Home /News /tech /UIDAIએ ટેલિકોમ કંપનીઓને કહ્યું - કેવી રીતે ખતમ કરે eKYC માટે આધાર? માંગ્યો પ્લાન
UIDAIએ ટેલિકોમ કંપનીઓને કહ્યું - કેવી રીતે ખતમ કરે eKYC માટે આધાર? માંગ્યો પ્લાન
UIDAIએ ટેલિકોમ કંપનીઓને કહ્યું - કેવી રીતે ખતમ કરે eKYC માટે આધાર?
યૂનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યૂઆઈડીએઆઈ)એ ટેલિકોમ કંપનીઓેને કહ્યું છે કે તે આગામી 15 દિવસોમાં પોતાની યોજના બતાવે કે કેવી રીતે ઇ-કેવાયસી માટે આધારની જરૂરતને ખતમ કરશે
યૂનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યૂઆઈડીએઆઈ)એ ટેલિકોમ કંપનીઓેને કહ્યું છે કે તે આગામી 15 દિવસોમાં પોતાની યોજના બતાવે કે કેવી રીતે ઇ-કેવાયસી માટે આધારની જરૂરતને ખતમ કરશે. યૂઆઈડીએઆઈએ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી કહ્યું છે, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ 57ને ખતમ કરી દીધી છે. આ સંદર્ભમાં પહેલા જ સર્કુલર જાહેર કરી દેવામાં આવ્યો છે.
ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ 57ને ખતમ કરી નાખી હતી. જેનાથી ટેલિકોમ કંપનીઓ દ્વારા 12 ડિજીટવાળી આઈડી આધારીત ઇ-કેવાયસી કરવી જરૂરી હતું. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે સીમ ખરીદવા માટે હવે આધારની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે આધારની ફરજીયાત કરતા 31 અરજીઓ દ્વારા પડકાર આપવામાં આવ્યો હતો અને તેના પર લગભગ ચાર મહિના રકઝક ચાલી હતી.
સીમ ખરીદવા સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્કૂલમાં પ્રવેશ માટે પણ આધારને ફરજીતાય બનાવવાની જરૂર નથી. સાથે નીટ જેવી પરીક્ષાઓમાં પણ આધાર ફરજીયાત હશે નહીં. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ 57ને રદ કરતા પ્રાઇવેટ કંપનીઓ હવે આધારની માંગણી કરી શકશે નહીં. આધારને બેન્ક અને મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું પણ સુપ્રીમ કોર્ટે ખતમ કરી નાખ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર