Twitterના CEO ડૉર્સીએ Facebookના સીઇઓને આ કારણે કર્યો અનફૉલો

News18 Gujarati
Updated: December 19, 2019, 11:09 AM IST
Twitterના CEO ડૉર્સીએ Facebookના સીઇઓને આ કારણે કર્યો અનફૉલો
ટ્વિટર અને ફેસબુકના સીઇઓની પ્રતિકાત્મક તસવીર

ડૉર્સીએ જકરબર્ગને અનફોલો કરીને આડકતરી રીતે તમામ ટ્વિટર ફૉલોવર્સને આ સંદેશો આપ્યો છે.

  • Share this:
ટ્વીટર જેવી મોટી કંપનીના સીઇઓ જૈક ડૉર્સી અને ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગે ફરી ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ તે છે કે ટ્વિટરના સીઇઓએ ફેસબુકના સીઇઓને અનફોલો કરી દીધા છે. જેની ખાસ વાત એ છે કે ડૉર્સીએ અનોખા કારણ સાથે માર્કને અનફૉલો કર્યા છે. વળી જકરબર્ગને અનફૉલો કર્યા પહેલા ડૉર્સીએ @BigTeckAler નામના એક ટ્વિટર એકાઉન્ટને ફૉલો કર્યું છે, આ એકાઉન્ટ ખાસ કરીને તે વાત પર નજર રાખે છે કે કંઇ ટેક કંપનીના સીઇઓ કોને ફૉલો કે અનફૉલો કરે છે.

ડૉર્સી દ્વારા જકરબર્ગને અનફૉલો કરવા પહેલા @BigTechAlertને ફોલો કરવું તે બતાવે છે કે ડૉર્સી ઇચ્છતા હતા કે આ વાતની ખબર બધાને પડે કે તે જકરબર્ગને અનફૉલો કરવા જઇ રહ્યા છે. આ મામલે તેમણે પહેલા ટ્વિટ કરીને કહ્યું કે @jack હવે @BigTechAlertને ફોલો કરે છે તે પછી @BigTechAlert અન્ય એક ટ્વિટ કરીને લખ્યું કે @jack હવે @findkdને ફૉલો નથી કરતા.

@BigTeckAlertના આ ટ્વિટ પછી ટ્વિટરના ઓફિશિયલ પીઆર એકાઉન્ટ @twittercomms પણ તરત પ્રતિક્રિયા આપી. @twittercommsની તરફથી કહેવામાં આવ્યું કે ફેસબુકના સીઇઓ જકરબર્ગને 2012 પછી પોતાના ટ્વિટર એકાઉન્ટ @finkdથી કોઇ ટ્વિટ નથી કર્યા અને તેમના એકાઉન્ટમાં કુલ 12 ટ્વિટ છે.

તમને જણાવી દઇએ કે કેટલાક દિવસ પહેલા રિપોર્ટ આવી હતી કે ટ્વિટર 11 ડિસેમ્બરથી તે એકાઉન્ટને હંમેશા માટે ડિલિટ કરશે જે છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી અનએક્ટિવ છે. ટ્વિટરના આ નિર્ણયની અસર તે લોકો પર પણ પડશે, જેમણે એક વર્ષ પહેલા એકાઉન્ટ બનાવ્યું હતું અને તે પછી લોગઇન નથી કર્યું. માનવામાં આવે છે કે ડૉર્સી જકરબર્ગને અનફોલો કરીને તમામ અનએક્ટિવ યુઝર્સને સંદેશો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્વિટરને આ મામલે કહ્યું કે પબ્લિક કનવરજેશનને લઇને પોતાના કમિટમેન્ટને જોતા અમે ઇનએક્ટિવ એકાઉન્ટને ક્લીન કરવા માંગીએ છીએ. અમે તેવું એટલા માટે પણ કરી રહ્યા છીએ કે ટ્વિટર પર લોકો વધુ સટીક અને વિશ્વાસનીય જાણકારી મળે અને તેના પ્લેટફોર્મ પર ભરોસો કરે.
First published: December 19, 2019
વધુ વાંચો
अगली ख़बर