Home /News /tech /

WhatsApp પર કેબ, બાઇક અને ઓટો બૂકિંગની સર્વિસ શરૂ કરતી ઉબર, આવી રીતે કામ કરશે નવું ફીચર

WhatsApp પર કેબ, બાઇક અને ઓટો બૂકિંગની સર્વિસ શરૂ કરતી ઉબર, આવી રીતે કામ કરશે નવું ફીચર

પ્રતિકાત્મક તસવીર

WhatsApp Features: ઉબરની નવી કેબ-બુકિંગ સેવા (Cab booking service) આ અઠવાડિયાની શરૂઆતમાં શરૂ થશે. આ સેવા પ્રારંભમાં માત્ર દિલ્હી NCR ક્ષેત્ર જેટલી સીમિત રહેશે અને ત્યારબાદ આ સેવામાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે.

    વોટ્સએપથી હવે કેબ (Cab booking from Whatsapp)નું બુકિંગ શક્ય બનશે. કેબ એગ્રિગેટર ઉબર (Uber) મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર પણ આવી રહ્યું છે અને વોટ્સએપ દ્વારા કેબ બુક કરવાની નવી પદ્ધતિની જાહેરાત કરી છે. ઉબરની નવી કેબ-બુકિંગ સેવા (Cab booking service) આ અઠવાડિયાની શરૂઆતમાં શરૂ થશે. આ સેવા પ્રારંભમાં માત્ર દિલ્હી NCR ક્ષેત્ર જેટલી સીમિત રહેશે અને ત્યારબાદ આ સેવામાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે.

    અહીં ઉલ્લેખનીય છે કે, આ સુવિધાનું પ્રથમ પરીક્ષણ ડિસેમ્બર 2021માં લખનૌમાં કરવામાં આવ્યું હતું. આ નવું ફિચર યૂઝરને ઉબર એપને સંપૂર્ણપણે બાયપાસ કરવાની સુવિધા આપશે.

    અંગ્રેજી અને હિન્દીમાં મળશે સર્વિસ

    ઉબરની આ સેવા અંગ્રેજી અને હિન્દી બંનેમાં હશે. આ નવી સર્વિસના માધ્યમથી ઉબર દિલ્હી એનસીઆરના લોકોને વોટ્સએપ પર પોતાના ઓફિશિયલ ચેટબોટ દ્વારા રાઇડ બુક કરવાનો વિકલ્પ આપે છે. વોટ્સએપ ચેટ ઇન્ટરફેસની અંદર જ યુઝર રજિસ્ટ્રેશન, રાઇડ્સનું બુકિંગ અને ટ્રાવેલ રિસિપ્ટ મેળવવા સુધીની તમામ બાબતોને મેનેજ કરવામાં આવશે.

    ત્રણ સ્ટેપ્સમાં કરી શકો છો બુક

    - +91 7292000002ના વોટ્સએપ પર HI લખીને મોકલો.

    - હવે તમને પિકઅપ અને ડ્રોપ-ઓફ લોકેશન આપવા માટે કહેવામાં આવશે.

    – ત્યારબાદ ભાડાની માહિતી અને ડ્રાઇવરના આગમનનો સમય મળશે

    ઉબરના બધા જ ફીચર્સ

    ઉબરનો દાવો છે કે, રાઇડર્સને એપ્લિકેશનની જેમ જ સેફટી સુવિધાઓ અને વીમા સુરક્ષાની એક્સેસ મળશે. બુકિંગ કરો એટલે ડ્રાઇવરનું નામ અને ડ્રાઇવરની લાઇસન્સ પ્લેટની જાણકારી આપવામાં આવશે. ગ્રાહક ડ્રાઇવરના લોકેશનને પણ ટ્રેક કરી શકશે. આ સાથે જ ગ્રાહક ડ્રાઇવરને કોલ કરી શકશે. જેનો નંબર ડ્રાઈવરને દેખાશે નહીં.

    આ પણ વાંચોઃ-Oppo A77 ઓછી કિંમતે થયો લોન્ચ, જાણો શાનદાર ફિચર્સ

    સેફ્ટી ફીચર

    વોટ્સએપ ચેટ રાઇડરને સલામતી ગાઈડલાઈન અંગે પણ જાણ કરશે. તે કટોકટીની સ્થિતિમાં ઉબેર સુધી કેવી રીતે પહોંચવું તે અંગે પણ સમજાવશે. યુઝર્સ સફર દરમિયાન "ઇમરજન્સી" વિકલ્પ પસંદ કરશે તો તેમને ઉબેરની ગ્રાહક સપોર્ટ ટીમ તરફથી ઇનબાઉન્ડ કોલ મળશે. ટ્રિપ પૂરી થયાની 30 મિનિટ સુધી રાઇડર્સ ઉબરના સેફ્ટી લાઇન નંબર પર કોલ કરી શકશે.

    આ પણ વાંચોઃ-Apple iPhone 14 આવતા મહિને લોન્ચ થવાની સંભાવના, જાણો મહત્વની બાબતો

    અહીં ઉલ્લેખનીય છે કે, ઉબેર પર ફોન નંબર થકી રજિસ્ટ્રેશન કરાવનાર નવા અને જુના એમ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ઉબરનો દાવો છે કે ઉબર એપનું નવું વર્ઝનનું હાલના યુઝર્સને પણ વોટ્સએપ દ્વારા ટ્રિપ્સ બુક કરવાની સુવિધા આપશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Tech, Uber

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन