Twitter કરી રહ્યું છે Undo ફીચરનું ટેસ્ટિંગ, ફ્રી નહીં હોય આ ફીચર- જાણો વિગત

Twitter કરી રહ્યું છે Undo ફીચરનું ટેસ્ટિંગ, ફ્રી નહીં હોય આ ફીચર- જાણો વિગત
પ્રતીકાત્મક તસવીર

Twitter Is testing an Undo tweet feature: આ ફીચરમી મદદથી યૂઝર્સ ટ્વીટને અન ડૂ કરીને બાદમાં તે ટ્વીટને સુધારીને ફરીથી શેર કરી શકશે.

  • Share this:
    નવી દિલ્હી: માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર "અનડૂ ટ્વિટ" ફીચર પર કામ કરી રહ્યું છે. જે તેના પેઈડ સબસ્ક્રાઈબર્સ માટે હશે. આ ફીચરનો ઉપયોગ સીમિત સમયમાં પોતાના ટ્વિટને અન ડૂ કરવા માટે થઇ શકશે. આ અંગે રિવર્સ એન્જીનિયર જેન માનચુન્ગ વોંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમના આ ટ્વીટમાં સબસ્ક્રિપ્શન પણ જોઈ શકાય છે. આ ફીચરમી મદદથી યૂઝર્સ ટ્વીટને અન ડૂ કરીને બાદમાં તે ટ્વીટને સુધારીને ફરીથી શેર કરી શકશે.

    માનચુન્ગ વોંગ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહ્યું છે કે, “Undo” બટન નિશ્ચિત સમય 5 સેકન્ડ સુધી જ દેખાશે. વોંગ દ્વારા પેઈડ સબસ્ક્રિપ્શન સાથેનો “Undo” ફીચ માટેનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે આ સુવિધા પેઈડ સબસ્ક્રાઈબર્સને પૂરી પાડવામાં આવશે. રિપોર્ટ મુજબ વોંગ કહે છે કે ટ્વિટને ડિલીટ કરવા કરતા આ ફીચર અલગ છે, આ ફીચરથી તમારું ટ્વીટ બધા સુધી પહોંચતા પહેલા તેને રોકી શકાશે.



    આ પણ વાંચો: કોરોના વાયરસ કુમળા મન પર હાવી થયો: બાળકોમાં તણાવ અને આત્મહત્યાના કેસ વધ્યા

    આ પણ વાંચો: વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ

    અગાઉ ટ્વિટરે ફોલો સબસક્રિપ્શન સર્વિસ માટે માસિક ધોરણે ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી. "અનડૂ ટ્વિટ" જીમેઈલ સર્વિસની જેમ સુવિધા આપે છે, જ્યાં ટ્વિટ સેન્ડ કર્યા બાદ તે મેસેજને રોકવા માટે એક વિકલ્પ આપે છે. જે બાદ તમને UNDO બટન પ્રોગ્રેસ બાર પર જોવા મળશે. જે બાદ તમે ટ્વિટને સેન્ડ થતા રોકી શકો છો. યૂઝર્સ દ્વારા ટ્વિટને બદલવા માટે એડિટ બટનની માંગ કરવામાં આવતી હતી, જે બાદ "અનડૂ ટ્વિટ"નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે."

    આ પણ વાંચો: પાંચ બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં છૂપાયા, ઢાંકણું બંધ થઈ જતાં મોત

    અનડૂ ટ્વિટ" ફીચરની મદદથી યૂઝર ટ્વિટને રોકીને તેને જરૂર અનુસાર તે ટ્વીટને સુધારીને ફરીથી ટ્વિટ કરી શકે છે.
    Published by:News18 Gujarati
    First published:March 22, 2021, 12:25 pm

    ટૉપ ન્યૂઝ