Twitter યુઝર્સ માટે ગુડ ન્યુઝ! આવી રહ્યું છે Edit બટન, સ્ક્રીનશોટમાં જોવા મળ્યું કેવું હશે આ નવું ફીચર
Twitter યુઝર્સ માટે ગુડ ન્યુઝ! આવી રહ્યું છે Edit બટન, સ્ક્રીનશોટમાં જોવા મળ્યું કેવું હશે આ નવું ફીચર
ટ્વિટર પર આવી રહ્યું છે Edit Button
Twitter Edit Button: ટ્વિટર (Twitter) ટૂંક સમયમાં પોતાના પ્લેટફોર્મ પર મોસ્ટ અવેઇટેડ ‘એડિટ બટન’ ફીચર રોલ આઉટ કરે તેવી શક્યતા છે. જાણકારોએ આ ફીચરના સંભવિત લુકને ટીઝ કર્યો હતો, જેના પર યુઝર્સે પોતાના વિચારો શેર કર્યા છે.
Twitter Edit Button: માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter)નું ‘એડિટ બટન’ (Edit Button) ફીચર છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. ટ્વિટરે પોતાના એડિટ ફીચર પર કામ કરવાનું શરુ કર્યું છે, જેની રાહ આ પ્લેટફોર્મ પર વર્ષોથી જોવાઈ રહી છે. પરંતુ નવા ડેવલોપમેન્ટથી માહિતી મળી છે કે ટ્વિટર બેકએન્ડમાં અમુક ફેરફાર કરી રહ્યું છે જે તમારા દ્વારા એડિટ કર્યા પહેલા ટ્વીટ્સના પાછલા સેટને યથાવત રાખશે.
આ અંગેની ડિટેલ રિસર્ચર જેન મનચુન વોંગ દ્વારા શેર કરવામાં આવી છે, જેમણે ટ્વિટ કર્યું હતું કે એડિટ બટનમાં 'ફિક્સ્ડ' ક્વાલિટી હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે હજુ પણ જાણતા નથી કે તમારા ટ્વીટની એડિટ હિસ્ટ્રી પબ્લિક માટે ફ્રન્ટ-એન્ડ પર કેવી દેખાશે. વોંગનું કહેવું છે કે, શરૂઆતમાં આ એડિટ બટન ફક્ત ટ્વિટર બ્લુ યુઝર્સ માટે જ રજૂ કરી શકે છે, અને આવનારા સમયમાં આ ફીચર દરેક માટે ઇન્ટ્રોડ્યુસ થવાની અપેક્ષા છે.
Looks like Twitter’s approach to Edit Tweet is immutable, as in, instead of mutating the Tweet text within the same Tweet (same ID), it re-creates a new Tweet with the amended content, along with the list of the old Tweets prior of that edit
ઘણા લોકોએ જેનની પોસ્ટ પર કમેન્ટ કરી, પોતાના વિચાર શેર કર્યા કે ટ્વિટરના એન્જિનિયરો દ્વારા એડિટ ટ્વીટ ફંક્શનનો ઉપયોગ અથવા ડિઝાઇન કેવી રીતે થવી જોઈએ.
આ દરમિયાન, એપ રિસર્ચર એલેસેન્ડ્રો પલુઝીએ પણ નવા એડિટ બટનનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો, અને ટ્વિટર પર લાઇવ થઈ રહેલા ફીચરના સંભવિત લુકને ટીઝ કર્યો. એક સ્ક્રીનશોટમાં, પલુઝી બતાવે છે કે તમારા ટ્વીટની જમણી બાજુ ત્રણ-ડોટ મેન્યુમાં 'ટ્વીટ એડિટ કરો' ઓપ્શન કેવી રીતે દેખાઈ શકે છે.
ટ્વિટરે થોડા દિવસો પહેલા એડિટ ટ્વીટ ફીચર પર કામ કરવાના સમાચાર શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટેસ્લા સીઇઓ અને હવે ટ્વિટરના શેરહોલ્ડર એલન મસ્કે (Elon Musk) આ જાહેરાત પહેલા માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર એક પોલ (Twitter Poll) ચલાવ્યું હતું કે, ટ્વિટર પર એડિટ બટન હોવું જોઈએ કે નહીં? આ પોલ પર મોટાભાગના લોકોએ એડિટ બટન હોવાના વિકલ્પની તરફેણમાં મતદાન કર્યું. મસ્કના આ પોલ બાદ ટ્વિટરનું એડિટ બટન ઘણું ચર્ચામાં આવ્યું હતું. જો કે, ટ્વિટરે આ ફીચર વિશેની ડિટેલની સત્તાવાર પુષ્ટિ કરી, અને ઉલ્લેખ કર્યો છે કે તે આ ટૂલ પર ગયા વર્ષથી કામ કરી રહ્યું છે, મસ્કના પબ્લિક પોલને લીધે નહીં.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર