Ubonએ ભારતમાં લોન્ચ કર્યુ આ બ્લૂટૂથ સ્પીકર, જાણો કિંમત અને ફિચર્સ

News18 Gujarati
Updated: March 13, 2019, 4:56 PM IST
Ubonએ ભારતમાં લોન્ચ કર્યુ આ બ્લૂટૂથ સ્પીકર, જાણો કિંમત અને ફિચર્સ
આ સ્પીકર કેબલ રેડ અને બ્લેક બન્ને કલર વેરિએન્ટમાં મળશે.

આ સ્પીકર કેબલ રેડ અને બ્લેક બન્ને કલર વેરિએન્ટમાં મળશે.

  • Share this:
Ubon ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં તેમનું નવું પ્રોટેબલ બ્લૂટૂથ નોટબૂક બ્લૂટૂથ સ્પીકર એસપી 65 લોન્ચ કર્યુ છે. આ સ્પીકરની કિંમત 3999 રુપિયા છે. આ વાયરલેસ સ્પીકરને કંપનીની વેબસાઇટ અને અન્ય ઇ-કોમર્સ સાઇટથી ખરીદી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સ્પીકરની બેટરી લાઇફ શાનદાર છે અને સાઉન્ડ ક્વોલિટી ઉત્તમ છે.

આ સ્પીકરનું બ્લૂટૂથ અને ઓક્સ કેબલ દ્વારા પણ લેપટોપ અને અન્ય ડિવાઇસથી કેનેક્ટ કરી શકાશે. આમાં પેન-ડ્રાઇવ અને માઇક્રો એસડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે. આમાં એફએમ રેડિયો પણ સપોર્ટ છે. કંપની અનુસાર આ સ્પીકર 6-8 કલાક સુધી બેકઅપ આપશે. આ સ્પીકર કેબલ રેડ અને બ્લેક બન્ને કલર વેરિએન્ટમાં મળશે.



યૂબૉને આ વર્ષે જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસના દિવસે નવુ યૂએસબી કેબલ લોન્ચ કર્યુ છે. યૂબૉને દેશના જવાનોના સમ્માનમાં કમાન્ડો સિરીઝનું માઇક્રો યૂએસબી કેબલ રજૂ કર્યુ છે. કેબલનો કલર ભારતીય સેનાના ડ્રેસ કલરનો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ માઇક્રો યૂએસબી કેબલ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરે છે.



આ કેબલની કિંમત 320 રુપિયા છે. જેને તમે કંપનીની વેબસાઇટ અને અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ સાથે ઓનલાઇન ખરીદી શકો છો. યૂબૉનના કમાન્ડો સિરીઝના આ કેબલમાં 2.4એનું આઉટપુટ મળે છે અને તેની મદદથી તમે ડેટા પણ ટ્રાન્સફર કરી શકો છો. કેબલની લંબાઇ 1.5 મીટર છે. કંપનીએ કમાન્ડો સિરીઝના ટાઇપ-સી કેબલ પણ રજૂ કર્યુ છે.
First published: March 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading