Home /News /tech /

Facebook: હેક થવાનો ખતરો ધરાવતા FB એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાશે

Facebook: હેક થવાનો ખતરો ધરાવતા FB એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાશે

 ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (પ્રતીકાત્મક તસવીર)

Two Factor authentication: ફેસબુક એકાઉન્ટ હેક થવાની સંભાવના વધુ હોય તેવા યૂઝર્સમાં હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ (Human rights activist), પત્રકાર (Journalist) અને સરકારી અધિકારીઓ સામેલ છે.

    મુંબઈ: ફેસબુક એકાઉન્ટને (Facebook Account) સુરક્ષિત રાખવા માટે ટૂંક સમયમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરી દેવામાં આવશે. જે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ હેક થવાની સંભાવના વધુ છે તેમના માટે, ફેસબુક ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું વિચારી રહ્યું છે. ફેસબુક એકાઉન્ટ હેક થવાની સંભાવના વધુ હોય તેવા યૂઝર્સમાં હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ (Human rights activist), પત્રકાર (Journalist) અને સરકારી અધિકારીઓ સામેલ છે. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (Two factor Authentication) ઓન કરવાથી ફેસબુક એકાઉન્ટ સેફ (Safe) રહેવાની વધુ સંભાવના છે.

    ફેસબુક એકાઉન્ટ હેક થવાને કારણે યૂઝર્સે પોતાની પ્રતિષ્ઠા પણ ગુમાવવી પડે છે. આવી સ્થિતિમાં ફેસબુક પ્રોટેક્ટ નામથી નવી સિક્યોરિટી સિસ્ટમ રોલ આઉટ કરવામાં આવશે. ફેસબુક તમામ યૂઝર્સ માટે આ ફીચર ઓન કરવા માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે.

    શા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી?

    ફેસબુકમાં સુરક્ષા નીતિના પ્રમુખ નથાનિએલ ગ્લીચરે ટેકક્રંચને આ નવા ફીચર વિશે કેટલીક જાણકારી આપી છે. તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે, ‘ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનથી કોઈપણ યૂઝર્સનું એકાઉન્ટ સેફ રહી શકે છે, આ કારણોસર અમે આ પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. યૂઝર્સ ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે તે માટે યૂઝર્સમાં તે અંગે જાગૃતતા લાવવાની જરૂર છે. જે વ્યક્તિઓ જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને લોકોના ધ્યાનમાં વધુ આવે છે તેમણે ફેસબુક એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરથી કરવું જોઈએ.’

    આ પણ વાંચો: FACEBOOK: જાણો કઈ રીતે તમે ફક્ત ફેસબુકના માધ્યમથી જ કરી શકો છો મોટી કમાણી

    ...તો એકાઉન્ટ બંધ કરી દેવાશે!

    જે લોકોનું ફેસબુક એકાઉન્ટ હેક થવાની વધુ સંભાવના છે તેમણે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરવું પડશે. જો યૂઝર્સને ફેસબુક તરફથી જણાવવામાં આવે કે તેમનું એકાઉન્ટ હેક થવાની સંભાવના છે તો નિશ્ચિત તારીખ પહેલા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવાનું રહેશે. જો યૂઝર નિશ્ચિત તારીખ સુધીમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન ન કરે તો તે યૂઝરનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. આ એકાઉન્ટ કાયમ માટે બંધ કરવામાં નહીં આવે પરંતુ, એકાઉન્ટ યૂઝ કરવા માટે યૂઝર્સે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરવાનું રહેશે.

    ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલું કેવી રીતે કરવું?

    >> સૌથી પહેલા તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન કરો.
    >> સિક્યોરિટી અને લોગિન સેટિંગ્સમાં જઈને એડિટ ઓપ્શન પર ક્લિક કરો.
    >> તમે જે પણ સિક્યોરિટી મેથડ એડ કરવા ઈચ્છો છો તે સિલેક્ટ કરો અને જે પણ ઈનસ્ટ્રક્શન આપવામાં આવી છે તે ફોલો કરો.
    >> ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન સેટઅપ કર્યા બાદ ફિનિશ ઓપ્શન પર ક્લિક કરો.

    આ પણ વાંચો: WhatsApp યૂઝર્સને મળશે નવું નઝરાણું, નવા હેલ્પડેસ્ક દ્વારા મળશે આરોગ્ય સલાહ

    9,50,000 એકાઉન્ટમાં આ વ્યવસ્થા શરી કરી દેવાઈ

    ફેસબુકે જણાવ્યું કે, 1.5 મિલિયન ફેસબુક એકાઉન્ટમાંથી 9,50,000 એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દેવામાં આવ્યું છે. ફેસબુકે જણાવ્યું કે, ભારત, અમેરિકા અને પોર્ટુગલ સહિત 50થી વધુ દેશોના યૂઝર્સને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરવા માટેનું જણાવવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Facebook, Meta, Social media, ટેકનોલોજી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन