લંડનઃ કોરોના મહામારી (Mobile Connectivity)ની સાથોસાથ દુનિયાભરના દેશોમાં હાલ તેને લઈને ફેલાઈ રહેલી અફવાઓથી લોકો પરેશાન છે. આવું જ કંઈક બ્રિટનમાં પણ થઈ રહ્યું છે. બ્રિટનમાં કોરોના સંક્રમણ (Covid-19) રોકવામાં લાગેલા અધિકારીઓને એક નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોએ સંક્રમણ ફેલાવવા માટે 5G ટેક્નોલોજીને જવાબદાર ઠેરવી છે. સોશિયલ મીડિયા પર લોકો ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક નાગિરકો તો મોબાઇલ એન્જિનિયરોને ધમકી આપી રહ્યા છે અને 5G માસ્ટ સળગાવી રહ્યા છે. મોબાઇલ કનેક્ટિવીટી (Mobile Connectivity)ની મહત્વપૂર્ણ સુવિધાઓને નુકસાન પહોંચવાથી હવે અહીંના કોમ્યુનિકેશન નેટવર્ક પર ખતરો ઊભો થઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી માઇકલ ગોવે આ વાતનું ખંડન કર્યું છે. તેઓએ તેને મૂર્ખતા અને ખતરનાક ગણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર કોરોનાથી જોડાવાના કાવતરા વાત કહેતી પોસ્ટ્સની ભરમાર છે. પરંતુ હવે ગૂગલ અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ વીડિયો અને તેની સાથે જોડોયલી ચીજોને ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે.
ગૂગલે કહ્યું છે કે તેઓ આ અફવાને પ્રોત્સાહના આપનારા તમામ વીડિયોને ઇન્ટરનેટથી હટાવશે. YouTubeથી પણ વીડિયોને હટાવવામાં આવશે. YouTubeએ આ દિશામાં પગલાં ભર્યા છે. એવા તમામ વીડિયો હટાવવામાં આવી રહ્યા છે જેમાં યૂઝર્સને 5G અને કોરોના વિશે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે.
ટાવર્સમાં લગાવી આગ
બ્રિટનમાં અનેક સ્થળે મોબાઇલ ફોન ટાવર્સને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથોસાથ બર્મિંઘમ અને મર્સીસાઇડમાં ટેલીકોમ કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. બ્રિટનની સૌથી મોટી ટેલીકોમ કંપની બીટી (British Telecom) ના એક મોબાઇલ ટાવરમાં આગ લગાવી દીધી. તેનાથી હજારો લોકોને 2G, 3G, 4G અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા આપવામાં આવી રહી હતી. આ ટાવરથી 5G કનેક્ટિવિટીની સુવિધા નહોતી આપવામાં આવતી.
આ પણ વાંચો, લૉકડાઉનમાં પોલીસનું ડ્રોન જોઈ શખ્સ ઝાડની પાછળ સંતાયો, પછી લગાવી દોટ, Viral Video
5G ટેક્નોલોજીથી કોરોના નથી થતો
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ ના ડાયરેક્ટર સ્ટીફન પોવિસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 5G ટેક્નોલાજીથી કોરોનાની વાત સમગ્રપણે ખોટી છે. તેઓએ જણાવ્યું કે આ Fake News છે. હકીકત એ છે કે મોબાઇલ ફોન નેટવર્ક હાલના સમયમાં આપણા સૌ મોટ જરૂરી છે. તેને નુકસાન પહોંચાડવાથી સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડી શકે છે.
આ પણ વાંચો, કોરોનાઃ Tiktok પર વાયરલ સારવાર અજમાવવી ભારે પડી, ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ