4G બાદ હવે આવશે 5G સ્માર્ટફોન! જાણો શું હશે ખાસિયત

News18 Gujarati
Updated: June 10, 2019, 3:55 PM IST
4G બાદ હવે આવશે 5G સ્માર્ટફોન! જાણો શું હશે ખાસિયત
પ્રતિકાત્મક તસવીર

આ ટેક્નોલોજી આવવાથી વિજ્ઞાન અને તકનીકકી ક્ષેત્રમાં એક નવા યુગનો આરંભ થશે

  • Share this:
5G ટેક્નોલોજીને ળઈ એક વખત ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક દેશોમાં તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ચીને તેના કોમર્શિયલ ઉપયોગને લીલી ઝંડી પણ આપી દીધી છે. ત્યારબાદ ભારતમાં પણ આ ટેકનિકને લઈ કવાયદ શરૂ થઈ ગઈ છે. આ ટેક્નોલોજી આવવાથી વિજ્ઞાન અને તકનીકકી ક્ષેત્રમાં એક નવા યુગનો આરંભ થશે. હાલમાં જ થોડા મહિના પહેલા સેમસંગે પોતાનો પહેલો 5G સ્માર્ટ ફોન સાઉથ કોરિયામાં લોન્ચ કર્યો હતો, સેમસંગ સિવાય ચિપસેટ નિર્માતા કંપની ક્વોલકમ અને હુવાવે જેવી કંપનીઓ પણ 5Gને લઈ કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકાર પ્રસાદે સોમવારે પદ ગ્રહણ કર્યા બાદ કહ્યું કે, અમારૂ પહેલુ લક્ષ્ય 100 દિવસની અંદર દેશમાં 5Gની ટ્રાયલ શરૂ કરવાનું છે. તેમણે કહ્યું કે, સરકાર આ વર્ષે 5G સ્પેકટ્રમની હરાજી કરવા પ્રતિબદ્ધ છે.

5G કેમ છે 4G અને આગળની તકનીક કરતા જબરદસ્ત

વારંવાર 5Gની વાત સાંભળી મનમાં પ્રશ્ન થાય છે કે, આખરે આનાથી શું ફાયદો થશે. તમેન જણાવી દઈએ કે, 1G ટેક્નોલોજી 1980માં લોન્ચ થઈ હતી. આ ફર્સ્ટ જનરેશન વાયરલેસ તકનીક હતી જે માત્ર વોઈસ કોલને સપોર્ટ કરતી હતી. ત્યારબાદ 1991માં 2G ટેક્નોલોજી આવી. તેમાં વોઈસ કોલની સાથે-સાથે ટેક્સ્ડ મેસેજ પણ મોકલી સકાતો હતો.

1998માં 3G નેટવર્ક આવ્યું. તેમાં ડેટા ટ્રાંસમિશનની સ્પીડ સારી હતી. તેમાં વીડિયો કોલિંગ સાથે-સાથે ઈન્ટરનેટ એક્સેસ કરવાનું પણ સંભવ થયું. ત્યારબાદ 2008માં આવી 4G ટેક્નોલોજી તેની સ્પીડ 1Gbps હતી.

હવે આવનારી 5G ટેક્નોલોજીમાં ડેટાનો રેટ ઘણો ફાસ્ટ હશે. બતાવવામાં આવી રહ્યું છે કે, તેમાં ડેટા રેટ 4Gની તુલનામાં 100 ગણી વધારે હશે. તેનો મતલબ છે કે, 5G કનેક્શન પર ડાઉનલોડ સ્પીડ 2.5 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની હશે, જ્યારે અપલોડ સ્પીડ 1.25 ગીગીબાઈટ પ્રતિ સેકન્ડ હશે. તેને આ રીતે સમજીએ તો, માની લો કે 3 જીબીની મૂવી ડાઉનલોડ કરવા માંગો છો તો જો તેને 3જી નેટવર્ક પર ડાઉનલોડ કરીએ તો, તે મૂવી 1.8 કલાકમાં ડાઉનલોડ થશે. જો તેને 4જી પર ડાઉનલોડ કરવામાં આવે તો, 40 મિનીટ લાગશે. અને જો હવે 5G પર તેને ડાઉનલોડ કરવામાં આવશે તો, તે માત્ર 35 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
Loading...

શું છે 5Gના ફાયદા
- બેટરીની ખપત ઘટી જશે. જેના કારણે બેટરીની લાઈફ ખુબ વધી જશે.
- નેટવર્કની એનરજી 90 ટકા સુધી ઘટી જશે
- કેટલીએ ડિવાઈસને એક સાથે જોડી શકાશે
- લાંબી દૂરી સુધી પણ હાયર સ્પીડ ડેટાને મોકલી શકાશે
- 3 કલાકની એચડી મૂવી 1 મિનીટથી પણ ઓછા સમયમાં ડાઉનલોડ કરી શકાશે.
- તેની મદદથી ઘરની સિક્યોરિટી સિસ્ટમને ચલાવી શકાશે
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...