Home /News /tech /Freeના દિવસો ગયા! હવે બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ભારતમાં લોન્ચ થઇ Twitter Blue સર્વિસ

Freeના દિવસો ગયા! હવે બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ભારતમાં લોન્ચ થઇ Twitter Blue સર્વિસ

ટ્વિટર પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી

Twitter Blue Serivce : ટ્વિટર ફ્રીમાં (Twitter) યુઝ કરી રહ્યાં છો, ચેતી જજો! આ એટલા માટે છે કારણ કે ભારતમાં Twitter પ્રીમિયમ સર્વિસ બ્લુ સબસ્ક્રિપ્શન લોન્ચ કરવામાં આવી છે. આ સર્વિસ માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે,ચાલો તમને જણાવીએ...

વધુ જુઓ ...
Twitter Blue Subscription: માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે (Twitter) આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લૂ લોન્ચ કરી છે. ભારતમાં બ્લૂ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસના ફીચર્સનો ઉપયોગ કરવા માટે મોબાઈલ યુઝર્સે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.

તે જ સમયે, કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે જ ટ્વિટર બ્લૂને નવા સ્વરૂપમાં લોન્ચ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  Motorola Moto E13 ફોન લોન્ચ, કિંમત 10,000 રૂપિયાથી ઓછી, મળશે Jio Lock ઓફર

ભારતમાં ટ્વિટર બ્લૂ ( Twitter Blue)


કંપનીએ હવે ભારતમાં પણ તેની પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરી છે. ભારતીય યુઝર્સને ટ્વિટર બ્લૂના તમામ ખાસ ફીચર્સનો લાભ પણ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, મોબાઇલ એટલે કે એન્ડ્રોઇડ અને iOS બંને માટે ટ્વિટર બ્લૂ માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે અને વેબ યુઝર્સે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે કંપનીના માલિક એલોન મસ્કે કંપનીને ખરીદ્યાના થોડા દિવસો બાદ જ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ લાવવાની જાહેરાત કરી હતી. ભારે ટીકાઓ બાદ પણ આ સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી.

ટ્વિટર બ્લૂ ( Twitter Blue)યુઝર્સને આ સુવિધાઓ મળશે


કંપનીના જણાવ્યા અનુસાર, પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને એડિટ ટ્વીટ બટન, 1080p વિડિયો અપલોડ, રીડર મોડ અને બ્લુ ટિકની સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેની જૂની વેરિફિકેશન પ્રોસેસમાં પણ ફેરફાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જૂના બ્લુ ટિક એકાઉન્ટ હોલ્ડર્સને તેમની બ્લૂ ટિક જાળવી રાખવા માટે થોડા મહિનાની છૂટ આપવામાં આવશે. એટલે કે, તેમણે તેમના એકાઉન્ટ પર બ્લૂ ટિક જાળવવા માટે થોડા સમય પછી સબસ્ક્રિપ્શન લેવું જ પડશે.

આ પણ વાંચો :  Electric Scooterની ઓછી રેન્જથી છો પરેશાન, માત્ર કરો આ 5 કામ, ટુ-વ્હીલર ચાલશે લાંબા અંતર સુધી

સૌ પ્રથમ આ શહેરોમાં શરૂ કરવામાં આવી હતી સર્વિસ


કંપનીએ સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુકે, જાપાન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પેઇડ સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી હતી. કંપનીએ તેની વેબસાઈટ પર કહ્યું હતું કે ગૂગલના એન્ડ્રોઈડ યુઝર્સ અને આઈઓએસ યુઝર્સ ટ્વિટર બ્લૂનું મંથલી સબસ્ક્રિપ્શન $11 (લગભગ રૂ. 900)માં ખરીદી શકશે.

તે જ સમયે, યુઝર્સ માટે યરલી પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. ટ્વિટરે બ્લૂ સબસ્ક્રિપ્શનની વાર્ષિક કિંમત $84 (લગભગ રૂ. 6,800) રાખી છે. એટલે કે એક વર્ષ માટે પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ટ્વિટર વેબ યુઝર્સ માટે પણ આ જ કિંમત નક્કી કરવામાં આવી હતી.
First published:

Tags: New-feature, Twitter, Twitter India, Twitter Trend

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો