Home /News /tech /

Twitter Podcast Feature: ટ્વિટર પર પણ પોડકાસ્ટ કરી શક્શે યુઝર્સ, જલ્દી જોડાશે આ નવું ફીચર

Twitter Podcast Feature: ટ્વિટર પર પણ પોડકાસ્ટ કરી શક્શે યુઝર્સ, જલ્દી જોડાશે આ નવું ફીચર

કંપની પોડકાસ્ટને સપોર્ટ કરવા ઉપરાંત ક્રિએટર્સને કમાવાની નવી તકો આપી શકે છે. (Image- Reuters)

Twitter Podcast Feature: ટ્વિટર (Twitter) ઉપર તમે જલ્દી જ ટ્વીટની સાથે પોડકાસ્ટ પણ કરી શક્શો. અત્યારે ટ્વીટર આ નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો તે સ્વતંત્ર ફીચર હોય તો Spotify અથવા Apple Podcastને ટક્કર મળી શકે છે.

    Twitter Podcast Feature: આજકાલ પોડકાસ્ટ (Podcast)નો ટ્રેન્ડ વધી રહ્યો છે. હવે ટ્વિટર (Twitter) પણ આ ઓડિયો ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્વિટરની લાઇવ ઑડિયો પ્રોડક્ટ spaces છેલ્લા બે વર્ષમાં વધુને વધુ લોકપ્રિય બની છે. તેને જોતા કંપની હવે વધુ એક ઓડિયો ફીચરની ભેટ તેના યુઝર્સને આપવા જઈ રહી છે.

    જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ટ્વિટરનું પોડકાસ્ટ ફીચર (Twitter Podcast) એક સ્વતંત્ર ફીચર હશે કે સ્પેસનું જ વિસ્તરણ હશે. રિવર્સ એન્જિનિયર જેન મંચુન વાંગે આ નવા ફીચરને સ્પોટ કર્યું છે. તેણે તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

    સામે આવ્યો નવા ફીચરનો સ્ક્રીનશોટ

    રિવર્સ એન્જિનિયર જેન માંચુન વાંગ દ્વારા શેર કરાયેલ સ્ક્રીનશોટમાં એપના બોટમ બાર મેનૂમાં એક માઇક્રોફોન આઇકોન દેખાઈ રહ્યું છે. તેના પર ટેપ કરતા જ યુઝર્સને 'પોડકાસ્ટ્સ' પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. જો કે, નવું ફીચર કેવી રીતે કાર્ય કરશે તે વિશે જેનએ વધુ ખુલાસો કર્યો નથી. પોડકાસ્ટ ટેબ બધા યુઝર્સ માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગશે.

    આ પણ વાંચો: Apple iPad Air 2022 લૉન્ચ: કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી, જાણો સંપૂર્ણ માહિતી

    Spaces સાથે જોડાયેલું હોઈ શકે છે ટેબ

    નોંધનીય છે કે ટ્વિટર વર્ષ 2020માં ક્લબહાઉસ ઓડિયો (clubhouse audio) એપની તર્જ પર સ્પેસ ફીચર લાવ્યું હતું. યુઝર્સે તેને ખૂબ પસંદ કર્યું છે. સોશિયલ પોડકાસ્ટ પ્લેટફોર્મ બ્રેકરને હસ્તગત કર્યા પછી ટ્વિટરએ તેની ઓડિયો-આધારિત સેવાઓમાં ઘણા ફેરફારો કર્યા છે. કંપની પોડકાસ્ટને સપોર્ટ કરવા ઉપરાંત ક્રિએટર્સને કમાવાની નવી તકો આપી શકે છે અને બાદમાં ઓડિયો એડ્સને પણ તેનો ભાગ બનાવી શકે છે.

    આ પણ વાંચો: ફીચર ફોનથી પણ થઈ જશે UPI પેમેન્ટ, રિઝર્વ બેન્કે લોન્ચ કરી સુવિધા

    રેકોર્ડિંગનો આપ્યો વિકલ્પ

    થોડા દિવસો પહેલા ટ્વિટરે સ્પેસ ફીચરમાં નવું અપડેટ આપ્યું હતું. આ અપડેટ પછી મોબાઈલ યુઝર્સ ચેટરૂમ બનાવીને તેમાં થઈ રહેલી વાતોને રેકોર્ડ કરી શકે છે. આ રીતે કોઈ સ્પેસ સેશનને રેકોર્ડ કરીને પોડકાસ્ટની જેમ બાદમાં સાંભળી કે શેર કરી શકાય છે. આ રેકોર્ડિંગ માત્ર 30 દિવસ જ સેવ રહે છે. અલગથી પોડકાસ્ટ ફીચર સાથે Twitter Spotify અથવા Apple Podcastને ટક્કર આપી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Podcast, Social media, Twitter

    આગામી સમાચાર