નવી દિલ્હી. આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) ખૂબ જરૂરી ડોક્યુમેન્ટ થઈ ગયું છે. હવે તમે લગભગ તમામ સરકારી યોજનાઓનો લાભ આધાર કાર્ડ વગર નથી લઈ શકતા. હવે ગ્રાહકોની સુવિધા માટે યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ એમઆધાર એપ (mAadhaar App)નું નવું વર્જન લૉન્ચ કરી દીધું છે. તેની જાણકારી UIDAIએ ટ્વીટ કરીને આપી છે. આ એપને પોતાના સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકાય છે અને આધાર કાર્ડ સાથે જોડાયેલી 35 સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો.
જાણો UIDAIનું શું કહેવું છે
UIDAI એ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે હવે નવી અને અપડેટ કરવામાં આવેલી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા માટે mAadhaar એપનું નવું વર્જન ડાઉનલોડ કરો. બીજી તરફ UIDAIનું કહેવું છે કે તમે પહેલાથી ઇન્સ્ટોલ કરવામાં આવેલા કોઈ પણ વર્જનને અનઇન્સ્ટોલ કરી દો. UIDAIના જણાવ્યા મુજબ, નવા વર્જન પર આધાર કાર્ડધારક 35થી વધુ સેવાઓનો ફાયદો ઉઠાવી શકે છે.
અપડેટ વર્જન એપમાં આધારને ડાઉનલોડ કરવું, ઓફલાઇન ઇ-કેવાયસી ડાઉનલોડ, ક્યૂઆર કોડ દર્શાવવો કે સ્કેન કરવો, રિ-પ્રિન્ટ માટે ઓર્ડર આપવો, એડ્રેસ અપડેટ, આધારનું વેરિફિકેશન, મેઇલ અને ઇમેલનું વેરિફિકેશન, યૂઆઇડી કે ઇઆઇડી પ્રાપ્ત કરવું અને એડ્રેસ વેલિડેશન લેટર માટે રિક્વેસ્ટ મોકલવી જેવી સર્વિસિસ સામેલ છે.
આ સેવાનો લાભ લેવા માટે આપના ફોન પર mAadhaar Appને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમે આ સર્વિસિસનો લાભ લઈ શકો છો. નોંધનીય છે કે Android અને iOS બંનેમાં આ મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર