Home /News /tech /ભારતમાં જૂન 2022માં લૉન્ચ થવા જઈ રહી છે એકથી એક જોરદાર કાર, અહીં જુઓ આખી યાદી
ભારતમાં જૂન 2022માં લૉન્ચ થવા જઈ રહી છે એકથી એક જોરદાર કાર, અહીં જુઓ આખી યાદી
Kia ઇન્ડિયા 2 જૂને ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવા જઈ રહી છે.
Upcoming Cars in June 2022: મારુતિ સુઝુકી જૂનના અંત સુધીમાં તમામ નવી બ્રેઝા લૉન્ચ કરી શકે છે. આ વખતે કંપની તેને Vitara નામ છોડીને માત્ર Brezza નામથી જ લૉન્ચ કરશે.
Upcoming Cars in June 2022: જૂન 2022 ભારતીય કાર માર્કેટ માટે જોરદાર સાબિત થવાનું છે. દેશમાં લૉન્ચ થનારી મોટાભાગની કાર્સ SUV અને ક્રોસઓવર છે જેથી એ સ્પષ્ટ છે કે ભારતમાં ગ્રાહકો વચ્ચે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજે અમે તમને એવી 5 કાર વિશે જણાવી રહ્યા છીએ, જે આગામી જૂનમાં લૉન્ચ થવાની છે. તેમાં કોમ્પેક્ટથી લઇને ફુલ સાઇઝ SUV અને ઇલેક્ટ્રિક ક્રોસઓવર સામેલ છે.
Kia EV6
Kia ઇન્ડિયા 2 જૂને ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવા જઈ રહી છે. EV6 ચાર વેરિઅન્ટ લાઈટ, વિન્ડ, જીટી લાઈન અને જીટીમાં લૉન્ચ થઈ શકે છે. આ કારમાં 58kWh અથવા 77.4kWhની બેટરી મળી શકે છે. માનવામાં આવે છે કે તે ભારતમાં મોટા બેટરી પેક સાથે લૉન્ચ કરવામાં આવશે. આ કારમાં 320bhp પાવર અને 605Nm ટોર્ક મળે છે. Kia EV6માં 500kmની રેન્જ મળશે.
જર્મન કાર નિર્માતા Volkswagen તેની નવી આવનારી પ્રીમિયમ સેડાન વર્ટસની કિંમત 9 જૂને સત્તાવાર રીતે જાહેર કરશે. વર્ટસ એ ભારત 2.0 પ્રોજેક્ટ હેઠળ કાર નિર્માતાનું બીજું ઉત્પાદન છે અને તે MQB A0 IN પ્લેટફોર્મ પર આધારિત છે. તે 4,561 મિમી લંબાઈ વાળી સેગમેન્ટની સૌથી લાંબી કાર છે અને તેના સેગમેન્ટમાં 521 લિટર સાથે સૌથી મોટી બૂટ સ્પેસ છે. આ કારમાં 1.5-લિટર TSI EVO એન્જિન સાથે એક્ટિવ સિલિન્ડર ટેક્નોલોજી (ACT) જોવા મળશે. તેમાં 1.0-લિટર TSI એન્જિનનો વિકલ્પ પણ મળશે.
Hyundai Venue facelift
Hyundai પણ અપડેટ Brezza પછી તરત જ વેન્યૂનું અપડેટેડ મોડલ લૉન્ચ કરી શકે છે. જો કે તેની તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. વેન્યૂ સબ-કોમ્પેક્ટ એસયુવી તેની કેટેગરીમાં સૌથી વધુ વેચાતા મોડલ પૈકીની એક છે. SUV, જે વૈશ્વિક બજારો માટે પહેલેથી જ ડેવલપ કરવામાં આવી છે. તેને મિડ જૂનમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં જ તેને કાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે.
મારુતિ સુઝુકી જૂનના અંત સુધીમાં તમામ નવી બ્રેઝા લૉન્ચ કરી શકે છે. આ વખતે કંપની તેને Vitara નામ છોડીને માત્ર Brezza નામથી જ લૉન્ચ કરશે. નવી 2022 મારુતિ સુઝુકી બ્રેઝાને આકર્ષક બનાવવા માટે કેટલાક બાહ્ય અપડેટ કરવામાં આવ્યા છે. આ સિવાય SUVમાં ઘણા નવા ફીચર્સ અને વધુ પાવરફુલ એન્જિન જોવા મળશે.
Mahindra Scorpio-N
મહિન્દ્રાએ હાલમાં જ નવી સ્કોર્પિયો લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. તેને સ્કોર્પિયો એન નામ આપવામાં આવ્યું છે. કંપની 27 જૂને આના પરથી પડદો ઉઠાવી શકે છે. હાલમાં જ કંપનીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. સ્કોર્પિયો Nમાં થાર અને XUV700 જેમ 2.0-લિટર mStallion ટર્બો-પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર mHawk ટર્બો-ડીઝલ એન્જિન જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર