twitter ઉપર આ હસ્તિઓના છે કરોડો ફેક ફોલોવર્સ

કેન્દ્ર સરકાર તરફથી ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા ઉપરાંત ટ્રોલિંગ ઉપર કાબુ મેળવવા માટે સોશિયલ મીડિયાના મહત્વાના પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પગલાં લઇ રહ્યા છે.

News18 Gujarati
Updated: July 12, 2018, 1:02 PM IST
twitter ઉપર આ હસ્તિઓના છે કરોડો ફેક ફોલોવર્સ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 12, 2018, 1:02 PM IST
કેન્દ્ર સરકાર તરફથી ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા ઉપરાંત ટ્રોલિંગ ઉપર કાબુ મેળવવા માટે સોશિયલ મીડિયાના મહત્વાના પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પગલાં લઇ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વ્હોટ્સએપ નવી ગાઇડલાઇન્સ અને ફિચર્સ લાવી રહી છે તો ટ્વિટર ફેક એકાઉન્ટની ઓળખ કરીને ડિલિટ કરી રહ્યું છે. ટ્વિટર ઉપર કરોડો નકલી એકાઉન્ટ છે. આ એકાઉન્ટને ડિલિટ કરવાનો મતલબ છે કે, ટ્વિટર યુઝર્સમા ભારે ઘટાડો થશે. આમ ટ્વિટર ઉપર સેલિબ્રિટીઝના ફોલોવર્સમાં પણ ઘટાડો થશે.

ટ્વિટરે 7 કરોડ એકાઉન્ટને કર્યા ડિલિટ

ધ વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે ખોટી અને ભ્રામક માહિતીઓના પ્રચાર-પ્રસાર ઉપર લગામ લાગાવવા માટે ટ્વિટરે ગત મે અને જૂન મહિનામાં 7 કરોડથી પણ વધારે નકલી એકાઉન્ટ બંધ કરી દીધા છે. એટલે કે પ્રતિદિન 10 લાખથી વધારે નકલી એકાઉન્ટ બંધ કરી દીધા છે.

સીબીએસ ન્યૂઝના સમાચાર પ્રમાણે ગત ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી ટ્વિટરે નકલી એકાઉન્ટ બંધ કરવાના આંકડાઓમાં લગભગ બે ગણો વધારો થયો છે. એકાઉન્ટ બંધ થવાની અસર સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝર્સની સંખ્યા ઉપર પણ જોવા મળે તેની સંભાવના વર્તાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટરે પોતાનું અભિયાન ત્યારેથી ચાલુ વધારે ઝડપી બનાવી દીધું છે જ્યારે જાણવા મળ્યું હતું કે, 2016માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાએ આ સોશિયલ સાઇટનો ખોટો ઉપયોગ કર્યો હતો. જોકે, ટ્વિટર સ્પષ્ટતા કરી છે કે, આની એક્ટિવ યુઝર્સને કોઇ મોટી અસર નહીં થાય. ગત મહિને ટ્વિટરે દરેક સપ્તાહમાં આશરે 10 કરોડ સ્પેમી અથા ઓટોમેટેડ એકાઉન્ટ બનવાની ઓળખ કરી હતી.

આ હસ્તિઓના છે કરોડો ફેક ફોલોવર્સ

ઇન્ડિયન એક્સપ્રેસે સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટિ્વટર ઓડિટના અહેવાલથી જણાવ્યું હતું કે, ભારતીય વડાપ્રધઆન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ફોલોવર્સમાં હજારોની સંખ્યામાં ફેક ફોલોવર્સ છે. ઓડિટ પ્રમાણે પીએમ મોદીને 4 કરોડ ફોલોવર્સમાં માત્ર ત્રણ કરોડ જ વાસ્તવિકયુઝર્સ છે. પીએમ મોદીના 23 ટકા ફોલોવર્સ નકલી છે. રાહુલ ગાંધીના 70 લાખ ફોલોવર્સમાં 36 ટકા ફોલોવર્સ ફેક છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ 5 કરોડ ફોલોવર્સમાં 86 ટકા એકાઉન્ટ સાચા છે. અને બાકીના નકલી એકાઉન્ટ છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના ટ્વિટ ફોલોવર્સની વાત કરીએ તો તેમના 21 ટકા ફેક ફોલોવર્સ છે. બીજેપી એકાઉન્ટના 30 ટકા ફેક ફોલોવર્સ છે જ્યારે કોંગ્રેસના 21 ટકા ફેક ફોલોવર્સ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પણ 50 ટકા ફોલોવર્સ ફેક છે. દીપિકા પાદુકોણના 67 ટકા ફોલોવર્સ રિયલ છે જ્યારે બાકીના ફેક છે. અમિતાભ બચ્ચનના પણ આટલા રિયલ ફોલોવર્સ છે.
First published: July 12, 2018
વધુ વાંચો
अगली ख़बर