Home /News /tech /Self-driving Bus: સ્કોટલેન્ડની સડકો પર દોડી UKની પહેલી સેલ્ફ ડ્રાઇવિંગ બસ, જલ્દી લોકો પણ કરી શકશે મુસાફરી
Self-driving Bus: સ્કોટલેન્ડની સડકો પર દોડી UKની પહેલી સેલ્ફ ડ્રાઇવિંગ બસ, જલ્દી લોકો પણ કરી શકશે મુસાફરી
CAVફોર્થ પ્રોજેક્ટ હેઠળ ચાલતી આ બસ સર્વિસને સ્કોટિશ સરકાર તરફથી પણ મદદ મળી રહી છે. (Image credit- Twitter/FusionProc)
UK Self-driving Bus: મુસાફરો માટે સર્વિસ શરૂ થયા પછી, આ બસ 36 લોકોને 22 કિમી સુધીની સર્વિસ ઓફર કરશે. દર અઠવાડિયે લગભગ 10,000 મુસાફરોને તેમના નિર્ધારિત સ્થાને પહોંચાડવામાં આવશે.
UK Self-driving Bus: યુકે (UK)ની પહેલી સેલ્ફ-ડ્રાઇવિંગ બસે સોમવારે સ્કોટલેન્ડ (Scotland)માં રોડ ટ્રાયલ શરૂ કર્યું. આગામી મહિનાઓમાં આ બસમાં મુસાફરો પણ બેસી શકશે. સ્કોટિશ મીડિયાની રિપોર્ટ અનુસાર, આ બસોમાં સેન્સર લાગેલા હોય છે, જે તેમને ડ્રાઇવરના કન્ટ્રોલ વિના પૂર્વ-નિર્ધારિત રસ્તાઓ પર ચલાવવા માટે સક્ષમ બનાવે છે. મુસાફરો માટે સર્વિસ શરૂ થયા પછી, આ બસ 36 લોકોને 22 કિમી સુધીની સર્વિસ ઓફર કરશે. દર અઠવાડિયે લગભગ 10,000 મુસાફરોને તેમના નિર્ધારિત સ્થાને પહોંચાડવામાં આવશે.
CAVફોર્થ પ્રોજેક્ટ હેઠળ ચાલતી આ બસ સર્વિસને સ્કોટિશ સરકાર તરફથી પણ મદદ મળી રહી છે. આ બસ ફેરિટોલ પાર્કથી ફોર્થ રોડ બ્રિજ થઈને એડિનબર્ગ પાર્ક સુધી જશે. આ દરમિયાન, આ બસો લાઈવ રોડવાળા માહોલમાં બાકીના ટ્રાફિક સાથે તાલમેલ સાધીને પોતાની મુસાફરી પૂરી કરશે. પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન પણ બસોને જંકશનો અને બસ સ્ટોપ પર થોભવું પડશે.
સ્ટેજકોચ (Stagecoach)ના રીજનલ ડાયરેક્ટ સેમ ગ્રીટે જણાવ્યું કે, યુકેની પ્રથમ ઓટોનોમસ બસ સર્વિસને સંપૂર્ણ રીતે શરૂ કરવાની અમારી સફરમાં આ એક મોટું પગલું છે. આનાથી સ્કોટલેન્ડમાં એક નવા બસ રૂટ સુધી સરળ ઍક્સેસ મળશે. CAVફોર્થ પ્રોજેક્ટ 2019માં શરૂ થવાનો હતો પરંતુ સપ્લાય ચેઇન ઇશ્યુ અને COVID-19ની અસરને કારણે વિલંબ થયો.
સ્ટેજકોચ આ પ્રોજેક્ટ માટે ફ્યુઝન પ્રોસેસિંગ, નિર્માતા એલેક્ઝાન્ડર ડેનિસ અને ટ્રાન્સપોર્ટ સ્કોટલેન્ડ સાથે ભાગીદારી કરી રહ્યું છે અને આ યોજનાને યુકે સરકારના સેન્ટર ફોર કનેક્ટેડ એન્ડ ઓટોનોમસ વ્હીકલ્સ તરફથી નાણાકીય સમર્થન મળ્યું છે.
આ પ્રોજેક્ટને યુકે સરકારના કનેક્ટેડ અને ઓટોનોમસ વ્હીકલ્સ માટે કેન્દ્ર તરફથી નાણાકીય સહાય પણ પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે આ બસોમાં ફ્યુઝન પ્રોસેસિંગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ બસોમાં ડ્રાઇવિંગ ઓટોમેશનના છ લેવલ છે. ઝીરોથી લેવલ બેનો અર્થ એવો થાય છે કે ડ્રાઈવરે સતત બસનું નિરીક્ષણ કરવું જોઈએ અને હંમેશા ડ્રાઇવિંગ કરવી જોઈએ, જ્યારે ત્રણથી પાંચ લેવલમાં વ્હીકલને જાતે ડ્રાઇવ કરવા દેવામાં આવે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર