હવે લાઇક નહીં કરી શકો ટ્વીટ, થઇ રહ્યો છે મોટો બદલાવ

News18 Gujarati
Updated: October 31, 2018, 9:51 AM IST
હવે લાઇક નહીં કરી શકો ટ્વીટ, થઇ રહ્યો છે મોટો બદલાવ
લાઇક બટને દૂર કર્યા બાદ, માત્ર બે બટનો રી-ટ્વીટ અને રિપ્લાઇ બચશે.

લાઇક બટને દૂર કર્યા બાદ, માત્ર બે બટનો રી-ટ્વીટ અને રિપ્લાઇ બચશે.

  • Share this:
ટ્વિટરે ખાતરી છે કે દિલ આકારના બટનને દૂર કરવાની તૈયારમાં છે. એવું કહેવામાં આવે છે કે ટ્વિટર સીઈઓ જેક ડૉર્સીને Twitter પર આપવામાં આવેલું બટન પસંદ નથી. જેકે થોડા દિવસો પહેલા લાઇક બટનને દૂર કરવાની વાત કરી હતી, જ્યારે યૂઝર્સ ટ્વિટરના આ નિર્ણયથી ખૂબ નારાજ થયા છે. ટ્વિટર યૂઝર્સે કહ્યું કે લાઇક બટને દૂર કર્યા બાદ, માત્ર બે બટનો રી-ટ્વીટ અને રિપ્લાઇ બચશે.

TwitterComms ના, "એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે અમે છેલ્લા કેટલાક મહિનાથી નવી સેવાઓ વિશે વિચારી રહ્યા છીએ જેથી યૂઝર્સને એક શ્રેષ્ઠ અનુભવ આપી શકીએ. અમારા પરિવર્તનમાં લાઇક બટન પણ સામેલ છે, જોકે આ ક્ષણે તે પ્રારંભિક તબક્કામાં છે અને અમારી પાસે લાઇક બટનને દૂર કરવા માટે કોઈ તારીખ પણ નક્કી નથી. "



માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે વર્ષ 2015માં લાઇક બટનને સ્ટાર આકાર વાળા ફેવરેચ બટનને બદલે લોન્ચ કર્યું હતું. આ સમાચાર આવ્યા બાદ, ટ્વિટર યૂઝર્સ કહે છે કે લાઇક બટન દ્વારા કોઇપણ ટ્વીટ પર તે પોતાની સહમતિ જાહેર કરતા હતા અને અન્યને સપોર્ટ કરતા હતા. તે ટ્વીટરના વાઇસ પ્રેસિડેન્ચ બે્રન્ડન બોરમેને પણ કહ્યું છે કે હાલ લાઇક બટનને તરત જ દૂર કરવામાં નહીં આવે તેને દૂર કરવા હજુ પણ સમય છે.
First published: October 31, 2018, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading