Football World Cup 2018

Uberની Uber Lite એપ લોન્ચ, જાણો શું છે ખાસ ફીચર્સ

News18 Gujarati
Updated: June 13, 2018, 12:23 PM IST
Uberની Uber Lite એપ લોન્ચ, જાણો શું છે ખાસ ફીચર્સ
News18 Gujarati
Updated: June 13, 2018, 12:23 PM IST
ભારતમાં કેબ સેવા આપનાર ઉબેરએ તેની નવી એપ લૉન્ચ કરી છે, તેનું નામ Uber Lite છે. તેની સાથે જ ભારત પહેલો દેશ છે જ્યાં ઉબરે પોતાનુ લાઈટ વર્ઝન લોંચ કર્યું છે, હવે ટેક્સી સેવા આપતી કંપની ઉબેર અન્ય દેશોમાં પણ આ ઍપ લોન્ચ કરશે.

ઉબરની આ એપ માત્ર 5 એમબી છે, કંપનીએ આ એપ પર એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સને ધ્યાનમાં રાખીને બનાવી છે. સાથે સાથે આ એપ એ સ્થળો પર કામ કરી રહી છે, જ્યાં કનેક્ટિવિટી ખૂબ ઓછી હોય, અને તેનાથી લોકોને પણ ખૂબ લાભ થઇ રહ્યો છે.

કંપનીએ તેની નવી ઉબેર લાઇટ એપ્લિકેશન વિશે દાવો કર્યો છે કે તે 300 મિલીસેકન્ડ્સથી પણ ઓછા સમયમાં રિપોન્સ આપે છે, પરંતુ કંપનીએ ભારતમાં આ એપને માત્ર ત્રણ શહેરો લોન્ચ કરી છે, જેમાં જયપુર, હૈદરાબાદ અને દિલ્લી સામેલ છે.

કંપનીએ ટૂંક સમયમાં તેની નવા એપમાં ભાષાનો પણ સબજેક્ટ ઉમેરશે, કંપની પહેલા જેવી જ એસઓએસ કોલિંગ સાથે ટ્રિપ સ્ટેટસ શેરિંગ જેવી સુવિધા આપી રહી છે. બીજી બાજુ કંપનીએ જણાવ્યું છે કે ઉબેર લાઇટ એપ્લિકેશનથી માત્ર એક ક્લિકની મદદથી યુઝર કેબ બુક કરી શકે છે. સાથે સાથે યુઝર્સ ઑફલાઇન હોય છતા કેબ બુક કરી શકે છે.
First published: June 13, 2018
વધુ વાંચો
अगली ख़बर