડિસ્પ્લે પરના પંચ-હોલની અંદર હશે. ટિપસ્ટર અભિષેક યાદવે Realme 9 4Gનું એક પોસ્ટર ટ્વીટ કર્યું, જેમાં જણાવાયું કે ફોન 90Hz રિફ્રેશ રેટ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે AMOLED ડિસ્પ્લેનો ઉપયોગ કરશે. Realme 9 4Gની રિયર સિસ્ટમ પર 108-મેગાપિક્સેલ કેમેરા હોવાની પુષ્ટિ થઈ છે.

    આ પણ વાંચો: Elon Muskએ પૂછ્યું- ટ્વિટર પર જોઈએ Edit બટન? CEO પરાગ અગ્રવાલે આપ્યો આવો જવાબ

    Realme GT 2 Pro

    આ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen1 ચિપસેટ મળે છે, જે ગ્રાફિક્સ માટે Adreno GPU સાથે આવશે. આ ફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવી શકે છે. આ ફોન Android 12 પર બેસ્ડ Realme UI 3.0 કસ્ટમ સ્કિન આઉટ ઓફ બોક્સ સાથે આવે છે. આ ફોન 7 એપ્રિલ 2022ના લોન્ચ થશે.

    Vivo T1 Pro 5G

    Vivo T1 5G ભારતમાં પહેલેથી જ વેચાણ પર છે, જે Qualcomm Snapdragon 695 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GB સુધીની RAM અને 128GB સ્ટોરેજ છે. તેના ટ્રિપલ કેમેરા રિયર એરેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર છે અને સેલ્ફી કેમેરામાં 16 મેગાપિક્સલનું સેન્સર છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android smartphone, Gujarati tech news, Mobile and Technology, Oneplus, Poco, Realme, Samsung, Vivo

    આગામી સમાચાર