Home /News /tech /Twitter CEOએ સંસદીય સમિતિ સામે હાજર થવાની ના પાડી

Twitter CEOએ સંસદીય સમિતિ સામે હાજર થવાની ના પાડી

Twitter CEOએ સંસદીય સમિતિ સામે હાજર થવાની ના પાડી

બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી સમિતિએ એક ફેબ્રુઆરીએ ટ્વિટર સામે એક સમન્સ જારી કર્યું હતું

    ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સી અને તેના શીર્ષ અધિકારીઓને ભારતની સંસદીય સમિત સામે હાજર થવાથી ઇન્કાર કર્યો છે. પાર્લિયામેન્ટ પેનલના સુત્રોએ આ જાણકારી આપતા કહ્યું હતું કે જૈક ડોર્સી અને તેના અધિકારીઓને સોશિયલ મીડિયા પર લોકોના અધિકારોના મુદ્દે બોલાવવામાં આવ્યા હતા.

    બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી સમિતિએ એક ફેબ્રુઆરીએ ટ્વિટર સામે એક સમન્સ જારી કર્યું હતું. સાત ફેબ્રુઆરીએ સંસદીય સમિતિની બેઠક થવાની હતી. જોકે જૈક ડોર્સી અને તેના અધિકારીઓના કારણે તેને 11 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે.

    સંસદીય સમિતિના સુત્રોએ કહ્યું છે કે ટ્વિટરના સીઈઓ અને તેના અધિકારીઓેને હાજર થવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે તેમણે સુનાવણીની સંક્ષિપ્ત નોટિસનો હવાલો આપીને હાજર થવાની ના પાડી હતી. સમન્સમાં સ્પષ્ટ રુપે હાજર થવાની વાત કહી હતી.

    આ પણ વાંચો - જો આ ખતરાને નજરઅંદાજ કર્યો તો બંધ થઇ જશે તમારો મોબાઇલ

    ઉલ્લેખનીય છે કે ટ્વિટર ઇન્ડિયા પર સતત એવા આરોપ થઈ રહ્યા છે કે તે એક ખાસ રાજનિતીક વિચારથી જોડાયેલ લોકો પર ભેદભાવ કરીને એક એજન્ડા પર કામ કરે છે. આ સંબંધમાં ગત રવિવારે યૂથ ફોર સોશિયલ ડેમોક્રેસી નામના એક સંગઠને ટ્વિટર ઇન્ડિયાના ઓફિસની બહાર પ્રદર્શન પણ કર્યું હતું. આ સંગઠને 26 જાન્યુઆરીએ બીજેપીના સાંસદ અનુરાગ ઠાકુરને મળીને એક નિવેદન આપ્યું હતું. જેમાં આરોપ લગાવ્યો હતો કે ટ્વિટર ઇન્ડિયા સતત દક્ષિણપંથી વિચારો સાથે જોડાયેલ લોકા સાથે ભેદભાવ કરી રહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Anurag Thakur, Twitter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन