Home /News /tech /Uber : ઉબર દોડાવશે બસ, દિલ્હી અને ગુરૂગ્રામમાં ઉબર બસની તૈયારી પૂરજોશમાં

Uber : ઉબર દોડાવશે બસ, દિલ્હી અને ગુરૂગ્રામમાં ઉબર બસની તૈયારી પૂરજોશમાં

કંપનીએ 2018થી સર્વિસનું ટેસ્ટિંગ કરીને પ્રથમ વખત ઇજિપ્તમાં ઓફિશિયલી 'ઉબર બસ' લોન્ચ કરી હતી અને પછી તે યુક્રેન અને મેક્સિકો સુધી વિસ્તરી હતી

Uber Bus Services - ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યાં સંપૂર્ણ ખાનગી વ્યક્તિગત મુસાફરી શક્ય અને પરવળે તેમ નથી ત્યાં આ સર્વિસ કારગર સાબિત થશે

નવી દિલ્હી : ભારતના રાઈડ હેલિંગ સર્વિસ ક્ષેત્રે મજબૂત પકડ જમાવતી ઉબર (Uber)હવે દેશના અનેક ભાગોમાં બસ સેવા (Uber Bus Services)શરૂ કરવાની તૈયારીઓ આદરી છે. કંપની હવે દેશમાં પણ બસ સર્વિસનું વિસ્તરણ કરી રહી છે. ઇનસાઇડર ગ્લોબલ ટ્રેન્ડ્સ ફેસ્ટિવલ 2020 દરમિયાન ઉબરના એશિયા-પેસિફિક (APAC) ક્ષેત્રના મોબિલિટી પ્રમુખ પ્રદીપ પરમેશ્વરને ભારતમાં અનેક શહેરોને જોડવા માટે બસ સેવાઓ શરૂ કરવાની કંપનીની યોજનાની જાહેરાત કરી હતી. ઉબરે તે જ વર્ષે વિશ્વમાં પ્રથમ આ પ્રકારની બસ સેવાની શરૂઆત કરી હતી.

તાજેતરના અહેવાલ અનુસાર, ઉબર નવ મહિનાના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 'Uber' બસ સેવા શરૂ કરશે. જ્યારે દિલ્હીમાં Uber એક નવી સેવા શરૂ કરી રહી છે, જેમાં ગ્રાહકોને એર-કન્ડિશન્ડ બસમાં સીટની ગેરન્ટી આપવામાં આવશે. આ સર્વિસમાં ગ્રાહકો ઉબર એપ પર ખાનગી કંપનીઓ અને સરકાર સંચાલિત સંસ્થાઓના વાહનોને તેના પ્લેટફોર્મમાં પર ઈન્ટીગ્રેટ કરવામાં આવશે અને બસ માટે સીટો રિઝર્વ કરી શકાશે.

એક અહેવાલ અનુસાર સરકારના અંદાજ અનુસાર આગામી સમયમાં 10 કરોડ ગ્રાહકોનો લક્ષ્યાંક મુક્યો છે, જેઓ વધુ સસ્તા, ગેરન્ટેડ અને આરામદાયક જાહેર મુસાફરીની ઇચ્છા ધરાવે છે.

ઉબરના એન્જિનિયરિંગના સિનિયર ડાયરેક્ટર મણિકંદન થંગારથનમે કહ્યું કે “અમે કારથી શરૂઆત કરી, અમારી પાસે ઓટોરિક્ષા છે અને અમે બાઇક-ટેક્સી સાથે આવી રહ્યાં છીએ અને હવે અમે ઉબર બસ દોડાવવાની તૈયારી કરી રહ્યાં છીએ, કારણ કે અમારી પાસે મુસાફરોનો જ બહોળો વર્ગ છે, જેમની જરૂરિયાતો અલગ-અલગ છે.”

આ પણ વાંચો - ડ્રાઇવિંગ દરમિયાન Ola S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરનું Front Suspension તૂટ્યું, ટ્વિટર પર શરુ થયો ફરિયાદોનો મારો

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ઉબર બિઝનેસ-ટુ-બિઝનેસ બસ સેવા ચલાવે છે. સપ્ટેમ્બર 2021માં Uber એ Uber કોર્પોરેટ શટલ શરૂ કરી, જે બિઝનેસ હાઉસ માટે એક નવી રીત છે. આ સર્વિસમાં કર્મચારીઓને ન્યૂ નોર્મલ, સલામત અને આર્થિક રીતે કામના સ્થળે મુસાફરી માટેની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે. ઉબર કોર્પોરેટ શટલમાં ગેરન્ટેડ રિઝર્વ સીટ સાથે એક વાહનમાં 50 જેટલા કર્મચારીઓ માટે બેસવાની જગ્યા છે.

કોરોનાકાળમાં ઉબરે કોર્પોરેટ શટલ સેવા શરૂ કરી હતી. આ કપરાકાળમાં પણ કંપનીએ લીધેલ સેફ્ટી સ્ટેપ્સ જેવા કે રાઇડર્સ અને ડ્રાઇવરો બંને માટે ફરજિયાત માસ્ક પોલિસી, ડ્રાઇવરો માટે પ્રી-ટ્રીપ માસ્ક વેરિફિકેશન સેલ્ફી અને સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે ડ્રાઈવરોની એજ્યુકેશન પોલિસીનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય છે કે કંપનીએ 2018થી સર્વિસનું ટેસ્ટિંગ કરીને પ્રથમ વખત ઇજિપ્તમાં ઓફિશિયલી 'ઉબર બસ' લોન્ચ કરી હતી અને પછી તે યુક્રેન અને મેક્સિકો સુધી વિસ્તરી હતી.

બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય શેર મોબિલિટીનો છે તેમાં રૂ. 5, રૂ. 15, અથવા રૂ. 50 પ્રતિ કિલોમીટર ખર્ચ કરવાની ક્ષમતા ધરાવતા દરેકને આવરી લેવામાં આવે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યાં સંપૂર્ણ ખાનગી વ્યક્તિગત મુસાફરી શક્ય અને પરવળે તેમ નથી ત્યાં આ સર્વિસ કારગર સાબિત થશે.

નીતિ આયોગે પણ અગાઉ ઓછી ખાનગી કાર અને વધુ પ્લેયર્સ પરવડે તેવા શેરડ ટ્રાન્સપોર્ટેશનની સંભાવના ચકાસવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બસ સેવા સિવાય તાજેતરના અહેવાલો અનુસાર Uber એક ઇલેક્ટ્રિક વાહન (EV) સર્વિસ શરૂ કરી રહ્યું છે, જેમાં યુઝરેસ ઈવી સવારી માટે પણ વિનંતી કરી શકે છે. લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, સાન ડિએગો અને દુબઈમાં ઉબર કમ્ફર્ટ ઇલેક્ટ્રિક સર્વિસ શરૂ થશે, તેમાં ટેસ્લા અને પોલેસ્ટાર ઇવીનો ઉપયોગ કરશે.

2020ના અહેવાલ અનુસાર ભારત માટે ઉબર ઈન્ડિયાએ 2021ના અંત સુધીમાં તેના કાફલામાં 3000 EVs સમાવવાની યોજના બનાવી હતી.
First published:

Tags: Tech, Uber

विज्ञापन