Twitter Tipping creator: Bitcoinમાં ટિપ્સ લઈ શકશે ટ્વિટર યુઝર્સ, Twitterમાં આવશે આ નવું ફીચર

ટ્વીટર પ્રતિકાત્મક તસવીર

twitter new feature: ટિપ્સ દ્વારા ટ્વિટર યુઝર્સ માઇક્રો બ્લોગિંગ (Micro Blogging Site) પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે, મુશ્કેલીના સમયમાં કોઇ નાના ઉદ્યોગને મદદ કરી શકે છે. ટ્વિટર પર ટિપ્સ (tips on twitter) આપવું સરળ હશે અને વધુ પેમેન્ટ ઓપ્શન (Payment option) પણ મળશે.

  • Share this:
    twitter news: ટ્વિટરે (twiiter) પોતાની પ્રોડક્ટ ઇવેન્ટમાં ઘણા પરીવર્તનો વિશે જાહેરાત કરી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટે (Micro Blogging Site) જણાવ્યું કે, તે જલ્દી જ ટિપ્સ રોલ આઉટ (New Feature Roll Out) કરી રહ્યું છે, જે એક ટિપિંગ ફિચર (Tipping creator) છે, જેમાં યુઝર્સને પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સહિત અનેક વિકલ્પ મળશે. ટિપ્સ દ્વારા ટ્વિટર યુઝર્સ માઇક્રો બ્લોગિંગ પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે, મુશ્કેલીના સમયમાં કોઇ નાના ઉદ્યોગને મદદ કરી શકે છે. ટ્વિટર પર ટિપ્સ આપવું સરળ હશે અને વધુ પેમેન્ટ ઓપ્શન (Payment option) પણ મળશે.

    ટ્વિટરના પ્રોડક્ટ મેનેજર એસ્થર ક્રોફોર્ડે ફીચરની જાહેરાત કરતા જણાવ્યું કે, અમારું આ ટિપિંગ ફીચર જેને હવે ટિપ્સ કહેવામાં આવશે. તે ક્રિપ્ટો સહિતના પેમેન્ટ વિકલ્પો સાથે ઉલબ્ધ બનશે. જેમાં તમે તમારા મનપસંદ એકાઉન્ટને મદદ કરવા માંગો છો, તમને તેની કમેન્ટ્રી પસંદ હોય, તેના ટવિટ્સ કે કોમેડી પસંદ હોય કે પછી ખરાબ સમયમાં કોઇ નાના બિઝનેસ મેનને મદદ કરવાની હોય, આમાંથી કોઇ પણ કારણ હોય તમે ટિપ્સ દ્વારા તેની મદદ કરી શકશો. આ ફીચર પહેલા iOS યુઝર્સ માટે રોલ આઉટ થશે અને થોડા સપ્તાહ બાદ એન્ડ્રોઇડ યુઝર્સને પણ આ ફીચરનો લાભ મળી શકશે.

    વધુ ફોલોવર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર્સ અથવા લોકોના પેજ પર ફોલો બટન પાસે જ ટીપ્સ બટન મુકવામાં આવશે. જો તમે કોઇને ટિપ આપવા માંગો છો તો માત્ર તે ટિપ્સ બટન પર ક્લિક કરી પેમેન્ટ ઓપ્શન લિસ્ટમાંથી તમારી પસંદનો ઓપ્શન પસંદ કરી તમે પેમેન્ટ કરી શકો છો. હાલ આ ફીચર યુએસમાં જ લોન્ચ થયું છે.

    આ પણ વાંચોઃ-WhatsApp યૂઝર્સને પેમેન્ટ કરવા બદલ મળશે કેશબેક, ટૂંક સમયમાં આવશે નવું ફીચર

    તેથી કંપનીએ GoFundMe and PicPay, Bandcamp, Cash App, Chipper, Patreon, Razorpay, Wealthsimple Cash અને Venmo જેવા ઓપ્શન આપ્યા છે. જ્યારે તમે આમાંથી કોઇ સર્વિસ પર ક્લિક કરશો, તમને ફંડ આપવા માટે તે સર્વિસની એપ્લિકેશન પર મોકલી દેવામાં આવશે. નોંધનીય છેકે તમે જે પણ પેમેન્ટ કરશો કે મેળવશો તેમાંથી ટ્વિટર કંઇ પણ કપાત લેશે નહીં.

    આ પણ વાંચોઃ-ગૂગલ એકાઉન્ટમાં કરો આ જરૂરી સેટિંગ્સ, જળવાઇ રહેશે તમારી ડેટા પ્રાઇવસી

    રસપ્રદ વાત એ છેકે, ટ્વિટર યુઝર્સ બિટકોઇ લોઇટનિંગ નેટવર્ક પર નિર્મિત એપ્લિકેશન સ્ટ્રાઇકનો ઉપયોગ કરીને બિટકોઇન દ્વારા પણ ટિપ આપી શકશે, જે લોકોને બિટકોઇન મોકલવા અને મેળવવાની સુવિધા આપશે.

    સ્ટ્રાઇકની સુવિધા હાલ અલસલ્વાડોર અને અમેરિકાના લોકો માટે છે. યુઝર્સ પોતાના બિટકોઇન એડ્રેસને પોતાની પ્રોફાઇલમાં જોડી શકે છે જેથી યુઝર્સ તમારા એડ્રેસની કોપ બનાવી સેન્ડ કરવા માટે તેને તેની પસંદના બિટકોઇન વોલેટમાં પેસ્ટ કરી શકે. મહત્વનું છેકે ટિપિંગની અનુમતિ માત્ર 18 વર્ષથી ઉપરના યુઝર્સ માટે જ હશે.
    Published by:ankit patel
    First published: