Home /News /tech /How to use Voice Tweet: Twitter પર પોતાના અવાજમાં આ રીતે પોસ્ટ કરો ટ્વીટ

How to use Voice Tweet: Twitter પર પોતાના અવાજમાં આ રીતે પોસ્ટ કરો ટ્વીટ

Twitterએ ગયા વર્ષે તેના પ્લેટફોર્મ પર વોઈસ ટ્વીટ્સ (Voice Tweets)ની શરૂઆત કરી હતી. (Image- Twitter)

How to use Voice Tweet: ગયા વર્ષે જૂનમાં લૉન્ચ થયા પછીથી ટ્વિટર પર વોઇસ ટ્વીટ્સ iOS યુઝર્સ સુધી જ સીમિત છે. વોઇસ ટ્વીટ્સનો ઉપયોગ કરવા માટે તમારી પાસે iOS ડિવાઇસ પર ટ્વિટર એપ હોવી જરૂરી છે.

How to use Voice Tweet: Twitterએ ગયા વર્ષે તેના પ્લેટફોર્મ પર વોઈસ ટ્વીટ્સ (Voice Tweets)ની શરૂઆત કરી હતી જેથી યુઝર્સ તેમના અવાજથી ટ્વીટ કરી શકે. તે મેટરને ટેક્સ્ટમાં ટાઇપ કર્યા વિના ટ્વિટર પર ઝડપથી ટ્વીટ્સ પોસ્ટ કરવામાં મદદ કરે છે. તમે તમારી પ્રારંભિક વોઇસ ટ્વીટ પોસ્ટ કરી લો તે પછી તમારી ટેક્સ્ટ ટ્વીટ્સને ફોલો-અપ તરીકે પણ જોડી શકો છો. આ માત્ર ટ્વીટ કરનારા યૂઝર્સ માટે જ નહીં, પરંતુ તેમના ફોલોઅર્સ માટે પણ ઓવરઓલ એક્સપીરીયન્સ વધારે છે કારણ કે તેઓ તેમના મેસેજિસ વાંચવાને બદલે પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી ટ્વીટ્સ સાંભળી શકશે. વોઇસ ટ્વીટ્સ ટ્વિટર પર વ્યક્તિગત ટચ પણ લાવે છે કારણ કે લોકો તેમના અવાજનો ઉપયોગ કરીને માઇક્રોબ્લોગિંગ નેટવર્ક પર અપડેટ પોસ્ટ કરી શકે છે.

ગયા વર્ષે જૂનમાં લૉન્ચ થયા પછીથી ટ્વિટર પર વોઇસ ટ્વીટ્સ iOS યુઝર્સ સુધી જ સીમિત છે. આનો અર્થ એ છે કે ફક્ત iOS એપ માટે Twitterમાં તમારી વોઇસ ટ્વીટ્સને રેકોર્ડ અને પોસ્ટ કરવાની ક્ષમતા છે. જો કે, iOS સિવાય ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને અન્ય પ્લેટફોર્મના લોકો પાસે iOS યૂઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલી વોઇસ ટ્વીટ ચલાવવાની ક્ષમતા હોય છે. કંપનીએ તાજેતરમાં ઓટો-જનરેટેડ ટ્રાન્સક્રિપ્ટ આપવાનો વિકલ્પ પણ જોડ્યો છે.

આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાયસન્સને ડિજિલોકરમાં કઈ રીતે એડ કરવું, જાણો શું છે પ્રોસેસ

જો તમારી પાસે તમારા iPhone અથવા iPad પર Twitter એપ છે અને તમે વિચારી રહ્યા છો કે તમે વોઇસ ટ્વીટ કેવી રીતે પોસ્ટ કરી શકો છો, તો તમારા માટે અહીં સ્ટેપ્સ આપવામાં આવ્યા છે.

How to use voice tweets on twitter

તમે Twitter પર વોઇસ ટ્વીટ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકો તેના પર આગળ વધો તે પહેલાં, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમે દરેક વ્યક્તિગત વોઇસ ટ્વીટ માટે બે મિનિટ અને 20 સેકન્ડ સુધી રેકોર્ડ કરી શકો છો. જો તમારો મેસેજ આપેલ સમય મર્યાદા કરતાં લાંબો હશે તો તમારો મેસેજ આપોઆપ 25 ટ્વીટ્સ સુધી થ્રેડ થઈ જશે.

- તમારા iPhone અથવા iPad પર Twitter એપ ખોલો.
- નીચે જમણી બાજુએ ટ્વીટ કંપોઝ આઇકન પર ટેપ કરો.
- હવે કીબોર્ડની ઉપર ઉપલબ્ધ 'વેવલેન્થ' વોઇસ ટ્વીટ આઇકનને દબાવો. આનાથી તમારો મેસેજ રેકોર્ડ થવાનું શરુ થશે.
- જ્યારે તમે તમારો મેસેજ સમાપ્ત કરી લો, ત્યારે Done પર ટેપ કરો.

આ પણ વાંચો: Microsoftની ખાસ ટ્રિક! Word પર ખાલી અથવા એક્સ્ટ્રા પેજને સરળતાથી કરી શકો છો ડિલીટ

તમે તમારા વોઇસ ટ્વીટ્સમાં ટેક્સ્ટમાં ફોલો-અપ ટ્વીટ્સ જોડી શકો છો. જો કે, અહીં એ નોંધવું જરૂરી છે કે તમે ઓડિયો ટ્વીટ્સને રિપ્લાય અને Quote Tweet ફીચરના માધ્યમથી પોસ્ટ કરી શક્તા નથી. તમે ફક્ત તમારી વોઇસ ટ્વીટ્સને ઓરિજનલ ટ્વીટ્સ તરીકે રેકોર્ડ કરી શકો છો. Twitter યૂઝર્સને પોતાના પ્લેટફોર્મ પર વોઇસ ટ્વીટ તરીકે કોઈપણ ઓડિયો ફાઇલને સીધી અપલોડ કરવાની મંજૂરી આપતું નથી.
First published:

Tags: Gujarati tech news, IOS, Mobile and Technology, Tech tips and Tricks, Tweet, Twitter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો