આ 6 સ્ટેપ્સ ફોલો કરી મોબાઇલમાં ડાઉનલોડ કરો E-Aadhaar કાર્ડ

News18 Gujarati
Updated: March 4, 2019, 12:21 PM IST
આ 6 સ્ટેપ્સ ફોલો કરી મોબાઇલમાં ડાઉનલોડ કરો E-Aadhaar કાર્ડ
દરેક લોકો UIDAI E-આધાર ડાઉનલોડ કરી શકે છે

આધાર કાર્ડના Enrollment બાદ દરેક લોકો UIDAI E-આધાર ડાઉનલોડ કરી શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આધાર એક પ્રકારનું ઓળખ પત્ર છે, જેમાં 12 ડિજિટ નંબર હોય છે. તે ભારતીય વિશિષ્ટ ઓળખ અધિકૃતતા (UIDAI) દ્વારા રીલિઝ કરવામાં આવે છે. ઘણા કામો માટે આધારની જરૂર પડે છે. જો આધાર સાથે ન હોય તો ઘણા કામ અટકી પડે છે. તમને જણાવી દઇએ કે આધાર કાર્ડના Enrollment બાદ દરેક લોકો UIDAI E-આધાર ડાઉનલોડ કરી શકે છે. ઇ-આધાર કાર્ડ એક ડિજિટલ વર્ઝન છે. ઇ-આધાર કાર્ડ મોબાઇલ નંબર, TOTP, નામ અને ડેટ ઓફ બર્થ જેવી માહિતી આપી ડાઉનલોડ કરી શકાય છે. જેને તમે મોબાઇલમાં ડાઉનલોડ કરી શકો છો. ચાલો જાણીએ સમગ્ર પ્રોસેસ...

Step 1: સૌથી પહેલાં તમારા ફોનના બ્રાઉઝરમાં UIDAIની વેબસાઇટ https://uidai.gov.in ઓપન કરો.

Step 2: જે બાદ ‘Download Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો અથવા https://eaadhaar.uidai.gov.in/ લિંક ખોલો.

Step 3: હવે આમાં ટોપમાં આપેલા ‘Enter your personal details’ સેક્શનની નીચે ‘Aadhaar’ ઓપ્શન સિલેક્ટ કરો.

Step 4: આમાં ‘Regular Aadhaar’ સિલેક્ટ કરો. હવે આમાં આધાર નંબર, આખું નામ અને પિન કોડ જેવી માહિતી નાંખો. જો તમારી પાસે m-Aadhaar હોય તો તમે TOTP અથવા OTP પણ જનરેટ કરી શકો છો.

આ પણ વાંચો: હવે સરળતાથી બુક કરો ઓનલાઇન તત્કાલ ટિકિટ, આવી નવી એપStep 5: હવે ‘Request OTP’ પર ક્લિક કરો.

Step 6: હવે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 6-digit OTP આવશે, જે નંબર નાંખો. જે બાદ ‘Download Aadhaar’ પર ક્લિક કરો.
First published: March 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading