Home /News /tech /

તમારા ફોનમાં ચેક કરી લો, આ 151 એપ્સમાંથી એકપણ ઇન્સ્ટોલ કરી હોય તો તરત હટાવી દો, જુઓ કઇ-કઇ છે

તમારા ફોનમાં ચેક કરી લો, આ 151 એપ્સમાંથી એકપણ ઇન્સ્ટોલ કરી હોય તો તરત હટાવી દો, જુઓ કઇ-કઇ છે

જો તમે એક સ્માર્ટફોન (Smartphone)વાપરો છો તો તમે દરેક સમયે કોઇના કોઇ ખતરામાં રહો છો (પ્રતિકાત્મક તસવીર)

tech news- ઘણી વખત તો ખતરો એવો હોય છે તમને ખબર પણ પડતી નથી અને આ એપ્સ તમને ચૂનો લગાડી દેશે

  નવી દિલ્હી : જો તમે એક સ્માર્ટફોન (Smartphone)વાપરો છો તો તમે દરેક સમયે કોઇના કોઇ ખતરામાં રહો છો. જરૂરી નથી કે સારો અને મોંઘો સ્માર્ટફોન વાપરનાર લોકો આ ખતરાથી દૂર હોય. એવી ઘણી બધી એપ્લિકેશન (Application)છે જે તમને હંમેશા નિશાના પર રાખે છે. આવી એપ્સમાં તમારા ખિસ્સામાંથી પૈસા કાઢવાની ક્ષમતા પણ છે. તમે કોઇ ઇમેલ મેળવો છો કે કોઇ ટેક્સ્ટ મેસેજ તમારી પાસે આવે કે કોઇ એપ ડાઉનલોડ (App download)કરો છો તો તેમાં ખતરો બની શકે છે. ઘણી વખત તો ખતરો એવો હોય છે તમને ખબર પણ પડતી નથી અને આ એપ્સ તમને ચૂનો લગાડી દેશે.

  Avast નો ચોંકાવનારો રિપોર્ટ

  સાઇબર સિક્યોરિટી સોફ્ટવેર કંપની અવાસ્ટનો (Avast)હાલમાં જ આવેલો એક રિપોર્ટ લોકોને ચેતવી રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં અલ્ટિમા એસએમએસ (UltimaSMS)નામના સ્કેમ પર કામ કરી રહી હતી. કંપનીએ જાણ્યું કે 151 એપ્સ એવી છે જે પ્રીમિયમ SMS સ્કેમ કેમ્પેઇનનો ભાગ છે. કંપનીએ એ પણ જોયું કે એપ્સ પોતાને એક ઉપયોગી ટૂલ તરીકે રજુ કરે છે. જેવી કે ફોટો એડિટર, ગેમ્સ માટે કેમેરા ફિલ્ટર કે ક્યૂ આર કોડ (QR Code) સ્કેનર વગેરે. તેનો ઉદ્દેશ્ય યૂઝરને મોંઘી SMS સર્વિસ માટે સાઇન અપ કરાવવાનો હોય છે. આ બધુ એટલા થોડા સમયમાં બને છે કે જ્યારે તમે સમજો ત્યાં સુધી તમારા પૈસા જતા રહે છે.

  આ પણ વાંચો - અમદાવાદ : ચા વાળો બની ગયો ખંડણીખોર, વેપારીઓ, પોલીસ પાસેથી પૈસા પડાવી ખરીદી BMW

  જો તમે કોઇ અલ્ટિગા એસએમએસની એપ ઇન્સ્ટોલ કરી છે તો આ એપ તમને તે સમયે ફોનની લોકેશન, આઈએમઈઆઈ (IMEI)અને ફોન નંબર વાંચે છે. જેથી જાણી શકાય કે તમે કયા દેશથી છો અને તમારી ભાષા શું છે. જ્યારે તમે આ એપ ખોલશો તો તમને સ્ક્રીન પર પોતાની જ ભાષામાં એક મેસેજ મળશે. જેમાં તમારે તમારો ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસ નાખવા માટે કહેવામાં આવશે. જેવી તમે જાણકારી સબમિટ કરશો તો તમને પ્રીમિયમ એસએમએસ સર્વિસ માટે લાઇનઅપ કરી લેશે. જેની કિંમત લગભગ $40 પ્રતિ મહિના હશે. તેની આગળ તમને સબ્સક્રિપ્શન કે ઘણા બીજા ઓપ્શન આપવામાં આવશે કે પછી એપ કામ કરવાનું બંધ કરી દેશે. આ પછી સ્કેન સર્વિસ તરફથી દર મહિને કે પછી દર સપ્તાહે તમારી પાસે પૈસા વસુલ કરશે.

  આ પ્રકારની એપ્સ હાલના સમયે ઘણા લોકો માટે પરેશાનીનો વિષય બની ગઈ છે. આ એપ્સ કોઇને પણ લૂંટવાની ક્ષમતા રાખે છે. જ્યારે તમે કોઇપણ એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમે પોતાના ફોન પર કેટલું ધ્યાન રાખો છો? ઘણું ઓછું પણ તમારે આ પ્રકારની એપછી બચીને રહેવું જોઈએ.

  આ પણ વાંચો - પતિ જોતો હતો અશ્લિલ ફિલ્મ, રાત્રે કોલ ગર્લ્સ સાથે પણ વાત કરતો, પત્નીએ રોક્યો તો આપી આવી સજા

  મોટા પ્લેટફોર્મ્સ પર ચાલે છે જાહેરાત

  આ પ્રકારના સ્કેમ્સનો ધંધો કેટલો મોટો છે તે તમે એ વાતથી સમજી શકો છો કે આ એપ્સની જાહેરાત મોટા-મોટા પ્લેટફોર્મ પર ચાલે છે. ફેસબુક, ઇંસ્ટાગ્રામ, ટિકટોક અને અન્ય ઘણા પ્લેટફોર્મ્સ પર તેની જાહેરાતો જોવા મળે છે. જોકે મીડિયા નેટવર્ક આ પ્રકારના સ્કેમ્સને પકડી શકતા નથી. જોકે તમારે કોઇપણ એપ ડાઉનલોડ કરતા પહેલા જરૂર જાણી લેવું જોઈએ.

  ગુગલ પ્લે સ્ટોરથી હટાવી એપ્સ

  જો તમે વિચારી રહ્યા હોય કે કઇ એપને જુવે અને કઇ નહીં તો આ ચિંતા ફક્ત તમારી જ નથી. તમારી સાથે હજારો લોકો આ ચિંતાઓ સાથે પરેશાન છે. અમે અહીં તમને કેટલીક મોસ્ટ કોમન ફેક એન્ડ્રોઇડ એપ્સ વિશે બતાવી રહ્યા છીએ જેમને મોટાભાગના લોકો ઇન્સ્ટોલ કરે છે.

  Ultima Keyboard 3D Pro
  VideoMixer Editor Pro
  FX Animate Editor Pro
  Battery Animation Charge 2021
  Dynamic HD & 4K Wallpapers
  RGB Neon HD Keyboard Background
  AppLock X FREE
  NewVision Camera
  Ultra Camera HD
  Wi-Fi Password Unlock
  Wi-Fi Around: All Wi-Fi and Hotspots Unlock
  Colorful Call Screen & Phone Flash
  Waterdrinker Reminder
  GT Sports Racing Online
  Magic Fonts and Keyboard 2021
  All Language Photo and Voice Translator Al
  Crime City: Revenge
  Reface Ultra
  Projector HD/AR Video Editor
  LivePhoto Animator
  Ludo Masterpiece Online
  Mobile Scanner Pro: PDF Scanner App, Scan to PDF
  Magic Mix Cut – Super Video Editor
  Future Scanner FREE 2021
  Pro Video Downloader 2021
  Football Masters 2021
  New Body Shape Editor
  Call Voice Recording 2.0
  Pro Tuber Ad Blocker for Video
  Fitness Ultimate 2021
  Wallpaper XYZ Pro

  જો તમે બધી લિસ્ટ જોવા માંગો છો તો આ લિંક પર જઈને ચેક કરી શકો છો- Full list of UltimaSMS Scam
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Tech, એપ્સ, સ્માર્ટફોન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन