Home /News /tech /Upcoming Electric Cars: જલ્દી લોન્ચ થવા જઈ રહી છે આ ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવા પર ચાલશે 700 km

Upcoming Electric Cars: જલ્દી લોન્ચ થવા જઈ રહી છે આ ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવા પર ચાલશે 700 km

Mercedes EQS આ વર્ષના અંતમાં લોન્ચ થશે.

Upcoming Electric Cars in India: જો તમે પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે અહીં 2022માં ભારતમાં આવનારી ઈલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ.

Upcoming Electric Cars in India: ટાટાએ હાલમાં જ પોતાની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ વર્ષની શરૂઆતમાં, MG એ પણ ફેસલિફ્ટ ZS EV લોન્ચ કરી હતી. હવે ઘણા કાર નિર્માતા આ વર્ષે ભારતીય બજારમાં નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ કંપનીઓમાં Hyundai Motor, Kia India, Volvo Cars India અને Mercedes-Benz India સામેલ છે. આ સિવાય ટાટા મોટર્સ (Tata Motors) વધુ એક ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે.

જો તમે પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે અહીં 2022માં ભારતમાં આવનારી ઈલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ.

Kia EV6

Kia આ મહિનાના અંતમાં તેની ઇલેક્ટ્રિક કાર EV6 મોડલ માટે બુકિંગ શરૂ કરી શકે છે. Kia ટૂંક સમયમાં EV6 ની લોન્ચ ટાઈમલાઇનની જાહેરાત કરશે, જે CBU રૂટ દ્વારા લાવવામાં આવશે. કાર નિર્માતાના ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (e-GMP) પર આધારિત EV6 ઇલેક્ટ્રિક SUV હાલમાં યુરોપિયન બજારોમાં ઉપલબ્ધ છે. ટોપ-સ્પેક જીટી વેરિઅન્ટ ડ્યુઅલ ઇલેક્ટ્રિક ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે. Kia EV6 એક વાર ચાર્જ કરવા પર 425 કિમીની રેન્જ આપે છે.

આ પણ વાંચો: 28 દિવસ સુધી ડેઇલી 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ વાળો Airtelનો સસ્તો પ્લાન, જાણો કિંમત

Hyundai Ioniq 5

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ Ioniq 5 ઇલેક્ટ્રિક ક્રોસઓવરને તેની સત્તાવાર વેબસાઇટ પર પહેલેથી જ લિસ્ટ કરી દીધી છે. કોરિયન કાર નિર્માતાએ અગાઉ કહ્યું હતું કે Ioniq 5 આ વર્ષના બીજા ભાગમાં ભારતીય બજારોમાં ટકરાશે. નવી Ioniq 5 ભારતમાં 2028 સુધીમાં છ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની કંપનીની યોજનાના ભાગ રૂપે બહાર આવશે. તે દેશમાં CKD મોડલ તરીકે લોન્ચ કરવામાં આવશે અને તે ફર્મના ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર આધારિત હશે.

Volvo XC40 Recharge

વોલ્વો કાર્સ ઈન્ડિયાએ ઓફિશિયલ જાહેરાત કરી છે કે તે આ વર્ષે જુલાઈમાં ભારતમાં XC40 રિચાર્જ લોન્ચ કરશે. ઇલેક્ટ્રિક એસયુવીનું લોન્ચિંગ ગયા વર્ષે થવાનું હતું, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. વાહનનું બુકિંગ આવતા મહિનાથી શરૂ થવાની શક્યતા છે. Volvo XC40 રિચાર્જ એક વખતના ચાર્જ પર 400 કિમીથી વધુની રેન્જ ઓફર કરશે. આ સિવાય આ કાર 4.7 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે.

આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો પોતાની કારનું ધ્યાન, ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

Mercedes EQS

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા EQC પછી બીજી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. તે આ વર્ષના અંતમાં લોન્ચ થઈ શકે છે. Mercedes EQS ગ્લોબલ માર્કેટમાં 107.8 kWh બેટરી પેક સાથે ઉતારવામાં આવી છે. આ કારની રેન્જ 700 કિમી છે. તે માત્ર 4.5 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

Tata Altroz EV

Tata Motors પણ આ વર્ષના અંતમાં Altroz ​​હેચબેકનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે. ટાટા પહેલાથી જ પુષ્ટિ કરી ચૂક્યું છે કે Altroz ​​EV પર કામ ચાલી રહ્યું છે. Altrozનું EV વેરિઅન્ટ સૌપ્રથમવાર 2019માં ઓટો શો દરમિયાન શોકેસ કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Auto, Auto news, Electric car, Electric cars, EV, Gujarati tech news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો