આગામી ચાર વર્ષમાં શરૂ થઇ જશે 5G સેવા, ન્યૂ ટેલિકોમ પોલિસીને મળી મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ન્યૂ ટેલિકોમ પોલિસી (નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018 અથવા NDCP)ને મંજૂરી આપી દીધી છે.

 • Share this:
  કેન્દ્રીય કેબિનેટે બુધવારે ન્યૂ ટેલિકોમ પોલિસી (નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018 અથવા NDCP)ને મંજૂરી આપી દીધી છે. ન્યૂ ટેલિકોમ પોલિસી અંતર્ગત દેશમાં 5G સેવા આગામી વર્ષ 2022 સુધી શરૂ થઇ જશે. પોલિસી લાગુ થયાના વર્ષ 2022 સુધી ટેલિકોમ સેક્ટરમાં 40 લાખ નવી નોકરીઓ મળશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન પોલિસી 2018નો ડ્રાફ્ટ ઇશ્યૂ કર્યો હતો. નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન્સ પોલીસ 2018માં દરેકને 50mbps સ્પીડની સાથે બ્રોડબેન્ડ સેવા પહોંચાડવાનો ટાર્ગેટ છે.

  GDPમાં ટેલિકોમ સેક્ટરની ભાગીદારી વધારવાનું લક્ષ્ય

  કેન્દ્ર સરકાર ન્યૂ ટેકિકોમ પોલિસીથી દેશમાં જીડીપીમાં સેક્ટરની ભાગીદારી વધારીને 8 ટકા કરવા માંગે છે. 2017માં ટેલિકોમ સેક્ટરની જીડીપીમાં છ ટકા ભાગીદારી હતી. ન્યૂ ટેલિકોમ પોલિસીથી 100 અરબ ડોલરનું રોકાણ આકર્ષિત કરવાનું લક્ષ્ય છે. ન્યૂ ટેલિકોમ પોલિસીને આ વર્ષે જુલાઇમાં ટેલિકોમ કમિશને મંજૂરી આપી દીધી છે.

  સરકાર ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના આઇસીટી ડેવલોપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતને ટોપ 50 દેશોમાં લાવવા માંગે છે. પોલિસીના ડ્રાફ્ટ પ્રમાણે એનડીસીપી 5G અને ઓપ્ટિકલ ફાઇબર જેવી મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગથી વ્યાજબી ભાવ ઉપર દેશભરમાં હાઇસ્પીડ વાળું બ્રોડબેન્ડની પહોંચ વધારવા ઉપર ફોકસ છે.
  Published by:ankit patel
  First published: