Home /News /tech /

UMANG App: મોબાઈલથી UMANG એપ મારફતે ઉપાડી શકો છો એડવાન્સ PF, EPFOએ જણાવી પ્રોસેસ

UMANG App: મોબાઈલથી UMANG એપ મારફતે ઉપાડી શકો છો એડવાન્સ PF, EPFOએ જણાવી પ્રોસેસ

ઉમંગ એપ

UMANG App: અમુક કિસ્સામાં તમે પીએફ ખાતામાં જમા રકમને ઉપાડી શકો છો. આ માટે તમે ઉમંગ એપ્લિકેશનની પણ મદદ લઈ શકો છો. એપ મારફતે હવે પીએફ ખાતામાંથી એડવાન્સ રકમ ઉપાડી શખો છો. જાણીએ સરળ રીત.

    મુંબઇ. EPFO Alert : દેશ હાલ કોરોનાની ત્રીજી લહેરનો સામનો (Coronavirus third wave) કરી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સ્વાસ્થ્ય (Health) ખર્ચને પહોંચી વળવા માટે નોકરિયાત વર્ગને વધારે રકમની જરૂર પડી શકે છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નાણાકીય બોજને ઓછો કરવા માટે નાણાકીય સંકટ (Financial crisis)નો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે EPFO તરફથી ગત વર્ષે પીએફની જમા રકમમાંથી એડવાન્સ રકમ ઉપાડવાની છૂટ (PF withdrawal) આપી હતી. તમે આ રકમ UMANG મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ ઉપાડી શકો છે. એપની મદદથી પૈસા ઉપાડવાની સરળ રીત જાણીએ.

    ઈપીએફઓની ઉમંગ એપ મારફતે કેવી રીતે એડવાન્સ રકમ ઉપાડશો:

    સ્ટેપ 1: ઉમંગ એપમાં Login કરો.

    સ્ટેપ 2: ઈપીએફઓ પસંદ કરો.

    સ્ટેપ 3: Employee Centric Services પસંદ કરો.

    સ્ટેપ 4: Raise Claim વિકલ્પ પસંદ કરો.

    સ્ટેપ 5: તમારા UANની વિગત દાખલ કરો અને તમારા ખાતામાં Login માટે વન-ટાઇમ પાસવર્ડ મેળવવા માટે Get OTP પર ક્લિક કરો.

    સ્ટેપ 6: ઓટીપી દાખલ કરો અને Login પર ક્લિક કરો. જે બાદમાં તમારા બેંક ખાતાના અંતિમ ચાર આંકડા દાખલ કરો અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી સભ્ય આઈડી પસંદ કરો. આઈડી પસંદ કર્યાં બાદ 'Proceed for claim' પર ક્લિક કરો.

    સ્ટેપ 7: તમારે તમારું સરનામું દાખલ કરવું પડશે. યોગ્ય જાણકારી દાખલ કર્યા બાદ Next પર ક્લિક કરો.

    સ્ટેપ 8: ચેકની તસવીર અપલોડ કરો. તમામ વિગત દાખલ કર્યાં બાદ તમારો ક્લેઇમ ફાઇલ થઈ જશે.

    વ્યાજ જમા થયું કે નહીં ચેક કરો:

    ઉમંગ એપની મદદથી તમે પૈસા ઉપાડવા સિવાય વ્યાજની રકમ જમા થઈ કે નહીં તેની પણ તપાસ કરી શકો છો. ઉમંગ એપ ઉપરાંત અન્ય રીતે પણ તમે આ કામ કરી શકો છો.

    આ પણ વાંચો: શું તમે તમારો UAN નંબર ભૂલી ગયો છો? આ સરળ સ્ટેપ્સ દ્વારા ઘરે બેઠા જ જાણો

    1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો

    જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

    2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

    તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

    આ પણ વાંચો: ખાતાધારકોને મોટી રાહત, 31 ડિસેમ્બર પછી પણ જોડી શકશો ઇ-નોમિનીનું નામ

    3) ઉમંગ એપની મદદથી ચેક કરો

    EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

    >> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

    >> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

    >> હવે View Passbook પર ક્લિક કરો

    >> પાસબુક જોવા માટે UANથી Login કરો

    4) વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

    તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: App, Epfo, PF, ટેકનોલોજી

    આગામી સમાચાર