Home /News /tech /

Twitter News: ટ્વિટરમાં ઘમાસાન! બે મોટા અધિકારીઓની છટણી, નવી ભરતી પર પણ રોક

Twitter News: ટ્વિટરમાં ઘમાસાન! બે મોટા અધિકારીઓની છટણી, નવી ભરતી પર પણ રોક

ટેસ્લાના માલિક એલન મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટરને હસ્તગત કર્યું છે.

Twitter News: ટ્વિટરના બે ટોચના અધિકારીઓએ કંપનીને અલવિદા કહી દીધું છે. કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) તેમને કંપની છોડવા માટે કહ્યું છે. ચર્ચા છે કે સ્ટાફમાં ઘટાડાની તલવાર ખુદ સીઇઓ પરાગ અગ્રવાલ પર પણ લટકેલી છે.

    નવી દિલ્હી. ટેસ્લા (Tesla) ના સીઇઓ એલન મસ્ક (Elon Musk)એ જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી કંપનીમાં ઘમાસાન મચ્યું છે. દરેકની નજર ટ્વિટરને લગતા સમાચાર પર છે કે એલન મસ્ક હવે આગળ શું કરે છે. તાજેતરના ઘટનાક્રમમાં બે ટોચના અધિકારીઓએ કંપનીને અલવિદા કહી દીધું છે. ચર્ચા છે હજુ પણ અન્ય અધિકારીઓની છટણી થઈ શકે છે. જે અધિકારીઓ હવે કંપની સાથે નથી તેમાં ટ્વિટરના રેવન્યુ અને પ્રોડક્ટ હેડ બ્રૂસ ફાલ્ક (Bruce Falck) અને જનરલ મેનેજર કેવોન બેકપોર (Kayvon Beykpour) સામેલ છે.

    મીડિયા રિપોર્ટ મુજબ, ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) એ બંને અધિકારીઓને કંપની છોડવા માટે કહ્યું છે. ચર્ચા છે કે સ્ટાફમાં ઘટાડાની તલવાર ખુદ સીઇઓ પરાગ અગ્રવાલ પર પણ લટકેલી છે. એલન મસ્ક સીઇઓ પરાગ અગ્રવાલના કામકાજથી ખુશ નથી. એવામાં પરાગ અગ્રવાલની પણ છુટ્ટી થઈ શકે છે. કંપનીએ આ સમયે નવી ભરતી પર પણ રોક લગાવી દીધી છે.

    આ પણ વાંચો: Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? Tesla સીઈઓના ટ્વીટથી ખળભળાટ

    જણાવ્યું આ કારણ

    બ્રૂસ ફાલ્ક અને કેવોન બેકપોરને ટ્વિટરમાંથી કાઢવા અંગે સીઇઓ પરાગ અગ્રવાલે કર્મચારીઓને લખેલા ઇ-મેઇલમાં કંપનીની વર્તમાન પરિસ્થિતિ વિશે અવગત કરાવ્યા છે. મેઇલમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીમાં થયેલા બદલાવ અને બજેટ વગેરે સમસ્યાને લીધે જ કંપનીએ આ નિર્ણય લીધો છે.

    સોશિયલ મીડિયા પર આપી જાણકારી

    કેવોન બેકપોરે તો આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘હું પોતાની પેટરનિટી લીવને વચ્ચે અટકાવીને ટ્વિટર સંબંધિત સમાચાર શેર કરી રહ્યો છું. હું 7 વર્ષ બાદ કંપની છોડી રહ્યો છું.’ તેમણે લખ્યું કે તેમને ગર્વ છે કે તેમણે ટ્વિટરમાં મોટા દાવ લગાડવા, ઝડપથી આગળ વધવા માટે કંપનીના કલ્ચરને બદલ્યું છે.’

    twitter job cut

    કેવોન બેકપોરના જવાબમાં સીઇઓ પરાગ અગ્રવાલ લખે છે, ‘તમે બહુ પ્રભાવિત કર્યા છે. તમારા માટે મારા મનમાં ખૂબ સન્માન છે. મને ખુશી છે કે મને તમારી સાથે કામ કરવાનો મોકો મળ્યો.’

    આ પણ વાંચો: ઇલેક્ટ્રિક વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે ઇન્ડિયા, આ કંપની લગાવશે સૌથી મોટો પ્લાન્ટ

    રેવન્યુ અને પ્રોડક્ટ હેડ બ્રૂસ ફાલ્ક (Bruce Falck)એ પણ ટ્વીટના માધ્યમથી ટ્વિટર છોડ્યાની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘હું બહુ ભાગ્યશાળી રહ્યો કે છેલ્લા 5 વર્ષ કામ કરીને મને બિઝનેસને આગળ વધારવામાં ટીમનો સાથ મળતો રહ્યો.’ તેના જવાબમાં પરાગ અગ્રવાલે લખ્યું કે, ‘તમે ટ્વિટર માટે જે પણ કર્યું છે એના માટે આભાર.’

    twitter job cut

    જણાવી દઈએ કે ટેસ્લાના માલિક એલન મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટરને હસ્તગત કર્યું છે. ટ્વિટરના હાઈકમાન્ડમાં બદલાવ બાદ કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Elon musk, Gujarati tech news, Mobile and Technology, Parag Agrawal, Twitter

    આગામી સમાચાર