Home /News /tech /Upcoming CNG Cars: કાર ખરીદવાનો પ્લાન હોય તો જોઈ લો થોડી રાહ, જલ્દી આવશે આ 5 CNG કાર, ફીચર્સ પણ છે જોરદાર
Upcoming CNG Cars: કાર ખરીદવાનો પ્લાન હોય તો જોઈ લો થોડી રાહ, જલ્દી આવશે આ 5 CNG કાર, ફીચર્સ પણ છે જોરદાર
નવી બલેનો સીએનજીની કાર્યક્ષમતા 30km/kg હોવાની શક્યતા છે.
Upcoming CNG Cars in India: જો તમે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો અમે તમને એ સીએનજી કાર વિશે જણાવી રહ્યા છીએ જે બહુ જલ્દી લોન્ચ થવાની છે. આ કારના ફીચર્સ પણ દમદાર છે અને ઓછી કિંમતમાં વધુ માઇલેજ પણ મળે છે.
Upcoming CNG Cars in India: પેટ્રોલ-ડીઝલની કિંમતો વધ્યા બાદ સીએનજી કાર (CNG Cars India)ની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઇ જેવી કાર નિર્માતા કંપનીઓ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવામાં લાગી ગઈ છે. જો તમે પણ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો અમે તમને એ સીએનજી કાર વિશે જણાવી રહ્યા છીએ જે બહુ જલ્દી લોન્ચ થવાની છે. આ કારના ફીચર્સ પણ દમદાર છે અને ઓછી કિંમતમાં વધુ માઇલેજ પણ મળે છે.
1. Maruti Suzuki Baleno CNG
મારુતિ સુઝુકીએ તાજેતમાં ભારતીય માર્કેટ માટે બલેનોનું અપડેટેટ વર્ઝન 6.35 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યું હતું. આ કાર 1.2-લિટર પેટ્રોલ એન્જિનની ક્ષમતા ધરાવે છે જેની ફ્યુઅલ કાર્યક્ષમતા મેન્યુઅલ માટે 22.35 kmpl અને ઓટોમેટિક માટે 22.94 kmpl છે. જો કે, મારુતિ સુઝુકી સીએનજી વેરિઅન્ટને લોન્ચ કરીને ટૂંક સમયમાં રજૂ કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્લાન બનાવી રહી છે.
બલેનો CNG એ કંપનીના પ્રીમિયમ નેક્સા આઉટલેટ્સ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રથમ CNG કાર હશે. બલેનો સીએનજીમાં એ જ 1.2 L NA પેટ્રોલ એન્જિન હશે જે 89 PS મહત્તમ પાવર અને 113 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. જો કે, સીએનજી મોડમાં પાવર અને ટોર્ક આઉટપુટ ઘટીને 77 PS અને 98.5 Nm થઈ જશે. 2022 બલેનો મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવે છે, જ્યારે સીએનજી વેરિઅન્ટ માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે રજૂ થશે. નવી બલેનો સીએનજીની કાર્યક્ષમતા 30km/kg હોવાની શક્યતા છે.
અત્યારે 2022 મારુતિ સુઝુકી બલેનોની કિંમત 6.35 લાખ રૂપિયાથી 9.49 લાખ રૂપિયા છે. જો કે, હેચબેકના સીએનજી વેરિઅન્ટની કિંમત લગભગ 8.4 લાખ રૂપિયા (તમામ કિંમતો, એક્સશોરૂમ)થી શરુ થઈ શકે છે.
2. Maruti Swift CNG
મારુતિ સુઝુકી સ્વિફ્ટ ભારતીય બજારમાં શરૂઆતથી જ દેશમાં સૌથી વધુ વેચાતી હેચબેક છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ હતી, પરંતુ BS6 નોર્મ્સને લીધે હવે તે માત્ર પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
ડીઝાયર સીએનજીની જેમ જ, મારુતિ સુઝુકી સ્વિફ્ટ સીએનજી 1.2L ડ્યુઅલજેટ K12C પેટ્રોલ એન્જિન સાથે ફેક્ટરી-ફિટેડ CNG કિટ સાથે આવશે. CNG વેરિઅન્ટમાં આ એન્જિન 76 bhp પાવર અને 96 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન ઓપ્શનમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલનો સમાવેશ થાય છે.
ફીચર્સની વાત કરીએ તો, સ્વિફ્ટ 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, એલઇડી હેડલેમ્પ્સ અને ટેલલાઇટ્સ, પુશ-બટન ઇગ્નીશન/સ્ટોપ, રિયર પાર્કિંગ કેમેરા, EBD સાથે ABS, ફ્રન્ટમાં બે એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર અને ક્લાઇમેટ કંટ્રોલ હશે.
3. Vitara Brezza CNG
મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. વિટારા બ્રેઝા શરૂઆતમાં ફિયાટ-સોર્સ્ડ 1.3 લિટર મલ્ટી-જેટ ડીઝલ સાથે ઉપલબ્ધ હતી, પરંતુ ફેસલિફ્ટના આગમન સાથે ડીઝલ મોટરે પેટ્રોલ એન્જિન માટે રસ્તો બનાવ્યો. જો કે, ટૂંક સમયમાં ફેસલિફ્ટ સાથે કંપની CNG વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે.
ન્યુ જેન વિટારા બ્રેઝાના ટેસ્ટ મ્યુલ પરથી જાણવા મળ્યું છે કે સ્ટાઇલના મામલે તે મારુતિ સુઝુકીની લેટેસ્ટ ડિઝાઈન લેન્ગ્વેજને ફોલો કરીને તેના સ્ક્વેર ઓફ અને એસયુવી સ્ટાન્સને જાળવી રાખશે.
મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા CNG ફેક્ટરી-ફિટેડ CNG કિટ સાથે 1.5L પેટ્રોલ એન્જિન સાથે આવે તેવી અપેક્ષા છે. આ પેટ્રોલ એન્જિન 103 bhp પાવર અને 138 Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, CNG મોડમાં SUV 91 bhpનો પીક પાવર અને 122 Nm ટોર્ક આપશે.
ટાટા મોટર્સે તાજેતરમાં અલ્ટ્રોઝનું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે અને તે ટૂંક સમયમાં જ સીએનજીમાં આ કાર લોન્ચ કરી શકે છે. રિપોર્ટ મુજબ, તેનું લોન્ચિંગ ટૂંક સમયમાં થવાની શક્યતા છે.
સીએનજી વેરિઅન્ટ 1.2L એસ્પિરેટેડ 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે કામ કરશે જે હાલમાં 86 bhp પાવર અને 113 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. જો કે, CNG મોડમાં પાવર અને ટોર્ક આઉટપુટ ઘટીને 72 bhp અને 95 Nm ટોર્ક થવાની શક્યતા છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં ફક્ત 5-સ્પીડ મેન્યુઅલનો સમાવેશ થાય છે.
Altrozની એક્સટીરિયર ડિઝાઈનમાં તેના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટની સરખામણીમાં કોઈ ફેરફાર થશે નહીં. ફીચર્સની વાત કરીએ તો તે Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી, ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ આઉટલેટ અને હાઈટ-એડજસ્ટેબલ સીટ સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મેળવે છે. ટાટા માટે સલામતી હંમેશા પ્રાથમિકતા રહી છે, અને અલ્ટ્રોઝ CNG ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, ફ્રન્ટમાં ડ્યુઅલ એરબેગ્સ, કેમેરા સાથે રિયર પાર્કિંગ સેન્સર્સ, ABS અને EBD સાથે આવશે.
ટાટા અલ્ટ્રોઝ ત્રણ પાવરટ્રેન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે જેમાં 1.2L નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ મોટર, 1.2 લિટર ટર્બો-પેટ્રોલ મોટર અને 1.5 લિટર ટોર્કી ડીઝલ એન્જિન છે જે 90 bhp પાવર અને 200 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
5. Tata Punch CNG
આ લિસ્ટમાં અન્ય ટાટા માઇક્રો એસયુવી ટાટા પંચ છે. ટાટા મોટર્સે ફેબ્રુઆરી 2022માં ટિયાગો સીએનજી અને ટિગોર સીએનજી લોન્ચ કરીને સીએનજી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં સીએનજી સંચાલિત પંચ પણ લોન્ચ થઈ શકે છે.
ટાટા પંચને 1.2લિટર, ત્રણ સિલિન્ડર, નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 6000 RPM પર 86 bhp જનરેટ કરે છે અને 3300 RPM પર મહત્તમ 113 Nm ટોર્ક આપે છે. તે AMT યુનિટ તરીકે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. CNGના સમાવેશ સાથે, પાવર અને ટોર્ક આઉટપુટ ઘટીને 72 bhp અને 95 Nm ટોર્ક થવાની શક્યતા છે.
ફીચર્સની વાત કરીએ તો તેમાં પંચ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED DRLs, LED ટેલલાઇટ્સ, 16 ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ, સેમિ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (7-ઇંચ MID સાથે) ઉપરાંત 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, રિયર પાર્કિંગ કેમેરા, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, કૂલ્ડ ગ્લવ બોક્સ, પડલ લેમ્પ્સ વગેરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર