Home /News /tech /એલન મસ્કની માંગ જલ્દી પૂરી કરશે Twitter, યુઝર્સને મળી શકે છે Edit બટન

એલન મસ્કની માંગ જલ્દી પૂરી કરશે Twitter, યુઝર્સને મળી શકે છે Edit બટન

ટ્વિટર પોતાના યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની સુવિધા આપી શકે છે.

Twitter Edit Button: તાજેતરમાં જ ટ્વિટર (Twitter) ને ખરીદનારા ટેસ્લા સીઇઓ એલન મસ્ક (Elon Musk) લાંબા સમયથી પ્લેટફોર્મ પર એડિટ બટનની માંગ કરતા આવ્યા છે. હવે લાગે છે કે તેમની આ માંગ જલ્દી પૂરી થવાની છે. એક વિડીયોમાં ટ્વિટરના એડિટ બટનની ઝલક જોવા મળી છે.

વધુ જુઓ ...
Twitter Edit Button: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) પર જલ્દી એક મોટો બદલાવ થઈ શકે છે. ટ્વિટર પોતાના યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની સુવિધા આપી શકે છે. આ માટે ટ્વિટરના ફીચર્સમાં એક એડિટ બટન (Twitter Edit Button)ને જોડવામાં આવશે. કંપની આ ફીચર પર કામ કરી રહી છે અને હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં ટ્વિટરના આ એડિટ બટનને બતાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટ્વિટર (Twitter) ને ખરીદનારા ટેસ્લા સીઇઓ એલન મસ્ક (Elon Musk) લાંબા સમયથી પ્લેટફોર્મ પર એડિટ બટનની માંગ કરતા આવ્યા છે. હવે લાગે છે કે તેમની આ ડિમાંડ જલ્દી પૂરી થવાની છે. આમ તો મસ્કના ટ્વિટર ખરીદવાની વાતથી જ એ અટકળ લગાવવામાં આવી રહી હતી કે ટ્વિટરમાં એડિટ બટન જોડાશે.

આ પણ વાંચો: Twitter Charges: શું હવે મફતમાં નહીં વાપરી શકાય ટ્વિટર? એલન મસ્કે આપ્યો મોટો સંકેત

વિડીયોમાં જોવા મળ્યું એડિટ બટન

મનીકન્ટ્રોલ ડોટ કોમની એક રિપોર્ટ મુજબ, એપ રિસર્ચર અને રિવર્સ એન્જીનિયર જેન મેનચુન વોંગ (Jane Manchun Wong) એ મંગળવારે ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરીને આ એડિટ બટનથી દુનિયાને રૂબરૂ કરાવી છે. વિડીયોમાં જેન મેનચુન વોન્ગએ જણાવ્યું છે કે કઈ રીતે ટ્વિટને એડિટ કરવામાં આવશે. જો કે, વોન્ગ પણ આ એડિટ બટનથી સંપૂર્ણ સંતુષ્ટ નથી અને તેમનું કહેવું છે કે આ બેન્ડવિથ અને મીડિયા પ્રોસેસિંગનો એક કાર્યક્ષમ પ્રયોગ નથી.

અહીં જોવા મળશે એડિટ બટન

યુઝર્સને બધી ટ્વીટની ઉપર રાઇટ હેન્ડ સાઇડ પર ત્રણ ડોટ બનેલી દેખાશે. તેના પર ક્લિક કરવાથી ઘણાં ઓપ્શન આવે છે. એડિટ ફીચર લોન્ચ થયા બાદ એમાં જ એક ઓપ્શન ‘Edit Tweet’નું હશે. તેના પર ક્લિક કર્યા બાદ યુઝર્સ પોતાની ટ્વીટને એડિટ કરી શકશે. તો વોંગએ પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે હાલ રિલીઝ ન થયેલું એડિટ બટન વર્તમાન વર્ઝન મીડિયા (ફોટો, વિડીયો, GIF વગેરે) નો બીજી વખત ઉપયોગ કરવાને બદલે બીજી વખત અપલોડ કરે છે. સાથે જ વોંગના વિડીયોને ફોટોમાં બદલી નાખ્યું.

આ પણ વાંચો: Alert! આ મોબાઇલ એપ્સ ચોરી રહી છે યુઝર્સનો ડેટા, ક્યાંક તમારા ફોનમાં તો નથી ને?

એડિટ બટન ક્યાર સુધી લોન્ચ કરવામાં આવશે, આ અંગે વોંગએ કંઈ જણાવ્યું નથી. ટ્વિટરના એડિટ બટનને લઇને હજુ સુધી જે જાણકારી સામે આવી રહી છે, તે મુજબ યુઝર્સ ટ્વીટ કર્યા બાદ 30 મિનિટ સુધી જ એડિટ કરી શકશે. એનો અર્થ એ થયો કે 30 મિનિટ બાદ યુઝર્સ પોતાની ટ્વીટમાં કોઈ ચેન્જ નહીં કરી શકે. આ ઉપરાંત યુઝર્સને પોતાની ટ્વીટ સાથે અપલોડ કરવામાં આવેલી મીડિયા પણ સંપૂર્ણપણે બદલવાનો મોકો મળશે.
First published:

Tags: Elon musk, Gujarati tech news, Mobile and Technology, Tesla, Twitter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો