Home /News /tech /

UBER કસ્ટમરને મળ્યો નવો વિકલ્પ, જાણી શકશો ડ્રાઈવરે આપેલી રેટિંગ, જાણો તેની રીત

UBER કસ્ટમરને મળ્યો નવો વિકલ્પ, જાણી શકશો ડ્રાઈવરે આપેલી રેટિંગ, જાણો તેની રીત

આ રેટિંગ એ જ રીતની હશે, જે રીતે તમે ડ્રાઈવરને રેટિંગ આપો છો.

Uber Rating System: ઉબર કેબમાં મુસાફરી કરતા મુસાફરો (passengers)ને નવી સુવિધા મળવા જઈ રહી છે. હવે ઉબર યુઝર્સને કેબ ડ્રાઈવર (Cab Driver)ની જેમ તેમને આપવામાં આવેલા રેટિંગ જોવાની મંજૂરી આપવામાં આવશે.

    Uber Rating System: ઉબર (Uber)માં સવારી કરનાર હવે જોઈ શકશે કે ઉબર ડ્રાઇવરે (Uber Driver) તેમને શું રેટિંગ (Rating) આપ્યું છે. ઉબરે જણાવ્યું કે, હવે કસ્ટમર ઉબર એપ (Uber App) પર પોતાની એવરેજ રેટિંગથી વધારે જોવા માંગતા હશે તો તેઓ પોતાની ચોઇસનું ઓપ્શન પસંદ કરીને જોઈ શક્શે. તેમને ક્યારે 5 સ્ટાર  મળ્યા અને ક્યારે તેમને એક જ સ્ટાર મળ્યો તે તેમને ખ્યાલ આવી જશે.

    ઉબર કેબમાં મુસાફરી કરતા મુસાફરોને નવી સુવિધા મળવા જઈ રહી છે. હવે ઉબર યુઝર્સને કેબ ડ્રાઈવર (Cab Driver)ની જેમ તેમને આપવામાં આવેલા રેટિંગ જોવાની મંજૂરી આપવામાં આવશે. એપ-બેસ્ડ કંપનીએ કહ્યું કે રાઇડર્સ હવે જોઈ શકશે કે તેમના રેટિંગ કેવી રીતે ગણવામાં આવે છે.

    આ રેટિંગ તમે દરેક ટ્રિપ પછી ડ્રાઇવરો પાસેથી મેળવતા રેટિંગનું એનાલિસિસ કરો છો. તેનું રેટિંગ જોવા માટે ગ્રાહકે પહેલા એપના સેટિંગમાં જવું પડશે. ત્યાં ફરીથી તમારે પ્રાઇવસીથી પ્રાઇવસી સેન્ટરમાં જવું પડશે.

    આ પણ વાંચો: 5Gથી બદલાઈ જશે દુનિયા! ફિલ્મો અમુક સેકન્ડમાં જ થઈ જશે Download, ડિજિટલ અર્થવ્યવસ્થાને મળશે વેગ

    પ્રાઇવસી સેન્ટરમાં જમણી તરફ સ્વેપ કરવાથી તમે Uber વપરાશનો સારાંશ જોવા માંગો છો કે કેમ તે જોવા માટે એક વિકલ્પ દેખાશે. ત્યાંથી તમારો ડેટા બ્રાઉઝ કરો અને માય રેટિંગ જુઓ. પોતાના રેટિંગ્સ જોવા ઉપરાંત ગ્રાહકો તેમની અગાઉની ટ્રિપની વિગતો અને પેમેન્ટ વગેરે પણ જોઈ શકે છે.

    ઉબર અનુસાર ડ્રાઇવર અને ગ્રાહક બંને એકબીજાને એકથી પાંચ સ્ટાર સુધી રેટ કરી શકે છે. ઉબર કહે છે કે ડ્રાઇવરો તેમના રેટિંગને આધારે નક્કી કરે છે કે ગ્રાહકો કેબને કેટલું સાફ રાખીને ઉતરે છે. પાછળ બેસતી વખતે તેઓ સીટબેલ્ટ પહેરે છે કે નહીં, તેઓ વાહનના દરવાજા કેવી રીતે લોક કરે છે અને તેઓ કેવું વર્તન કરે છે. રેટિંગની ગણતરી તમારી છેલ્લી 500 ટ્રિપ્સના સરેરાશ રેટિંગ તરીકે કરવામાં આવે છે.

    આ પણ વાંચો: Facebook ફરી મુશ્કેલીમાં! આ ટેકનોલોજીનો દુરપયોગ કરવાનો આરોપ, Texasમાં કેસ નોંધાયો

    આ રીતે રેટિંગ તપાસો

    - Uber એપના સેટિંગ્સ મેનૂમાં જાઓ. અહીં પ્રાઇવસી અને ફરી પ્રાઇવસી સેન્ટર પર ટેપ કરો.

    - તમે Uber નો ઉપયોગ કેવી રીતે કરો છો તેની સમરી જોવા માંગતા હો તો પછી ટાઇલ જોવા માટે જમણી તરફ સ્વાઇપ કરો. તેના પર ક્લિક કરો.

    - સેક્શનમાં નીચે સ્ક્રોલ કરો. તમારો ડેટા બ્રાઉઝ કરો, રેટિંગ બ્રેકડાઉન જોવા માટે ‘માય રેટિંગ’ પર ટેપ કરો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Uber

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन